ભારતીય વિદ્યાર્થીની અગ્નિપરીક્ષા સાંભળીને હલી જશો ‘જીવન બચાવવા જમીન પર સૂઈ ગયો, છતાં 3 ગોળી લાગી’

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ હવે વધુ ભયાનક રૂપ લઇ ચૂક્યું છે. એક બાજુ જ્યાં જાણકારી આવી રહી છે કે રશિયાએ યુક્રેનના ન્યુક્લિયર પ્લાન્ટ પર કબ્જો કરી લીધો છે. ત્યાં જ બીજી બાજુ યુક્રેન સંકટમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત લાવવા તેજીથી પગલાં ભરવામાં આવી રહ્યા છે. આ વચ્ચે કિવથી પરત ફરી રહેલ એક વિદ્યાર્થીને ગોળી લાગવાની ઘટના સામે આવી છે. ઘાયલ વિદ્યાર્થીઓને આડધ રસ્તાથી જ ઈલાજ માટે પરત કિવ લઇ જવામાં આવ્યો.

હરજોતે દિવસે બનેલી ઘટનાક્રમ વિશે જણાવ્યું. તેણે કહ્યું કે તે ત્રણ ગોળીનો ભોગ બન્યો હતો, જ્યારે તેણે તેના પગમાં ફ્રેક્ચર વિશે પણ જણાવ્યું હતું. અને વિદ્યાર્થીએ પોતાની હાલત અંગે જણાવ્યું હતું કે એ સમયે કેવા દ્રશ્યો હતો અને કેવી સ્થિતિ માંથી તેઓએ પસાર થવું પડ્યું. જે વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

image source

આપને જણાવી દઈએ કે યુક્રેનના પડોશી દેશોમાં ભારતીય નાગરિકોને બચાવવા માટે ભારત સરકારે તેના 4 કેન્દ્રીય મંત્રીઓને મોકલ્યા છે. જેમાં કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી, જ્યોતિરાદિત્ય સિંધિયા, કિરેન રિજિજુ અને જનરલ (નિવૃત્ત) વીકે સિંહનો સમાવેશ થાય છે. વીકે સિંહને મિશન ગંગા ચલાવવાની જવાબદારી માટે પોલેન્ડ મોકલવામાં આવ્યા છે. અગાઉ વીકે સિંહ પોલેન્ડમાં ગુરુદ્વારા સિંઘ સાહિબ ખાતે રોકાયેલા 80 ભારતીય વિદ્યાર્થીઓને પણ મળ્યા હતા.