જાણો આ ગામ વિશે, જ્યાં આઠ વર્ષે થયો બાળકનો જન્મ અને વસ્તીમાં થયો આટલો વધારો

આંઠ વર્ષે આ ગામમાં થયો બાળકનો જન્મ – ગામની વસ્તી જાણી ચોંકી ઉઠશો

છેલ્લા ઘણા સમયથી દુનિયા પર વસ્તીવિસ્ફોટ થઈ રહ્યો છે. અને જે રીતે કુદરતી સંપદ્દાનો ઉપયોગ થઈ રહ્યો છે અને ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે તે પાછળ વધતા ઓછા પ્રમાણમાં વધતી વસ્તી તેમજ લોકોની લાઇફસ્ટાઇલને જવાબદાર ગણવામા આવી રહ્યા છે. ભારતની વસ્તીની વાત કરીએ તો વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારત બીજા ક્રમે આવે છે જ્યારે ચીન પહેલા ક્રમે આવે છે. પણ એક અહેવાલ પ્રમાણે નજીકના ભવિષ્યમાં ભારતની વસ્તી ચીનને પણ ઓળંગી જશે. અને નિષ્ણાતોનું એવું પણ કહેવું છે કે ડિસેમ્બર મહિનામાં જનસંખ્યા વિસ્ફોટ સર્જાશે.

image source

વિશ્વમાં જ્યાં જ્યાં પણ વધારે વસ્તિની સમસ્યા રહેલી છે ત્યાં ત્યાં લોકોને વસ્તીદર નીચો લાવવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. અને ચીનમાં તો રીતસરનો કડક નિયમ જ છે કે અમુક સંખ્યા કરતાં વધારે બાળકોને જન્મ આપી શકાતા નથી. તમને જણાવી દઈએ કે ભારતમાં દર મિનિટે 34 જન્મ થાય છે અને તેની સામે 10 લોકોના મૃત્યુ થાય છે. આમ ભારતમાં એક દિવસમાં સરેરાશ લગભગ 49481 લોકોનો જન્મ થાય છે.

image source

પણ આજે અમે તમને એક એવા ગામની વાત કરવા જઈ રહ્યા છીએ જ્યાં બાળકનો જન્મ દુર્લભ ગણાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ગામની વસ્તી માત્ર 29 લોકોની જ છે. હા આ ગામ ઇટાલીનું મોરટર્નો ગામ છે. અહીંની વસ્તી ખુબ જ ઓછી છે. હવે તમને એ જાણવાનું પણ કુતૂહલ થશે કે આ ગામની આટલી ઓછી વસ્તી પાછળ શું કારણ જવાબદાર હશે તો ચાલો તે પણ જાણી લઈએ.

image source

આ ગામમાં 8 વર્ષ બાદ એક બાળકનો જન્મ થયો છે. અને આ બાળકના આવ્યા બાદ ગામની વસ્તીમાં મહા પરાણે એક વ્યક્તિનો ઉમેરો થયો છે અને વસ્તી 29ની થઈ છે. કદાચ આટલી ઓછી વસ્તીના કારણે જ અહીં બાળકોના જન્મ ખૂબ ઓછા થાય છે. 8 વર્ષના લાંબા ગાળા બાદ એક બાળકનો જન્મ આ ગામ માટે અત્યંત દુર્લભ ગણાય છે અને તેમના માટે આ અવસર કોઈ ઉત્સવ સમાન છે. આખાએ ગામમમાં ખુશીઓનું વંટોળ ઉમટી પડ્યું છે. ઇટાલીના લોમ્બાર્ડી પ્રાંતના મોર્ટેરોન ગામના લોકો માટે બાળકનો જન્મ થવો દુર્લભ છે. આ બાળકનું નામ ડેનિસ રાખવામાં આવ્યું છે.

image source

આ વાતની માહિતી મોરટનો ગામના મેયર એંટોનિલા ઇનવર્નિજીએ આપી હતી. તેમણે મિડિયાને જણાવ્યું હતું કે ઘણા વર્ષો બાદ ગામમાં બાળકનો જન્મ થયો છે અને તે સંપૂર્ણ સ્વસ્થ છે. અને 8 વર્ષો બાદ બાળકનો જન્મ થતાં આખું ગામ ખુશખુશાલ છે. અને હાલ અહીં ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ ગામની પરંપરા પ્રમાણે દીકરીના જન્મ પર દરવાજા પર ગુલાબી રંગ અને દીકરાના જન્મ પર દરવાજા પર બ્લુ રિબિન કાપવામાં આવે છે.

image source

આ પહેલા 8 વર્ષે એટલે કે 2012માં એક બાળકીનો જન્મ થયો હતો. અને તે વખતે ગુલાબી રીબન કાપવામાં આવી હતી. અને ત્યારથી અત્યાર સુધી કોઈ જ બાળકનો જન્મ નહોતો થયો માટે આ ગામ માટે આ એક દુર્લભ ક્ષણ છે.

તમને જણાવી દઈએ કે ઇટાલીનું લોમ્બાર્ડી એ કોરોના વાયરસથી સૌથી પ્રભાવિત પ્રાંત હતો. અને આવા સંજોગોમાં પ્રેગ્નન્ટ હોવું તે ડેનિસની માતા માટે ઘણું ચિંતાજનક હતું. પણ રાહતની વાત એ હતી કે મોર્ટેરોનમાં કોરોનાનો કોઈ જ કેસ નહોતો જોવા મળ્યો.

image source

તમને જણાવી દઈએ કે તાજેતરમાં કરવામા આવેલા એક સર્વે પ્રમાણે ઇટાલીના બર્થરેટમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. આખા ઇટાલીમાં 2019ના વર્ષમાં માત્ર 420,170 બાળકોનો જ જન્મ થયો છે. અને આ બર્થરેટ 1861થી અત્યારસુધીનો સૌથી નીચો છે.

આપણે બધા એ સારી રીતે જાણીએ છીએ કે બાળકોનું આસપાસ હોવું, બાળકોની કીલકારીઓ સંભળાવવી તે ભલભલા શોકમય તેમજ ઉદાસ વાતાવરણને સામાન્ય બનાવી દે છે. જો ઘરમાં થોડા સમય માટે પણ બાળકોનો કલરવ ન સંભળાય કે દોડાદોડી જોવા ન મળે તો જાણે આખોએ સંસાર સુનો લાગવા લાગે છે. અને આવા સંજોગોમાં આ આખુંએ ગામ 8-8 વર્ષો સુધી બાળકના જન્મ વગરનુ રહે તે ઘણું અસામાન્ય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત