જાહેરાત: ગુજરાતની 8 અને MPની 28 બેઠકની પેટાચૂંટણી જાહેર, નવરાત્રી નહીં થાય પણ એ જ સમયે પેટાચૂંટણીનો પ્રચાર કરવા આપવામાં આવી છૂટ

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકોની પેટાચૂંટણી આજે જાહેર કરવામાં આવી છે. આગામી 3 નવેમ્બરે ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણીઓ માટે મતદાન થશે અને 10 નવેમ્બરે મતગણતરી કરવામાં આવશે. આ 8 બેઠકોની પેટાચૂંટણીઓ માટે 9થી 16 ઓક્ટોબર સુધીમાં ઉમેદવારો પોતાનો ફોર્મ ભરી શકશે. ચુંટણીની જાહેરાત સાથે જ આજથી ગુજરાતમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે.

image source

જણાવી દઈએ કે રાજ્યસભાની ચુંટણી પહેલા કપરાડામાંથી જીતુ ચૌધરી, ડાંગમાંથી મંગળ ગાવિત, લીંબડીમાંથી સોમા પટેલ, ગઢડામાંથી પ્રવિણ મારૂ, ધારીમાંથી જે.વી.કાકડીયા, મોરબીમાંથી બ્રિજેશ મેરજા, કપરાડામાંથી અક્ષય પટેલ અને અબડાસામાંથી પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજીનામાં આપ્યાં હતાં.

image source

જેને પગલે આ બેઠકો ખાલી પડી છે. હવે આ બેઠકો પર ચુંટણી જાહેર કરવામાં આવતાં ભાજપ, કોંગ્રેસ તેને જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. બંને પક્ષો અત્યારથી જ તેમની જીતના દાવા કરી રહ્યા છે. કોરોનાના વધેલા આંકડા, બેરોજગારી અને મંદીના મુદ્દા સાથે ભાજપ સરકારને ઘેરશે.

image source

કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તેના કારણે રાજ્ય સરકાર દ્વારા આગામી વાઈબ્રન્ટ નવરાત્રી મહોત્સવ ન યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. જેથી ગુજરાતમાં નવરાત્રી ઉત્સવ નહીં યોજાય, પરંતુ તે વચ્ચે રાજ્યમાં 8 બેઠકની પેટાચુંટણીનો પ્રચાર જોરશોરથી કરવાની છૂટ આપવામાં આવી છે. એક તરફ લોકોને નવરાત્રિ રમવાની છૂટ નથી પરંતુ બીજી બાજુ ચૂંટણીપંચે નવરાત્રિમાં જ રાજકીય પક્ષો ચૂંટણી પ્રચાર કરશે.

image source

ગત શનિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જ જાહેર કરી દીધું છે કે કોરોનાના કારણે જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાનારા વાઈબ્રન્ટ નવરાત્રી મહોત્સવને રદ કરાયો છે. આ વાતથી સ્પષ્ટ થઈ ગયું છે કે રાજ્યમાં નવરાત્રિ થશે નહીં. પરંતુ ચુંટણી અને પ્રચાર તો ચોક્કસથી થશે હવે જોવાનું રહ્યું કે લોકોમાં આ વાતનો રોષ કેટલો જોવા મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત