Twitter યુઝર્સ ધ્યાન આપે, બદલાવા જઈ રહ્યો છે Retweet કરવાની રીત, ચાલો જાણીએ આગળ કેવી રીતે કરવાનું રહેશે.

ટ્વીટરએ પોતાના કેટલાક યુઝર્સ પર આ નવા ફીચરનો પ્રયોગ કરીને આ જાણકારી મેળવી હતી.

Twitter ના યુઝર્સ માટે ઘણા કામની છે આ ખબર. હવે Twitter એપમાં એક મોટું પરિવર્તન થવા જઈ રહ્યું છે. Twitter કંપનીએ હવે Retweet કરવાની રીતને જ પૂરી રીતે બદલવા જઈ રહી છે. ત્યાર બાદ Twitter યુઝર્સને નવો અનુભવ મળશે. માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વીટર પર ખોટી ખબરો અન નફરત ભરેલ વિષય સામગ્રીને અટકાવવા માટે એક નવા ફીચર ‘રીડ બીફોર યુ રીટ્વીટ’ ને લોન્ચ કરવા જઈ રહ્યા છે.

image source

આ નવું ફીચર એન્ડ્રોઈડ યુઝર્સે માટે છે જેથી તેઓ કોઈ પણ લેખને રીટ્વીટ કરતા પહેલા ખોલીને એકવાર વાંચી શકે. આ સોશિયલ નેટવર્કિંગ કંપનીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે, કેટલાક લોકો ટ્વીટ વાંચી લીધા પછી તેને રીટ્વીટ કરવાનો વિચાર છોડી દેતા હોય છે.

આ જ વાત ટ્વીટર પણ ઈચ્છે છે, કેમ કે, આ શ્રેણીના ટ્વીટ મોટાભાગે રીટ્વીટ કરવાને લાયક હોતા નથી. એની પહેલા ટ્રાયલ બેસીસ પર જુન મહિનામાં ટ્વીટરએ એન્ડ્રોઈડ પર એક ‘ઇન્ફોર્મલ ડિસ્કશન’ ના નામનું ફીચર શરુ કર્યું હતું.

image source

ટ્વીટર કંપની દ્વારા રીટ્વીટ કરવાના નવા ફીચરની મદદથી જો કોઈ ટ્વીટર યુઝર્સ કોઈ લીંક કે પછી લેખને વાંચ્યા વિના જ રીટ્વીટ કરવાનો નિર્ણય કરે છે તો ટ્વીટર એપ આવા યુઝર્સને શેર કરતા પહેલા વાંચવા માટે જાતે જ યાદ અપાવશે. આ વિષે ટ્વીટરનું કહેવું છે કે. વાંચ્યા વિના જ કોઈ ટ્વીટ કે પછી લેખને આગળ વધારવાનું ટ્વીટર યુઝર માટે ઘાતક સાબિત થઈ શકે છે.

image source

ટ્વીટર કંપનીએ પોતાના કેટલાક પસંદીદા ટ્વીટર યુઝર્સ પર આ નવા રીટ્વીટ કરવાના ફીચરનું ટ્રાયલ કર્યું છે. આ ટ્રાયલ પરથી એવી ખબર પડી હતી કે, એને જોયા પછી ચાલીસ ફીસદી જેટલા લોકો લેખ કે પછી ટ્વીટને ખોલીને વાંચી રહ્યા છે ત્યાર બાદ આ પણ જોવામાં આવ્યું છે કે, રીટ્વીટ કરતા પહેલા કોઈ પણ લેખ કે પછી મેસેજને વાંચવાની પ્રવૃતિમાં 33 ફીસદી જેટલા વાંચકોનો વધારો જોવા મળ્યો છે.

image source

ટ્વીટર કંપની દ્વારા આ નવા રીટ્વીટ કરવાના ફીચર ખાસ કરીને ટ્વીટર પર ફેલાવવામાં આવતી નકારાત્મક ખબરો અને નકલી ખબરોને અટકાવવા માટે ખુબ જ મદદગાર સાબિત થઈ શકે છે. એટલા માટે ટ્વીટર કંપની દ્વારા કોઇપણ લેખ કે પછી ટ્વીટને રીટ્વીટ કરતા પહેલા યુઝરએ એકવાર જાતે જ વાંચવાનું રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત