આ ગામમાં લગ્નમાં દહેજ અને ખોટા ખર્ચ પર છે સંપૂણ પ્રતિબંધ, એક પરિવાર પર ભાર ના પડે એ માટે બંને પરિવાર ભેગા થઇને કરે છે લગ્નનો બધો ખર્ચ

કાશ્મીરના ગામમાં લગ્નમાં દહેજ અને ખોટા ખર્ચ પર પ્રતિબંધ, બંને પરિવાર સંયુક્ત રીતે ખર્ચ કરે છે; અહીં 30 વર્ષમાં ઘરેલુ હિંસાનો એકપણ કેસ નથી

દહેજ એટલે લગ્ન પ્રસંગે કન્યાપક્ષ તરફથી અપાતી ભેટસોગાદ! એમાં સુવર્ણના દાગીના, તાંબા-પિતળ-સ્ટીલના વાસાણો, લુગડાલતાં, રોકડ-રકમ ઉપરાંત સ્ટીલનું કબાટ, કૂલર, ફ્રીજ, ટીવી, સ્કૂટર, મોટર, બંગલો, જમીન- જાયદાદ, કાર વગેરે અનેક ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે.કન્યાપક્ષ આપરા થાકી જાય પણ વરપક્ષ લેતા કદી ન થાકે ન ધરાત એવી જો કોઈ ચીજ હોય છે તો તે આ દહેજ!

image source

કાશ્મીરના શ્રીનગરના ગંદેરબલ જિલ્લાની સુંદર પહાડીઓ વચ્ચે ‘બાબા વાયિલ’ ગામ વસેલું છે. અહીંના લોકોની ઉદારતાના કારણે આ આખું ગામ ‘બડા ઘર’ નામે ઓળખાય છે. આ શ્રીનગરનું એકમાત્ર ગામ છે, જ્યાં લગ્નમાં દહેજ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. ત્રણ દાયકા પહેલાં ગામના વડીલોએ જ એક લેખિત દસ્તાવેજ બનાવીને તેના પર પોતાના નામ લખીને હસ્તાક્ષર કર્યા હતા.

આ ગામમાં વરરાજા અને દુલ્હનને ભેટમાં સોનું પણ આપી શકાતું નથી. ભલે પરિવાર ગમે તેટલો શ્રીમંત કેમ ના હોય! ગામના શ્રીમંતો કે મધ્યમ વર્ગીય તમામ લોકો આ સિદ્ધાંતો-મૂલ્યોનું પાલન કરે છે.

image source

યુવતીના પરિવારનો ખર્ચો માત્ર 50 હજાર

દહેજ વિરુદ્ધના આ લેખિત દસ્તાવેજ પ્રમાણે, લગ્નમાં ખોટો ખર્ચ કરવા પર પ્રતિબંધ છે. બધા જ કાર્યક્રમો સાદગીથી કરવા જરૂરી છે. યુવક અને યુવતીના પરિવારજનો સંયુક્ત રીતે લગ્નનો ખર્ચ ઉઠાવે છે. યુવકનો પરિવાર યુવતીના પરિવારને રૂ. 50 હજાર આપે છે. તેમાં રૂ. 20 હજાર મેહરના, રૂ. 20 હજાર કપડાંના, રૂ. 10 હજાર અન્ય ખર્ચના હોય છે. યુવતીના પરિવારે લગ્નમાં આ સિવાય બીજો કોઈ ખર્ચ કરવાનો નથી હોતો. જો કોઈ છુપાઈને દહેજ લેતું પકડાઈ જાય, તો તેનો સામાજિક બહિષ્કાર કરાય છે. ત્યાં સુધી કે એ પરિવારમાં કોઈનું મૃત્યુ થાય તો પણ જવાની મંજૂરી નથી હોતી. આ નિયમોના કારણે લોકોનું જીવન હકારાત્મક રીતે ઘણું પ્રભાવિત થયું છે.

ગામમાં દરેકના લગ્ન યોગ્ય ઉંમરે થઈ જ જાય છે

image source

આ ગામમાં છેલ્લા ત્રણ દાયકામાં ઘરેલુ હિંસાનો એક પણ કેસ નથી નોંધાયો. એટલું જ નહીં, લગ્નના જંગી ખર્ચનું દબાણ નહીં હોવાથી અહીંના લોકો યુવતીના લગ્ન 25 વર્ષની ઉંમર સુધી કરી શકે છે, જ્યારે કાશ્મીરના અનેક વિસ્તારોમાં યુવતીઓને 35 વર્ષ સુધી લગ્ન લાયક યુવકો નથી મળતા. તેનું કારણ એ છે કે, તેમના પરિવારો દહેજ અને લગ્નનો ખર્ચ ઉઠાવવામાં અસમર્થ હોય છે. આ ગામમાં મોટા ભાગના લોકો મધ્યમવર્ગીય છે, જે અખરોટ, પશ્મીનાના વેપારમાં કે કૃષિ ક્ષેત્રમાં છે. કેટલાક લોકો સરકારી કે ખાનગી ક્ષેત્રમાં નોકરી કરે છે.

ઘરેલુ હિંસાનું સૌથી મોટું કારણ દહેજ

image source

આ ગામની મસ્જિદના 60 વર્ષીય કાજી મોહમ્મદ સઈદ શાહ કહે છે કે, કાશ્મીરના અનેક લોકો ઈચ્છે છે કે, તેમની યુવતીઓના લગ્ન અમારા ગામમાં થાય. અહીં પુત્રીઓ પોતાના પરિવાર પર બોજ નથી. અહીં લગ્નોમાં કોઈ દેખાડો, આડંબર નથી અને દહેજનું દુષણ તો બિલકુલ નથી. અમે જાણીએ છીએ કે, ઘરેલુ હિંસાનું સૌથી મોટું કારણ દહેજ જ છે.

કોઈને દહેજ ના આપવું પડે તેનું ધ્યાન ગામના વડીલો રાખે છે

આ ગામના એક વડીલ બશીર અહમદ કહે છે કે, અમારા ગામના વડીલો-વૃદ્ધો કોઈને દહેજ ના આપવું પડે તેનું પૂરેપૂરું ધ્યાન રાખે છે. ઘણાં સમય પહેલા એક કેસ સામે આવ્યો હતો, ત્યારે ગામના લોકોએ દહેજના સામાનને આગ લગાડી દીધી હતી. ત્યાં સુધી કે, અમે અમારી દીકરીઓના લગ્ન બીજા વિસ્તારોમાં કરીએ, ત્યારે પણ અમારા સિદ્ધાંતો-મૂલ્યો તેમણે માનવા પડે છે. જોકે, અહીં મોટા ભાગના લોકો અમારા દહેજ વિરોધી કાયદાની પ્રશંસા કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!