Site icon News Gujarat

વાહ રે વાહ… બસ આ તારીખથી પેટ્રોલ-ડિઝલના ભાવમાં થશે મોટો ઘટાડો, મંત્રાલાયમાં લેશે નિર્ણય

નાણા મંત્રાલય દ્વારા ટેક્સ ઘટાડવામાં આવશે, હાલમાં કેન્દ્ર સરકાર રાજ્યોની સરકારની સાથે વાતચીત કરી રહી છે; તા. ૧૫ માર્ચ, ૨૦૨૧ સુધીમાં ભાવમાં ઘટાડો આવી શકે છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘણી ઝડપથી ઘટી શકે છે. નાણા મંત્રાલય દ્વારા પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીને ઘટાડો કરવાનું આયોજન કરી રહી છે. ત્યાં જ છેલ્લા ત્રણ દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો જોવા મળ્યો નથી.

image source

તા. ૧૫ માર્ચ, ૨૦૨૧ સુધીમાં પેટ્રોલ- ડીઝલના ભાવ ઘટી શકે છે.

ખબર એવી મળી રહી છે કે, તા. ૧૫ માર્ચ, ૨૦૨૧ સુધીમાં ટેક્સને ઘટાડવા બાબતે નિર્ણય લેવામાં આવે તેવી સંભાવના છે. ત્યાં જ સરકારી સુત્રોના જણાવ્યા પ્રમાણે ટેક્સ ઘટાડવા મુદ્દે જલ્દી જ નિર્ણય કરવામાં આવી શકે છે. છેલ્લા ૧૦ મહિના દરમિયાન ક્રૂડના ભાવમાં બે ગણો વધારો જોવા મળ્યો છે. આવી રીતે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વર્તમાન સમયમાં સરેરાશ ૯૨ રૂપિયા અને ૮૬ રૂપિયાને પાર કરી ગયો છે. જયારે દેશના ઘણા બધા શહેરોમાં પેટ્રોલના ભાવ ૧૦૦ રૂપિયાને પાર કરી ગયા છે. આવા સમયે ચારે બાજુથી વધતા જતા દબાણના લીધે સરકાર દ્વારા એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરી શકે છે.

image source

કેન્દ્ર સરકાર એક્સાઈઝ ડ્યુટી અને રાજ્ય વેટ લાગુ કરી શકે છે.

કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી લાગુ કરે છે, ત્યાં જ રાજ્ય સરકાર દ્વારા વેટ લગાવવામાં આવે છે. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન સરકારી અધિકારીઓ અને કોર્પોરેટ ટેક્સને ઘટાડવાની માંગ મુકવામાં આવી છે. કેટલાક દિવસ પહેલા જ સાંસદ સુબ્રમણ્યમ સ્વામી દ્વારા આ વાત કહીને નિંદા કરતા કહ્યું છે કે, રામના ભારતમાં પેટ્રોલ ૯૩ રૂપિયામાં મળે છે ત્યાં જ રાવણની લંકામાં ૫૧ રૂપિયામાં પેટ્રોલ મળે છે અને સીતાના નેપાળમાં ૫૩ રૂપિયામાં પેટ્રોલ મળે છે.

image source

પેટ્રોલીયમ ઉત્પાદનને GST માં સામેલ કરવું જોઈએ.

સોમવારના રોજ સરકારના મુખ્ય આર્થિક સલાહકાર કે. વી. સુબ્રમણ્યમ દ્વારા કહેવામાં આવ્યું છે કે, પેટ્રોલીયમ ઉત્પાદનનો GST હેઠળ લાવી દેવા જોઈએ. ભારતમાં હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પર ડબલ ટેક્સ લાગી રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા ૧૨ મહિનામાં બે વાર એક્સાઈઝ ડયુટીને વધારી દેવામાં આવી છે. સરકાર સામાન્ય નાગરિકોને ક્રૂડના ભાવમાં ઘટાડો કર્યાનો લાભ આપવાને બદલે જાતે જ રેવન્યુ વધારવા પર ધ્યાન આપી રહી છે.

image source

રાજ્યોની સાથે ચર્ચા કરવામાં આવી રહી છે.

નાણા મંત્રાલય આ વિષયમાં ઘણા રાજ્યોની સાથે ચર્ચા કરી રહ્યા છે કે, ટેક્સ ઘટાડવામાં આવે. ત્યાં જ પંજાબ, બંગાળ, અસમ સહિત કેટલાક રાજ્યોમાં પેટ્રોલિયમ ઉત્પાદનો પર લાગુ કરવામાં આવેલ ટેક્સને ઘટાડો કરી દેવામાં આવ્યો છે. આ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. કેન્દ્ર સરકારને એવું લાગે છે કે, પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવ ચૂંટણીમાં તેમની વિરોધમાં કામ કરી શકે છે. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણએ હાલમાં જ કહ્યું હતું કે, અમે આ વાત કહી શકીએ નહી કે, ટેક્સમાં ક્યારે ઘટાડો કરવામાં આવશે. જો કે, અમે રાજ્યોની સાથે આ વિષે વાત કરી રહ્યા છે. ૫.૫૬ લાખ કરોડ રૂપિયાની રેવન્યુ મળી.

image source

તા. ૩૧ માર્ચ, ૨૦૨૦ના રોજ પૂર્ણ થયેલ નાણાકીય વર્ષમાં કેન્દ્ર અને રાજ્ય સરકારએ પેટ્રોલિયમ ક્ષેત્ર માંથી જ ૫.૫૬ લાખ કરોડ રૂપિયાની રેવન્યુ મેળવી લીધી હતી. ત્યાં જ એપ્રિલ,૨૦૨૦ થી ડીસેમ્બર, ૨૦૨૦ દરમિયાન ૪.૨૧ લાખ કરોડ રૂપિયાની રેવન્યુ મેળવી લીધી છે. જો કે આ ત્યારે થઈ ગયુ જયારે પેટ્રોલિયમ ઉત્પાદનની માંગ ઘટી ગઈ હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version