જો તમે આ તિથિ પર બીલીપાન તોડતા હોવ તો હવેથી કરી દેજો બંધ, નહિં તો થશે…

આઠમ, ચૌદશ અને અમાસ તિથિએ બીલીપાન તોડવા જોઇએ નહીં, બીલી વૃક્ષ શિવજીનું જ સ્વરૂપ છે, રોજ ચઢાવો બીલી પત્ર આ રહ્યો માર્ગ

વર્તમાન સમયે જ્યારે કોરોના વાયરસનો કહેર આખાય વિશ્વમાં ફેલાયેલો છે ત્યારે હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. આસ્થાના પ્રતિક સમા શ્રાવણ માસમાં શિવની પૂજા અને આરાધના કરવામાં આવે છે. ત્યારે શિવલિંગ ઉપર પૂજા કરતી વખતે અનેક સામગ્રીઓ ચઢાવવામાં આવે છે. આ ચઢાવવામાં આવતી વસ્તુઓમાં બીલી પત્રોનું મહત્વ સૌથી વધારે છે. આ અંગે ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પંડિત મનીષ શર્મા પ્રમાણે બીલીપાનનું વૃક્ષ ઘરની બહાર અથવા આસપાસ હોય તો અનેક વાસ્તુદોષ દૂર થઇ શકે છે. આયુર્વેદમાં પણ તેનું અનન્ય મહત્વ ઉલ્લેખવામાં આવ્યું છે.

બીલીપાન અનેક દિવસ સુધી વાસી થતા નથી

image source

સામાન્ય રીતે શિવજી પર ચઢાવવામાં આવતા બિલ્વ પત્ર લાંબો સમય સુધી યથાવત રહે છે. એ લાંબો સમય સુધી વાસી થઇ જતા નથી. એટલે કે અનેક દિવસ સુધી એને જો શિવજી પર ચઢાવવામાં આવે તો પણ એને વાસી ગણવામાં આવતા નથી. આમ પણ જ્યારે અમુક દિવસો એટલે કે આઠમ, ચૌદસ, અમાસ અથવા રવિવારના દિવસે બિલ્વ પત્ર તોડવા વર્જિત ગણાય છે. પરિણામે શિવજી પર બિલ્વ પત્ર ચઢાવવા માટે બજારથી ખરીદવા પડે છે. હાલમાં જયારે કોરોના સંક્રમણનો ડર વ્યાપેલો છે, ત્યારે આવા સમયે આગળના દિવસના અથવા અન્ય બીલી પત્રોને ધોઈને પણ ફરીથી શિવજી પર ચઢાવી શકાય છે.

બિલ્વ પત્રના વૃક્ષનું પૌરાણિક મહત્વ

image source

શિવ પુરાણમાં દર્શાવ્યા પ્રમાણે બિલ્વ પત્ર એ શિવજીનું જ સ્વરૂપ માનવામાં આવે છે. આ વૃક્ષને માત્ર બિલ્વ વૃક્ષ નહિ પણ શ્રી વૃક્ષ પણ કહેવામાં આવે છે. આ વૃક્ષનું શ્રી વૃક્ષ નામ એ શ્રી દેવી લક્ષ્મીનું જ એક નામ છે. એટલે કે બીલી વૃક્ષનું પૂજન કરવાથી માતા લક્ષ્મીની કૃપા તમને અચૂક પ્રાપ્ત થાય છે. એવું માનવામાં આવે છે કે આ બીલી વૃક્ષના જુદા જુદા ભાગમાં જુદી જુદી દેવીઓનો વાસ છે. જેમાં વૃક્ષની જડમાં માતા ગીરીજા દેવી, મૂળમાં માતા મહેશ્વરી, ડાળીઓમાં માતા દક્ષાયની પાંદડાઓમાં માતા પાર્વતી, ફૂલોમાં માતા ગૌરી અને ફળમાં માતા કાત્યાયની વાસ કરે છે. પરિણામે વૃક્ષનું પૌરાણિક મહત્વ ઘણું વધારે છે.

બિલ્વ પત્રના વૃક્ષથી પોઝીટીવ એનર્જી મેળવી શકાય

image source

સામાન્ય રીતે બીલી પત્રના વૃક્ષને ઘરમાં વાવવામાં આવે છે, તેમજ એને રોજ પાણી પીવડાવવાથી આખાય ઘરમાં પોઝીટીવ એનર્જી ફેલાય છે. આમ ઉત્તર દિશામાં બીલી પત્રના વૃક્ષને વાવવાથી ઘરમાં પોઝિટિવિટિ બની રહે છે. જો કે ઉત્તર-પશ્ચિમ દિશામાં વૃક્ષ ન વાવી શકાય તો એવા સમયે વૃક્ષને ઘરની ઉત્તર દિશામાં પણ વાવી શકાય છે.

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પણ બીલી વૃક્ષનું મહત્વ

image source

એવું માનવામાં આવે છે કે વાસ્તુ દોષ દુર કરવા માટે પણ બિલ્વ વૃક્ષને ઘરની બહાર અથવા આસપાસ લગાડવામાં આવે છે. આ ઉપરાંત એવું પણ કેહવાય છે કે આઠમ, ચૌદશ અને અમાસ તિથિએ બીલીપાન તોડવા જોઇએ નહીં. આ તિથિઓમાં બિલ્વ પત્ર તોડવા વર્જિત માનવામાં આવે છે. કારણ કે બીલી વૃક્ષને પણ શિવજીના સ્વરૂપ તરીકે ગણવામાં આવે છે. બિલ્વ વૃક્ષના જુદા જુદા ભાગોમાં માતા પાર્વતીના અંશ રહેલા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત