કોરોનાને એક વર્ષ પૂર્ણ…ઘણાંના પરિવારમાં એકનું મોત થયું, તો ઘણાંનો આખો પરિવાર જ વિખેરાઇ ગયો, જોઇ લો આ તસવીરો જે ઘણું બધુ કહી જાય છે..

જીવનમાં ક્યારેય ન ભૂલી શકાય એવા લોકડાઉનના દિવસોની આવી ગઈ બર્થ ડે, લોકો મહિનાઓ સુધી રહ્યા હતા ઘરમાં જ કેદ.

ગયા માર્ચ મહિનામાં ઇતિહાસમાં ક્યારેય ન બન્યું હોય એ બનવા પામ્યું હતું. ભારત સહિત સમગ્ર દેશમાં કોરોના લોકોના જીવ ભરખી રહ્યો હતો અને આખી દુનિયા એને નાથવા બનતા પ્રયત્ન કરી રહી હતી. ભારતમાં પણ કોરોનાએ માઝા મૂકી હતી એવામાં આ વાયરસથી બચવા માટે લોકડાઉન સિવાય કોઈ ઉપાય નહોતો.

image source

જીવલેણ કોરોના મહામારીના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરેલાં જનતા કરફ્યુને એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે. પણ આજે એક વર્ષ પછી પણ સ્થિતિમાં કઈ ખાસ સુધારો જોવા નથી મળી રહ્યો. અને એટલે જ હાલ સોશિયલ મીડિયા પર આ અંગે ઘણી પ્રતિક્રિયાઓ મળી રહી છે.

image source

એવી કોમેન્ટ થઇ રહી છે કે, હવે દેશમાં આ દિવસો ય ઉજવવામાં આવે તો જરાય નવાઇ નહીં, જેમ કે, 22મી માર્ચ રાષ્ટ્રીય થાળી વાટકા વગાડો દિન, રાષ્ટ્રીય જનતા કરફ્યુ દિવસ, 24મી માર્ચ રાષ્ટ્રીય લોકડાઉન દિન, 5મી એપ્રિલ દિવડા મીણબત્તી દિવસ.

તમને જણાવી દઈએ કે ગુજરાતમાં સૌપ્રથમ અમદાવાદની સિવિલ હોસ્પિટલ કેમ્પસના D-9 વોર્ડમાં કોરોનાના પ્રથમ શંકાસ્પદ કેસની સારવાર શરૂ કરવામાં આવી હતી.

જો કે 4 ફેબ્રુઆરીએ D-9 માં થાઇલેન્ડથી આવેલા આ શંકાસ્પદ દર્દીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને ન્યૂમોનિયાનું નિદાન થયેલો હોવાનું જણાયું હતું. ત્યાર બાદ રાજ્યમાં સૌથી પહેલો કોરોના પોઝિટિવ કેસ રાજકોટમાં મળી આવ્યો હતો.

ભારતમાં હવે 22 માર્ચની તારીખ એ જનતા કર્ફ્યૂના નામે ઓળખાવા લાગી છે. આ તારીખે ગયા વર્ષે લોકોને કેટલીય સારી નરસી યાદો આપી છે.

image source

આપના વડાપ્રધાન મોદીની એક અપીલ અને જાણે આખો દેશ થંભી ગયો હતો.

રસ્તાઓ સુમસામ, દુકાનોના શટર બંધ, વાહનોના પૈડા રોકાઈ ગયા, પાર્ક, મોલ, રેસ્ટોરંટ, દુકાનો, જાહેર રસ્તાઓ, સ્થળો, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, હવાઈ અડ્ડા, આ તમામ વસ્તુઓ જાણે કોઈ અજાણી શક્તિએ તેના પર પકડ બનાવી હોય તેમ ટપોટપ બંધ થઈ ગયા હતા.

જ્યારે 19 માર્ચે પહેલો કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યો એ પછી સાવચેતીના ભાગ રૂપે અમદાવાદની સિવિલમાં 1200 બેડની કોવિડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી. એ દિવસ હતો 7 એપ્રિલ, 2020નો. જ્યાં કોરોના દર્દીઓની સારવાર કરવામાં આવતી હતી, એ પછી અમદાવાદની એસવીપી હોસ્પિટલ અને રાજ્યની અન્ય સરકારી હોસ્પિટલોમાં કોરોના સારવાર માટેની વ્યવ્સ્થા ઊભી કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કોરોના વાયરસના કહેરને કારણે જનતા કરફ્યુના બીજા દિવસથી દેશભરમાં લોકડાઉન લગાવામાં આવ્યું હતું. એ પછી રસ્તાઓ સાવ સુમસામ થઈ ગયા હતા એટલી હદે સુમસામ કે કેટલાક વનયજીવો આ નીરવ શાંતિના કારણે મુખ્ય સડકો પર દેખાયા હતા.

ફક્ત સુરક્ષા જવાનો પહેરો આપી રહ્યા હતા. લોકો પોતાના જ ઘરોમાં કેદ થવા મજબૂર બન્યા હતા.દરેકને આ મહામારી સામે લડવાનું હતું. તેથી સૌ કોઈ પોત-પોતાની રીતે યોગદાન આપી રહ્યા હતા.

image source

કોરોનાની સારવાર દરમિયાન દર્દી સાથે સીધા સંપર્કમાં આવવાથી 52 હેલ્થવર્કરે પોતાનો જીવ ગુમાવ્યો, જેમાં તબીબ, નર્સ તથા અન્ય કર્મચારીઓ કે જેઓ સીધી રીતે કોરોનાની સારવારમાં જોડાયેલા હતા.

જ્યારે રાજ્યભરમાં કુલ 4442 તબીબોની સાથે અન્ય આરોગ્ય વિભાગનો અન્ય સ્ટાફ કોરોના સંક્રમિત થયોરાજ્યમાં 1280 મહિલા એવી હતી કે જેમને કોરોનાનું સંક્રમણ હતું અને તે સગર્ભા હતી. તેમ છતાં ડોક્ટરોએ યોગ્ય રીતે સારવાર કરી હતી, જેમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કુલ 174 સગર્ભા મહિલાઓનો ઇલાજ થયો છે.

image source

તો હવે હાલના દિવસોમાં આ દિવસોને એક વર્ષ પુરૂ થવાની વરસી પર લોકોએ ટ્વિટર અને સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ ચલાવ્યા હતા. લોકો હજૂ પણ એ દિવસો ભૂલ્યા નથી, કે જ્યારે સમગ્ર દેશમાં વડાપ્રધાન મોદીની એક અપીલ પર તાળી, થાલી અને દીવડાઓ પ્રગટાવી સમગ્ર વિશ્વને એક મિશાલ બતાવી હતી.

22 માર્ચ 2020માં એટલે કે જનતા કરફ્યુના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલના પગલે સવારે 7 વાગ્યાથી લઈને રાતના 9 વાગ્યા સુધી લોકો પોતાના ઘરોમાં કૈદ થઈ ગયા હતા. બજારોથી લઈને સાર્વજનિક જગ્યાઓ, વાહનો, ઓફિસો અને તમામ દુકાનો બંધ થઈ ગઈ હતી.

image source

જો કે, સુરક્ષા કર્મી, પ્રેસ, સ્વાસ્થ્યકર્મી અને સફાઈકર્મીઓ આ દિવસોમાં પણ મહેનત કરતા રહ્યા હતા. જનતા કર્ફ્યૂમાં પીએમ મોદીએ લોકોને કોરોના કમાંડોઝ એટલે પ્રેસ, સ્વાસ્થ્યકર્મી, સફાઈકર્મી, પોલીસને તાલી, થાળી અને દીવડા પ્રગટાવીને ધન્યવાદ કરવા જણાવ્યું હતું

કોરોના વાયરસનો પ્રથમ કેસ ભારતમાં 30 જાન્યુઆરી 2020ના રોજ આવ્યો હતો.ત્યારે કોઈને ખબર નહોતી કરી આ કોરોનાથી ક્યારે છુટકારો મળશે.

હાલ 2021નું વર્ષ ચાલી રહ્યુ છે, પણ હજૂ આ વાયરસ જવાનું નામ નથી લેતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!