જાણો આ રહસ્યમય ટાપુ વિશે7, જ્યાં મળે છે ફક્ત વર્ષમાં એક જ વખત જવાની પરવાનગી

વિશ્વભરમાં એવી અનેક જગ્યાઓ આયેલી છે જેના વિષે બહુ ઓછા લોકો જાણે છે અથવા તો જ્યાં સુધી હજુ માનવ પહોંચી જ શક્યો નથી. આવી જગ્યાઓ પહાડો, સમુદ્ર અને ટાપુઓ પર આવેલી હોઈ શકે.

image source

આવો જ એક રહસ્યમયી ટાપુ સ્કોટલેન્ડ દેશમાં આવેલો છે જેના રહસ્ય વિષે લોકોની અનેક માન્યતાઓ છે. આ ટાપુનું નામ આઈનહેલો ટાપુ છે અને તેનો આકાર હાર્ટ શેપ એટલે કે દિલની આકૃતિ જેવો છે. જોવામાં આ ટાપુ ખુબ જ સુંદર અને રમણીય છે પરંતુ અહીં વર્ષમાં ફક્ત એક જ વખત માણસોને આવવાની પરવાનગી આપવામાં આવે છે અને બાકીના 364 દિવસ આ ટાપુ પર આવવું શક્ય નથી. શું છે આ ટાપુ વિશેની માન્યતાઓ અને કથાઓ આવો જરા વિસ્તારથી જાણીએ.

image source

આઈનહેલો ટાપુ એટલો નાનો છે કે દુનિયાના નકશા પર તેને શોધવો પણ મુશ્કેલ છે. આઈનહેલો નામક આ ટાપુ વિષે અનેક પ્રકારની માન્યતાઓ અને કિસ્સાઓ પ્રચલિત છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર આ ટાપુ ભૂત-પ્રેતનો ટાપુ માનવામાં આવે છે.

image source

પ્રચલિત કથાઓ અને કિસ્સાઓ મુજબ આ ટાપુ પર ખરાબ આત્માઓનો કબ્જો છે અને કોઈપણ વ્યક્તિ આ ટાપુ પર આવવાનો પ્રયત્ન કરે છે તો ખરાબ આત્માઓ તેને હવામાં જ ગાયબ કરી દે છે. એવું પણ કહેવામાં આવે છે કે આ ટાપુ પર જલપરીઓ પણ રહે છે જે ગરમીની ઋતુમાં પાણીની બહાર નીકળે છે.

image source

સ્કોટલેન્ડની હાઈલેન્ડ યુનિવર્સીટીના પ્રોફેસર ડેન લીના કહેવા મુજબ આ ટાપુ પર હજારો વર્ષ પહેલા પણ લોકો રહેતા જ હતા પરંતુ વર્ષ 1851 માં આ વિસ્તારમાં પ્લેગની બીમારી ફેલાઈ હતી જેથી અહીં રહેતા લોકો આ ટાપુ છોડીને જતા રહ્યા હતા. હવે આ ટાપુ સાવ વેરાન પડ્યો છે અને ઘણી જૂની ઇમારતો અને કાટમાળ એમજ પડેલો છે. પુરાતત્વ નિષ્ણાંતોના મત અનુસાર અહીં ખોદકામ દરમિયાન પાષાણ યુગની અનેક દીવાલો પણ મળી આવી હતી.

image source

જો કે આ ટાપુ ક્યારે બન્યો તેની જાણકારી કોઈની પાસે નથી. પુરાતત્વવિદોના કહેવા મુજબ આ એક એવી જગ્યા છે જે શોધખોળ કરવામાં આવે તો ઇતિહાસને લગતા અનેક રહસ્યો ખુલી શકે છે જે લોકો માટે આશ્ચર્યસભર હશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!