શું તમે જોયેલી છે આ જગ્યા જ્યાં શિવજીએ પાંડવોને બળદ સ્વરૂપે દર્શન આપ્યા હતા?

આ વર્ષે દેશમાં કોરોના વાયરસ સંક્રમણને અટકાવવા માટે લોકડાઉનની ઘોષણા કરી દેવામાં આવી છે. ત્યારે આ લોકડાઉનની અસર દર વર્ષે આયોજિત કરવામાં આવતી ચારધામની યાત્રા પર પણ જોવા મળે છે. પહેલા ચારધામ માંથી એક ધામ કેદારનાથ ધામના કપાટ ખોલવા વિષે ઘણી અનિશ્ચિતતા દર્શાવવામાં આવી હતી. ત્યારે હવે કેદારનાથ ધામના દ્વાર ૨૯ એપ્રિલ, ૨૦૨૦ના રોજ ખોલી દેવામાં આવ્યા છે. હિંદુ ધર્મના કેલેન્ડર પ્રમાણે કેદારનાથ મંદિરના દ્વાર પ્રત્યેક વર્ષે વૈશાખ માસ દરમિયાન એટલે કે માર્ચ-એપ્રિલ મહિનામાં ખોલી દેવામાં આવે છે.

image source

કેદારનાથ મંદિરના દ્વાર અંદાજીત ૬ મહિના સુધી શ્રધ્ધાળુઓના દર્શનાર્થે ખોલવામાં આવે છે. આ ૬ મહિના દરમિયાન ચારધામની યાત્રા અને દર્શન શરુ કરવામાં આવે છે. ચારધામની યાત્રા હિંદુ કેલેન્ડર મુજબ કારતક માસ એટલે કે ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં મંદિરના દ્વાર ફરીથી બંધ કરી દેવામાં આવે છે. મંદિરના દ્વાર બંધ કરતા પહેલા ભગવાન કેદારનાથને પાલખીમાં બેસાડીને ઉખીમઠ લઈ જવામાં આવે છે. ઉખીમઠમાં ઓમકારેશ્વર મંદિરમાં આવનાર ૬ મહિના સુધી પૂજા અર્ચના કરવામાં આવે છે.

image source

કેદારનાથ ઉત્તરાખંડના ચારધામ માંથી તૃતીય ધામ છે. કેદારનાથ જ્યોતિર્લીંગએ દેશના ૧૨ જ્યોતિર્લીંગ માંથી ૧૧મુ જ્યોતિર્લીંગ છે જે સૌથી ઊંચા સ્થાન પર આવેલ છે. મહાભારતમાં જણાવ્યા મુજબ ભગવાન મહાદેવએ પાંડવોને આ સ્થાન પર બળદના રૂપમાં દર્શન આપ્યા હતા. કેદારનાથ ધામ એક અંદાજ મુજબ ૧ હજાર વર્ષ પૂર્વે આદિ શંકરાચાર્ય દ્વારા બનાવામાં આવ્યું હતું. કેદારનાથ ધામ ૩૫૮૧ વર્ગ મીટરની ઉચાઇ પર ગૌરીકુંડથી ૧૬ કિલોમીટર જેટલા સ્થિત છે.

કેદારનાથ ધામનું મંદિર ૮મી-૯મી સદીમાં બનાવવામાં આવ્યું છે.:

image source

સ્કંદ પુરાણ મુજબ ગઢવાલને કેદારખંડ કહેવાય છે. કેદારનાથનો ઉલ્લેખ મહાભારતમાં પણ કરવામાં આવ્યો છે. મહાભારતમાં ધર્મ યુદ્ધ પછી પાંડવોએ આ સ્થાન પર પૂજા કરી હતી એવી વાત સામે આવી છે. માનવામાં આવે છે કે વર્તમાન સમયમાં જે કેદારનાથનું મંદિર છે તેને ૮મી-૯મી સદીમાં આદિ શંકરાચાર્યએ બનાવ્યું હતું. બદ્રીનાથ મંદિરનો ઉલ્લેખ સ્કંદ પુરાણ અને વિષ્ણુ પુરાણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બદ્રીનાથ મંદિર વૈદિક કાળના (ઈ.સ.પૂર્વ ૧૭૫૦-૫૦૦) સમયમાં પણ અસ્તિત્વ ધરાવતું હોવાના પુરાણોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કેટલીક માન્યતાઓ મુજબ આ મંદિર આ સ્થાન પર ૮મી સદી પછી આદિ શંકરાચાર્ય દ્વારા બનાવવામાં આવ્યું છે.

આ જગ્યાએ પાંડવોને બળદના રૂપમાં દર્શન આપ્યા હતા.:

image source

શિવ મહાપુરાણની કથા મુજબ, મહાભારતનું ધર્મયુદ્ધ પૂરું થઈ ગયા પછી પાંડવોએ પરિવાર અને પોતાના જ ગૌત્ર હત્યા દોષમાંથી મુક્તિ મેળવવા માટે ભગવાન વેદ વ્યાસને પ્રાયશ્ચિત કરવા માટે ઉપાય પૂછવામાં આવ્યો ત્યારે ભગવાન વેદ વ્યાસ ઉપાય જણાવતા કહે છે કે, ગૌત્ર હત્યાના પાપમાંથી મુક્તિ મેળવવા માટે કેદાર ક્ષેત્રમાં જઈને ભગવાન કેદારનાથના દર્શન અને પૂજા-અર્ચના કરવાની સુચના આપી. ત્યાર પછી પાંડવો હસ્તિનાપુરથી નીકળીને કેદારખંડની યાત્રા કરવા માટે નીકળી જાય છે.

image source

ભગવાન શિવ પાંડવોને કેદારખંડમાં જોઇને ગુપ્ત્કાશીમાં જતા રહે છે. ત્યાર પછી થોડાક અંતરે ગયા પછી ભગવાન શિવ એક બળદનું રૂપ લઈને પાંડવોની સામે આવે છે. પણ પાંડવોને ખબર પડે જાય છે કે, ભગવાન શિવ પોતે બળદનું રૂપ ધારણ કરીને આવે છે. ભગવાન શિવ પાંડવોના મનની વાત જાણી જાય છે અને ભગવાન શિવ બળદ સ્વરૂપમાં ધરતીમાં ફસાવા લાગે છે. ત્યારે ભીમ તેમને અટકાવવા માટે બળદના રૂપમાં આવેલ શિવજીની પૂંછડી પકડી લે છે. ત્યારે બીજા ચાર પાંડવો કરુણા સાથે રડવા લાગે છે અને ભગવાન શિવની સ્તુતિ કરે છે. પાંડવોની આ પ્રકારે સ્તુતિ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થઈ જાય છે. પાંડવોની પ્રાર્થનાથી ભગવાન શિવ ત્યાં જ બળદની પીઠ પર સ્થિત થઈ જાય છે. ત્યાર પછી પાંડવોએ ભગવાન શિવની પૂજા કરે છે અને ગૌત્ર હત્યાના પાપ માંથી મુક્તિ મેળવે છે.

મહાશિવરાત્રીના અવસરે દ્વાર ખોલવાની તારીખ નક્કી કરવામાં આવે છે.:

image source

ઉખીમઠના મેનેજર અરુણ રતુડીના જણાવ્યા મુજબ કેદારનાથ ધામના દ્વાર ખોલવાનો દિવસ અને સમય ફેબ્રુઆરી મહિનામાં આવતી મહાશિવરાત્રીના અવસરે નક્કી કરવામાં આવે છે. કેદારનાથ ધામના દ્વાર ખોલવાનું મુહુર્ત ઉખીમઠના ઓમકારેશ્વર મંદિર પુજારી પંચાંગ મુજબ નક્કી કરે છે. દ્વાર ખોલવાનું મુહુર્ત મોટાભાગે અખાત્રીજ કે પછી અખાત્રીજની આસપાસ એક કે બે દિવસ બાદની તારીખ નક્કી કરવામાં આવે છે. કેદારનાથના દ્વાર ખોલ્યા પછી ૬ મહિના સુધી યાત્રા કરવા માટે ખુલ્લું મુકવામાં આવે છે. મેનેજર અરુણ રતુડીના જણાવ્યા મુજબ કેદારનાથ મંદિરના દ્વાર બંધ કરવાની તારીખ નિશ્ચિત હોય છે. પ્રત્યેક વર્ષે દિવાળીના બે દિવસ પછી ભાઈબીજના દિવસે સવારના સમયે કેદારનાથ મંદિરમાં ભગવાન કેદારનાથની પૂજા-અર્ચના કર્યા પછી મંદિરના દ્વાર બંધ કરી દેવામાં આવે છે. આ વર્ષે ૧૬ નવેમ્બર, ૨૦૨૦ના રોજ કેદારનાથ મંદિરના દ્વાર બંધ કરી દેવામાં આવશે.

ઉત્તરાખંડની ચારધામની યાત્રા.:

image source

અખાત્રીજ પછી ઉત્તરાખંડ રાજ્યની ચારધામની યાત્રા શરુ કરી દેવામાં આવે છે. આ ચારધામની યાત્રા યમુનોત્રીથી શરુ થાય છે ત્યાર પછી બીજા ધામ ગંગોત્રી પહોચે છે ત્યાર પછી કેદારનાથ ધામ મંદિરએ યાત્રા પહોચે છે અને છેલ્લે અંતિમ તીર્થધામ બદ્રીનાથ ધામએ પૂર્ણ કરવામાં આવે છે. મેનેજર અરુણ રતુડી વધુમાં જણાવતા કહે છે કે, આ વર્ષે લોકડાઉન હોવા છતાં યમુનોત્રી અને ગંગોત્રીના દ્વાર અખાત્રીજના દિવસે ખોલી દેવામાં આવ્યા છે. ત્યાર પછી કેદારનાથ ધામના દ્વાર ૨૯ એપ્રિલના દિવસે દ્વાર ખોલી દેવામાં આવ્યા છે. તેમજ હવે અંતિમ ધામ બદ્રીનાથ ધામના મંદિરના દ્વાર આ વર્ષે ૧૫ મે, ૨૦૨૦ના રોજ ખોલવામાં આવી શકે છે.

નોંધ : આ વાત પહેલાની છે જે ફક્ત તમારી જાણ માટે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત