નાના અમથા સીમ કાર્ડ પર આ કલાકારે દોરી સોનૂ સૂદની તસવીર, આ વિશે સોનુ સૂદે કહ્યું કે….જોઇ લો અંદરની તસવીર તમે પણ

એક કલાકારે સોનુ સૂદની તસ્વીર સીમ કાર્ડ પર દોરી – જાણો સોનુ સૂદે શું કહ્યું

લોકડાઉન દરમિયાન શહેરો તેમજ પોતાના વતનથી દૂર રૂપિયા તેમજ ખોરાક વગર રઝળી પડેલા ગરીબ મજૂરોની મદદ કરીને સોનુ સૂદ આજે દેશના હીરો બની ગયો છે. અને લોકો તેમની આ દરિયાદીલી પર ઓવારી ગયા છે. કોઈકે પોતાની દૂકાનનું નામ સોનું સૂદ રાખ્યું છે તો વળી કોઈએ પોતાના બાળકનું નામ સોનું રાખ્યું છે. તો વળી આ કલાકારે તો નાનકડા એવા સીમ કાર્ડ પર સોનું સૂદનો સુંદર પોર્ટ્રેઇટ બનાવીને બધાને ચોંકાવી દીધા છે. આપણે બધા એ તો જાણીએ જ છીએ કે સીમ કાર્ડની સાઇઝ કેટલી નાની હોય છે તેના પર એક વ્યક્તિનું નામ લખવું પણ મુશ્કેલ છે ત્યાં સોનું સૂદની તસ્વીર પેઇન્ટ કરવી તો કેટલી અઘરી હશે. પણ આ કલાકારે આ કરી બતાવ્યું છે.

image source

સોનુ સૂદ પણ તેના આ ફેનની કારીગરીથી ખૂબ જ ઇમ્પ્રેસ થઈ ગયો છે. આ ફેને સીમ કાર્ડ પર સોનું સૂદની તસ્વીર દોરી છે અને તેની એક તસ્વીરને તેણે પોતાના ટ્વીટર અકાઉન્ટ પર શેર કરી છે. કલાકારનું નામ છે સોમીન, તેણે પોતાના ટ્વીટર અકાઉન્ટ પર પોતાની કલાકારી પ્રદર્શિત કરતી એક તસ્વીર શેર કરી છે. અને સોનુ સૂદના કામને બીરદાવ્યું છે.

સોનુ સૂદે પણ આ ટ્વીટરને પોતાના ટ્વીટર અકાઉન્ટ પર રીટ્વિટ કર્યું છે. અને કલાકારની કલાને બીરદાવી છે. આ એક પોસ્ટ ટ્વીટર પર આજકાલ ખૂબ જ વાયરલ થઈ રહી છે તેને એક જ ધડાકે 14000 લાઇક્સ પણ મળી ગઈ છે. અને નેટિઝન્સ તેને ખૂબ પસંદ પણ કરી રહ્યા છે. કેટલાકે પેઇન્ટીંગના વખાણ કર્યા છે તો વળી કેટલાકે સોનું સૂદના કામના વખાણ કર્યા છે અને તેને રીયલ હીરો તરીકે બિરદાવ્યો છે.

કોરોના વાયરસની મહામારીમાં જે રીતે સોનુ સૂદે જરૂરિયાતમંદ લોકોની મદદ કરી છે તેનાથી તે નેશનલ હીરો બની ગયા છે. લોકડાઉન દરમિયાન મે મહિનામાં સોનુ સુદે પ્રવાસી મજૂરોને પોતાના વતન પાછા મોકલવા માટે વિવિધ રાજ્યો માટે ઘણીબધી બસોની વ્યવસ્થા કરી આપી હતી. જુલાઈમાં સોનુ સૂદને સોશિયલ મિડિયા પર ખૂબ પ્રેમ મળ્યો કારણ કે તેમણે શાક વેચવા માટે મજબૂર થયેલા કમ્પ્યુટર એન્જિનિયરને જોબ ઓફર કરી હતી.

આ એન્જિનિયરને તેની કંપનીમાંથી છુટ્ટો કરી દેવામાં આવ્યો હતો. આ સિવાય સોનુ સૂદે ફિલિપાયિન્સમાં ફસાઈ ગયેલા ભારતીયોને પાછા લાવવા માટે ખાસ ફ્લાઇટની વ્યવસ્થા પણ કરી હતી. તો વળી બેંગલુરુમાં ફસાઈ ગયેલા મજૂરોને પણ તેમના ઘરે પાછા મોકલવા માટે પણ તેમણે ફ્લાઇટની વ્યવસ્થા કરી હતી.

આ પહેલાં પણ જ્યારથી કોરોના વાયરસની મહામારી ચાલુ થઈ છે અને લોકડાઉ જાહેર થયું હતું તે વખતે પણ સોનું અને તેની હોટેલ લોકોને મફત ભોજન આપતું હતું. તો વળી તેમણે પોતાની હોટેલને હોસ્પિટલ બનાવવા માટે પણ ઓફર કરી હતી. સોનું સૂદે જરૂરિયાતમંદ લોકોને મદદ કરવામાં પાછું વાળીને નથી જોયું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત