આ ગામ છે કોરોના મુક્ત, આજે ત્યાં એકપણ કોરોનાનો કેસ નથી, છતાં ત્યાંની વ્યવસ્થા જોઈ અક્કલ કામ નહીં કરે

કોરોનાની બીજી લહેર એટલી ઘાતક છે કે જેમાં બાળકો પણ સુરક્ષિત નથી રહ્યાં, શહેરો અને ગામ બન્નેમાં આ કોરોનાએ પગ પેસારો કર્યો છે અને હાહાકાર મચાવ્યો છે. ત્યારે હાલમાં આપણા રાજ્યના એક એવા ગામ વિશે વાત કરવી છે કે જેમાં કોરોનાને પણ ભીંસ પડી ગઈ છે અને એન્ટ્રી લઈ શક્યો નથી. સાદી ભાષામાં કહીએ તો આ ગામ કોરોનાપ્રૂફ ગામ છે એવું પણ કહી શકાય. આ વાત છે સુરેન્દ્રનગર જીલ્લામાં આવેલા સુલતાનપુર ગામની. આ ગામમાં કોરોના કાળ શરૂ થયા ત્યારથી જ માત્ર એક પોઝિટિવ કેસ નોંધાયો છે. અને તે પણ અમદાવાદની ટ્રાવેલીંગ હિસ્ટ્રી ધરાવતા હોવાનું જાણવા મળ્યુ છે.

image source

જો હાલની પરિસ્થિતિ વિશે વાત કરીએ તો ધ્રાંગધ્રા પંથકના છેવાડાનું ગામ સુલતાનપુર સંપૂર્ણ કોરોના મુક્ત બન્યુ છે. આ સિવાય વિગતે વાત કરીએ તો સુરેન્દ્રનગર જીલ્લામાં કોરોનાની બીજી અને ઘાતક લહેરમાં કોરોનાનું સંક્રમણ ચિંતાજનક રીતે વધવા પામ્યું છે. શહેરી વિસ્તારોની સાથે આ લહેરમાં ગ્રામ્ય પથંકમાં પણ અનેક લોકો કોરોનાની ચપેટમાં આવ્યા બાદ ઓક્સિજનનું લેવલ ઘટી જતાં મોતના કેસ પણ એટલા જ આવ્યા છે. જો કે સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના છેવાડાના સુલતાનપુર ગામમાં આવા કોઈ દ્રશ્યો જોવા મળ્યા નથી.

image source

આ ગામમાં હાલની પરિસ્થિતિ પ્રમાણે એક પણ કોરોના કેસ નથી. અહિંના લોકોમાં શિક્ષણનો અભાવ ભલે હોય પરંતુ આરોગ્ય પ્રત્યે આખા ગામમાં જાગૃતિ ખુબ જ છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. ધ્રાંગધ્રા તાલુકાના સૌથી છેવાડાના સુલતાનપુર ગામ બાદ કચ્છના નાના રણનો વિસ્તાર શરૂ થાય છે. અને હાલ અહિં સદંતર સ્વૈચ્છિક લોકડાઉન જેવો માહોલ જોવા મળે છે. ગામના એક પણ સ્થાનિકોને કોરોના પોઝિટ્વ નહિ હોવા છતા પણ સ્થાનિક તલાટી , સરપંચ , આચાર્ય સહિતનાઓની ટીમ દ્વારા દર ત્રણ દિવસે સમગ્ર ગામને સંપૂર્ણપણે સેનેટાઇઝ કરી ગામમા કોરોના અંગે જાગૃતિ ફેલાવવામાં આવે છે.

image source

આ સાથે જ ગામની પ્રવૃતિ વિશે જો વાત કરવામાં આવે તો ગામની પ્રાથમિક શાળામાં ઇમરજન્સી આઇસોલેશન વોર્ડ પણ બનાવવામાં આવ્યો છે. જરૂર જણાય તો કોઈ કોરોના સંક્રમિત વ્યક્તિને સારવાર માટે અગાઉથી જ પગલાં લેવામાં આવે છે. એક તરફ અહીં કેસો એટલા છે છતાં શહેરો પાસે કોઈ વ્યવસ્થા નથી અને બીજી તરફ આ ગામની વ્યવ્સ્થા ખરેખર વખાણવા લાયક છે. આ ગામમાં નાના બાળકોથી માંડીને વૃદ્ધ સુધીના કોઇપણ સ્થાનિક વ્યકિત સરકારની તમામ ગાઇડ લાઇન્સનું ચૂસ્તપણે પાલન કરતા નજરે પડે છે. જેથી ધ્રાંગધ્રા તાલુકાના સુલતાનપુર ગામે આજે એક પણ કોરોના સંક્રમિત દર્દી જોવા નથી મળતો.

image source

હાલમાં આખા ગુજરાતમાં આ ગામને કોરોના મુક્ત ગામ તરીકે પણ જાણીતુ કરવામાં આવ્યુ છે. સાથે આ ગામની કુલ વસ્તી 4000ની છે. પણ કોરોનાનો એક પણ કેસ આવ્યો નથી. આ સિવાય એક પહેલ પણ કરવામાં આવી છે અને જો એના વિશે વાત કરવામાં આવે તો સુલતાનપુરના ગામ આગેવાનો અને વિદ્યાર્થીનીઓ દ્વારા એક નવતર પહેલ કરવામાં આવી રહી છે. અને આ જાગૃતી અભિયાનમાં વિદ્યાર્થીઓનો ખુબ મહત્વનો ભાગ રહેલો છે. જ્યારે આ ગામનાં મોટા ભાગના લોકો મીઠું પકવતા અગરિયાઓ તરીકે ઓળખાય છે. તેઓ પણ ખુબ જ ધ્યાન રાખે છે અને એના જ પરિણામે આજે અહીંયા એકપણ કેસ જોવા નથી મળતો.

image source

ઉલ્લેખનીય છે કે હાલમા કોરોનાનો માહોલ જોઈ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ કર્યો કે, હાલની સ્થિતિમાં રાજ્ય સરકારોએ ઓક્સિજન પહોંચાડવા આગામી ચાર દિવસમાં રોજેરોજનો ઈમર્જન્સી સ્ટોક તૈયાર કરવો. આ સાથે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો કે, કોરોના દર્દીઓ પાસે રહેણાકનો પુરાવો ના હોય, તો પણ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશમાં સરકારો તેમને ભરતી કરવાની કે જરૂરી દવા આપવાની ના નહીં પાડે. આ મુદ્દે કેન્દ્ર આગામી બે સપ્તાહમાં હોસ્પિટલમાં દર્દીને ભરતી કરવાની રાષ્ટ્રીય નીતિ બનાવે, જેનો તમામ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોએ અમલ કરવાનો રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!