Site icon News Gujarat

એક સમયે માર્કેટની લીડર ગણાતી આ મોબાઇલ કંપની હવે થઇ જશે બંધ!, જાણી લો જલદી તમે પણ

એક સમયે માર્કેટની લીડર ગણાતી આ દિગ્ગજ કંપની મોબાઇલનું પ્રોડક્શન બંધ કરશે!

દુનિયાની 10મી સૌથી મોટી ઈલેક્ટ્રોનિક્સ કંપની LG, હવે સ્માર્ટફોન સેગમેન્ટમાંથી એક્ઝિટ કરવાની તૈયારીમાં છે. કંપનીના એક અધિકારીના જણાવ્યાનુસાર, કંપની સ્માર્ટફોન કારોબારથી દૂર થવા પર અને બિઝનેસ ઘટાડવા સહિતના પાસાઓ પર વિચાર કરી રહી છે. ભારતના સ્માર્ટફોન માર્કેટમાં LGનો માર્કેટ શેર 0.5%થી પણ ઓછો છે. વર્ષ 2011માં તેનો માર્કેટ શેર 7% હતો. રિસર્ચ ફર્મ કાઉન્ટરપોઈન્ટ પ્રમાણે, 2018માં ગ્લોબલ માર્કેટમાં તેનો માર્કેટ શેર 3% હતો. ત્યારે કંપની સાતમા નંબરે હતી.

ત્યારબાદ તે ટૉપ-7માંથી બહાર થઈ ગઈ. દુનિયાભરમાં ઇન્ટરનેટ ડેટા સસ્તો અને મોબાઇલ ફોનની માંગ વધી રહી છે તે છતા એક મોટી મોબાઇલ કંપનીને પોતાના વેપાર સમટવો પડી રહ્યો છે. વાત ગળે ઉતરે તેવી નથી પણ સત્ય છે. ઇલેક્ટ્રોનિક ઉત્પાદોના માર્કેટ લીડર એલજી (LG) પોતાનો મોબાઇલ ફોનનો વેપાર બંધ કરી શકે છે. એક સમયે આખી દુનિયામાં પોતાના શાનદાર સ્માર્ટફોન્સનો ડંકો વગાડનાર એલજીના આ નિર્ણયથી સૌ કોઇ આશ્ચર્યચકિત છે.

આજના સમયમાં મોબાઇલ ફોન અને સસ્તા ઇન્ટરનેટનુ ચલણ વધતુ જાય છે ત્યારે એક મોટી કંપનીને તેનો બિઝનેસ બંધ કરવો પડી રહ્યો છે. સાંભળવામાં થોડુ અટપટુ લાગે છે પરંતુ આ સત્ય છે. ઇલેક્ટ્રોનિક ઉત્પાદકોની માર્કેટ લીડર LG પોતાનો મોબાઇલ ફોનનો બિઝનેસ બંધ કરી શકે છે. ક્યારેક પૂરી દુનિયામાં પોતાના શાનદાર સ્માર્ટફોન ડંકો વગાડી ચૂકી છે. LGના આ નિર્ણયથી લોકો હેરાન થઇ ગયા છે.

Unveil the mystery. #MysticWhite #LGQ6

✔ All is revealed here: http://bit.ly/2tgFheY

*FullVision by LG Display

Posted by LG Mobile on Saturday, 29 July 2017

LG હંમેશા માટે બંધ કરશે મોબાઇલ પ્રોડક્શન

telecomtalkની એક રિપોર્ટ અનુસાર LGએ હાલમાં જ પોતાના રોલેબલ ડિસપ્લેવાળા સ્માર્ટફોનના ડેવલોપમેન્ટ સ્ટેજમાં જ રોકી દેવાનો નિર્ણય કર્યો છે. LG સાથે જોડાયેલા જાણકારોનું કહેવુ છે કે આ પ્રોજેક્ટ વચ્ચેથી જ બંધ કરી દેવામાં આવ્યુ છે.

મોબાઇલ બિઝનેસમાં નુકસાન

જાણકારોના કહ્યાં અનુસાર ઇલેક્ટ્રોનિક માર્કેટ લીડર LGને અન્ય ઉત્પાદકોમાં શાનદાર નફો મળી રહ્યો છે પરંતુ કોરિયન કંપનીને બિઝનેસમાં નુકસાન થઇ રહ્યું છે. આ જ કારણ છે કે હવે કંપની આ બિઝનેસને હંમેશા માટે બંધ કરી રહી છે.

Enjoy everything in full view through the #FullScreen of #LGQ6.

✔ Experience the #LG #Q6 here: http://bit.ly/2uLvHBZ

*FullVision by LG Display

Posted by LG Mobile on Tuesday, 11 July 2017

આ મામલે જોડાયેલા લોકોનું કહેવુ છે કે LG મોબાઇલ પહેલા કંપનીને બીજી કંપનીને વેચવા માંગતી હતી પરંતુ તે કંપનીને ડીલ સારી ન લાગવાથી હવે LGએ આ બિઝનેસને બંધ કરી દેવાનો જ નિર્ણય કર્યો છે.

એપ્રિલમાં થઇ શકે છે ઘોષણા

જાણકારોનું કહેવુ છે કે LGના આ નિર્ણયને લઇને કોઇ અધિકારીક પુષ્ટી થઇ નથી પરંતુ એપ્રિલ મહિનામાં કંપની પોતાના કર્મચારીઓને સુચિત કરશે અને પોતાનુ અધિકારીક નિવેદન આપી શકે છે.

60% કર્મચારી અન્ય યુનિટમાં શિફ્ટ થશે

કોરિયા હેરાલ્ડ અખબારના રિપોર્ટ પ્રમાણે, LG પોતાના 60% કર્મચારીઓને અન્ય બિઝનેસ અથવા અન્ય સહયોગી કંપનીઓમાં શિફ્ટ કરવાનો વિચાર કરી રહી છે. અન્ય 40% કર્મચારીઓ માટે કંપનીએ કોઈ ઓફિશિયલ માહિતી આપી નથી. કંપનીના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે, સ્માર્ટફોન બિઝનેસ પર ભલે જે નિર્ણય લેવાય પરંતુ કોઈને પણ નોકરીમાંથી હાંકી નહિ કઢાય. જોકે સ્માર્ટફોન બિઝનેસમાં કેટલા કર્મચારી છે કંપનીએ તેની સ્પષ્ટતા કરી નથી.

image source

CEOએ ઈમેલ પર કર્મચારીઓને માહિતી આપી

કોરિયા હેરાલ્ડના રિપોર્ટ પ્રમાણે, LGના CEO ક્વૉન બોંગ સેઓકે કર્મચારીઓને એક મેલ કર્યો છે. તેમાં સ્માર્ટફોન બિઝનેસ બંધ કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એક અધિકારીએ જણાવ્યું કે છેલ્લા 5 વર્ષમાં કંપનીને આશરે 4.5 બિલિયન ડોલર (આશરે 32,856 કરોડ રૂપિયા)નું નુક્સાન થયું છે. તેથી કંપની માટે આ નિર્ણય કરવો જરૂરી હતો.

ફ્લેગશિપ ફોન પર ફોકસ કરી શકે છે કંપની

સ્માર્ટફોનના બિઝનેસમાં LGની ટક્કર સાઉથ કોરિયન બ્રાન્ડ સેમસંગ સાથે શાઓમી, વિવો, ઓપ્પો જેવી ચાઈનીઝ બ્રાન્ડ સાથે પણ છે. CEOએ કર્મચારીઓને આશ્વાસન આપ્યું છે કે કોઈને નોકરીમાંથી કાઢી મૂકવામાં નહિ આવે.

image source

CES 2021માં કંપનીએ રોલેબલ સ્માર્ટફોન રજૂ કર્યો હતો

2020માં LGએ ડ્યુઅલ સ્ક્રીનવાળો વેલ્વેટ અને ફ્લિપ LG વિંગ જેવાં હેડસેટ રજૂ કર્યા હતા. આ વર્ષે CES 2021માં કંપનીએ યુનિક રોલેબલ ડિસ્પ્લેવાળો સ્માર્ટફોન રજૂ કર્યો છે. આ સ્માર્ટફોનની સ્ક્રીન સાઈઝ બદલી શકાય છે. તાજેતરમાં જ LGએ સસ્તાં સ્માર્ટફોનના આઉટસોર્સિંગ વધારવા માટેની તૈયારીઓ કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version