Site icon News Gujarat

વાહ જી વાહ…બસ એક ફ્લેટના ભાવે અહીં વેચાઈ રહ્યું છે આખું ગામ, શું તમારે ખરીદવુ છે?

લો બોલો…અહીંયા ફ્લેટના ભાવે વેચાઈ રહ્યું છે આખે આખું ગામ, જાણી લો આવું તો બીજું ઘણું બધું.

તમને જાણીને આશ્ચર્ય થશે કે સ્પેનના ઘર નહિ પણ બે આખા ગામ વેચાઇ રહ્યા છે અને તે પણ લંડનમાં ફ્લેટના જેટલા ભાવ છે તે જ ભાવે.
તમને જણાવી દઈએ કે ઉત્તર-પશ્ચિમ સ્પેનના જેરડિજ અને અલ-મોરટોરિયો ગામ હવે સંપૂર્ણપણે ખાલી થઇ ચૂક્યા છે. અહીંના રહેતા લોકો રોજગારીની તલાશમાં સ્થળાંતર કરી ચૂક્યા છે.આ બંને ગામની વેચાણ કિંમત 369000 પાઉન્ડ રખાઇ છે, જે લંડનમાં ફ્લેટના ભાવ જેટલી જ છે. સ્પેનના આ બંને ગામમાં 12થી વધુ ઘર અને 20 પ્લોટ છે.

image source

ખાડામાં ન્હાય છે આ વ્યક્તિ

હવે ઇન્ડોનેશિયામાં એક વ્યક્તિઓનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં આ વ્યક્તિ તેના વિસ્તારના એક રસ્તા પર પડેલા ખાડામાં પહેલા માછલી પકડતો દેખાઈ રહ્યો છે અને પછી આ જ ખાડામાં નહાતો દેખાય છે.

image source

આ વ્યક્તિએ આવું ખરાબ રસ્તાની સમસ્યા તરફ સત્તાવાળાઓનું ધ્યાન દોરવા માટે કર્યું હતું. આ વીડિયો સામે આવ્યા બાદ વેસ્ટ નૂસા તેંગારા પ્રાંતના અધિકારીઓએ કહ્યું કે આ રસ્તા પરના ખાડાં ટૂંક સમયમાં પૂરી દેવાશે.

આવું તે કેવુ માસ્ક?

મેક્સિકોના એક વૈજ્ઞાનિક ગુસ્તાવો અકોસ્ટા અલ્ટમામિરાનો પોતાની નવી શોધ પોતાના નાક પર દર્શાવી રહ્યા છે. વાત જાણે એમ છે કે, તેમણે નેસલ માસ્કની શોધ કરી છે.

image source

આ માસ્ક એવું છે જે તમારે માત્ર નાક પર પહેરવાનું છે. તમને ખ્યાલ જ હશે કે આપણે કોરોના કાળમાં સતત માસ્ક પહેરી રાખવુ પડે છે અને જ્યારે પણ કંઈ ખાવું-પીવું હોય ત્યારે માસ્કને કાઢી નાખવુ પડે છે. એવા સમયમાં આ મેક્સિકન વિજ્ઞાનીકએ બનાવેલા માસ્કની રચના એવી કરવામાં આવી છે જેમાં નાક માસ્ક દ્વારા ઢાંકયેલું રહે છે જ્યારે તમારું મોં ખુલ્લુ રહે છે.

વિશ્વનું સૌથી મોટું કેનવાસ પેઇન્ટિંગ

એક હરાજીમાં વિશ્વનું સૌથી મોટું કેનવાસ પેઇન્ટિંગ આશરે 450 કરોડ રૂપિયામાં વેચાયું છે. બ્રિટિશ આર્ટિસ્ટ સાચા જાફરીએ ‘જર્ની ઑફ હ્યુમેનિટી’ શીર્ષકવાળું આ પેઇન્ટિંગ બનાવ્યું છે.

image source

આ પેઇન્ટિંગ બનાવવા માટે તેમને 1,065 પેઇન્ટ બ્રશ અને 6,300 લિટર પેઇન્ટનો ઉપયોગ કર્યો છે અને આ પેઇન્ટિંગની તમામ 70 ફ્રેમ દુબઇમાં રહેતા ફ્રેન્ચ બિઝનેસમેન આન્દ્રે અબ્ડોને ખરીદી છે.

image source

તમને જણાવી દઈએ કે આ પેઇન્ટિંગની હરાજી દ્વારા મળેલી રકમ આખી દુનિયાના બાળકોની સુખાકારી માટે વપરાશે. હરાજીમાં વેચાયેલી આ પેઇન્ટિંગ કુલ 17,176 સ્ક્વેર ફૂટમાં એટલે કે 6 ટેનિસ કોર્ટ જેટલી જગ્યામાં બનેલું છે. તેને વિશ્વના સૌથી મોટા આર્ટ કેનવાસ તરીકે ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ સ્થાન મળ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ :divyabhaskar)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version