આ એક ભૂલને કારણે આ ગુજરાતી બિઝનેસમેનનું લિફ્ટમાં ફસાઇ જવાથી થયુ મોત

ઇલેકટ્રોનિક્સ શો રૂમની ચેઈનના ડાયરેક્ટરનું લિફ્ટ નીચે ચગદાઈ જવાથી મોત

લિફ્ટમાં થતી દુર્ઘટના કિસ્સા આપે અનેક વખત સાંભળ્યાં હશે. લિફ્ટનો જો સાવધાનીથી ઉપયોગ ના કરવામાં આવે તો દુર્ઘટના જીવલેણ સાબિત થઇ શકે છે. લિફ્ટમાં થોડી લાપરવાહીને કારણે અનેક વખત આવી દુર્ઘટનાઓ બનતી રહે છે. મુંબઇ વર્લીમાં રવિવારે ૬ સપ્ટેમ્બરે આવી જ એક દુર્ઘટના ઘટી, જેમાં મુંબઇના રિટેલ ચેન કંપનીના માલિકનું કમકમાટીભર્યું મોત નિપજ્યું.

image source

સદભાગ્યે તેમની દીકરી રેશમનો આબાદ બચાવ થયો. કેવી રીતે ઘટી દુર્ઘટના જાણીએ. મુંબઇમાં રિટેલ ચેન કોહિનૂર ઇલેક્ટ્રિોનિક્સના ડાયરેક્ટરનું લિફ્ટમાં દબાઇ જવાથી રવિવારે નિધન થઇ ગયું. તે તેમના મિત્ર પાસે જઇ રહ્યાં હતા. જો કે લિફ્ટ આવતા પહેલા જ અંદર જતા રહ્યા, જેમાં તે કચડાઇ ગયા અને તેમનું કમકમાટી ભર્યુ મોત થઇ ગયું. મુંબઇ મિરરના અહેવાલ મુજબ તેમના મિત્રે ઘટનાની જાણકારી આપતા જણાવ્યું કે, રવિવાર, છ સપ્ટેમ્બરની સાંજે ૪૬ વર્ષીય વિશાલ મેવાણી તેમની ઓફિસનું કામ પુરુ કરીને તેમની દીકરી રેશમાની સાથે એક મિત્રને ત્યાં ગયા હતા.

image source

વિશાલ મેવાણી તેમની દીકરી રેશમા સાથે તેમના મિત્રને ત્યાં મુંબઇ વર્લીમાં બ્યૂના નામની ટૂ સ્ટોરી બિલ્ડિંગમાં ગયા હતા, જ્યાં આ દુર્ઘટના ઘટી. વિશાલ મેવાણીના મિત્રને મળવા જઇ રહ્યાં હતા. તેમણે બિલ્ડિંગની લિફ્ટનું 2 નંબરનું બટન પ્રેસ કર્યું પરંતુ લિફ્ટ આવતા પહેલા જ તે અંદર જતાં રહ્યાં.જ્યારે તેમને અહેસાસ થયો કે લિફ્ટ તો તેમની ઉપર છે કે તે તરત બહાર નીકળવા માટે પ્રયાસ કર્યો.

image source

જો કે આ દરમિયાન લિફ્ટે તેમને કચડી નાખ્યા. ઘટના બાદ તરત જ ફાયર ટીમને બોલાવવામાં આવી અને વિશાલને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લઇ જવાયા, જો કે તે દરમિયાન તેમનું નિધન થઇ ગયું હતું. વિશાલ મેવાણીના દાંતમાં કોઇ પ્રોબ્લેમ હતો, જેથી તે તેમના મિત્રને મળવા જઇ રહ્યાં હતા કે, તે કોઇ સારો ડેનટિસ્ટ સજેસ્ટ કરે. આ દુર્ઘટનામાં તેમની દીકરીનો આબાદ બચાવ થયો.

image source

લિફ્ટ સાફ્ટની અંદર ગયા જે ગ્રાઉન્ડ ફ્લોરના લેવલ ઉપર જ હતું પરંતુ એલીવેટર કાર બીજા માળે ફસાયેલી હતી. તે જ વખતે લિફ્ટનો દરવાજો બંધ થયો અને એલીવેટર તેમના માથા ઉપર પડી. ‘વિશાલને દાંત દુખતો હતો. તેઓ પોતાના એક મિત્રના પરિચિત ડેન્સ્ટિસ્ટોને મળવા વરલી ગયા હતા. તેઓ દાંતના દુખાવાના ઈલાજ માટે ડોક્ટરને મળવા માગતા હતા,’ એમ પોલીસના એક સૂત્રએ કહ્યું હતું.

image source

‘વિશાલ મેવાણીની પુત્રી રેશમ બનાવ સમયે એમની સાથે હતી અને તેઓ બંને લિફ્ટમાં સાથે જ ચડવાના હતા. પરંતુ રેશમ લિફ્ટની રાહ જોતી ઊભી રહી અને એના પિતા ઉતાવળમાં શાફ્ટમાં પ્રવેશી ગયા,’ એમ એમના એક પારિવારિક મિત્રએ જણાવ્યું હતું. વરલી પોલીસે આ બનાવ સંબંધમાં અકસ્માત મૃત્યુનનો રિપોર્ટ નોંધ્યો છે. પોલીસે કહ્યું કે, અમે એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ રજીસ્ટર કરી છે અને આગળ તપાસ કરી રહ્યા છીએ. સૂત્રોએ કહ્યું કે, લગભગ તો ટેકનિકલ ખામીને લીધે અકસ્માત થયો છે. જોકે લિફ્ટનું છેલ્લુ ક્યારે મેઈનટેનન્સ થયુ તેની પણ તપાસ કરવામાં આવશે. મેવાણીની ઈલેક્ટ્રોનિક્સ આઈટમોની રિટેલ સ્ટોર્સની ચેઈન છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત