કોરોના વાયરસને લઇને છે આ અનેક અફવાઓ, જાણો તમે પણ આ હકીકત વિશે

શુ તમે તો નથી ફસાઈ રહ્યા ને કોરોના વાયરસ સાથે જોડાયેલી આ અફવાઓ વચ્ચે, જાણો શુ છે હકીકત.

image source

આખી દુનિયા કોરોના વાયરસના ઝપેટમાં આવી ગઈ છે. કોરોના વાયરસના સંક્રમણને કારણે લાખો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. WHOએ વાયરસથી બચવા માટે એડવાઇઝરી જાહેર કરી છે, જેના દ્વારા લોકોને સાવચેતી રાખવાનું કહેવામાં આવી રહયુ છે.આ સમયમાં સોશિયલ મીડિયા પર કોરોના વાયરસને લઈને ઘણી બધી ખબરો વાયરલ થઈ રહી છે, જેમાંથી અમુક સાચી તો અમુક ખોટી હોય છે. એ વતનજ ધ્યાન રાખીને WHOએ કેટલાક મિથ્સ અને ફેક્ટસ જણાવ્યા છે, જે દરેક વ્યક્તિને ખબર હોવા જોઈએ. તો ચાલો તમને જણાવી દઈએ કોરોના વાયરસને લઈને શુ છે WHOની સલાહ.

શુ આલ્કોહોલ કે ક્લોરીન કોરોના વાયરસને મારી શકે છે?

image source

શરીર પર આલ્કોહોલ કે ક્લોરીનનો છંટકાવ કરવાથી પહેલાથી શરીર પર રહેલા વાયરસ ફેલાશે નહિ પણ એ હાનિકારક બની શકે છે. એવામાં એને પૂરતી જાણકારી મેળવ્યા પછી જ ઉપયોગ કરવું જોઈએ.

ચીનથી આવનાર લેટર અને પેકેજ સુરક્ષિત નથી.

image source

ચીનથી આવનાર લેટર અને પેકેજથી લોકોને કોરોના વાયરસ સંક્રમણ થવાનું જોખમ નથી. એક શોધ અનુસાર વાયરસ આવી વસ્તુઓ પર લાંબા સમય સુધી જીવિત નથી રહી શકતા.

પાલતુ જાનવરથી ફેલાય છે કોરોના વાયરસ.

image source

આ વાતનો કોઈ પુરાવો નથી કે પાલતુ જાનવર જેમ કે કૂતરો કે બિલાડી કોરોના વાયરસથી સંક્રમિત થઈ શકે છે. જોકે પાલતુ જાનવરના સંપર્કમાં આવ્યા પછી હાથ સાબુથી ધોવા ખૂબ જ જરૂરી છે.

એન્ટી ન્યુમોનિયા વેકસીન કોરોના વાયરસથી રક્ષા કરે છે?

image source

ન્યુમોનિયાની વેકસીન જેવી કે ન્યુમોકોકલ વેકસીન અને હિમોફેલીસ ઈંફ્લુએન્ઝા ટાઈપ બી વેકસીન કોરોના વાયરસના સંક્રમણ સામે રક્ષણ નથી કરતી.

લસણ ખાવાથી દૂર થશે કોરોના વાયરસ.

image source

સોશિયલ મીડિયા પર હાલના દિવસોમાં ઘણા મેસેજ વાયરલ થઈ રહ્યા છે જેમાં અલગ અલગ પ્રકારનો દાવો કરવામાં આવે છે કે લસણ ખાવાથી કોરોના વાયરસના ઇન્ફેક્શનથી બચી શકાશે પણ ખરેખર તો આ દાવો તદ્દન ખોટો છે.

વડીલો અને બાળકો માટે કેટલો ખતરનાક છે કોરોના વાયરસ?

image source

વડીલો અને બાળકોની ઇમ્યુન સિસ્ટમ કમજોર હોય છે એટલે એમને કોરોના સંક્રમણનું જોખમ વધુ હોય છે. તેમજ વડીલો પહેલેથી ક અસ્થમા, ડાયાબિટીસ, હૃદય રોગથી પીડાતા હોય છે, એ કારણે એ લોકો જલ્દી કોરોનાની ઝપેટમાં આવી શકે છે.

એન્ટિબાયોટિક સારવારમાં શ્રેષ્ઠ છે.

image source

એન્ટિબાયોટિક કોરોના વાયર્સઠું બચાવવામાં સક્ષમ નથી. એ ફક્ત બેક્ટેરિયા માટે જ કામ કરે છે અને કોરોના એક વાયરસ છે.

source : dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત