વાસ્તુ અનુસાર અગાસી પર લગાવો આ વસ્તુ, ઘરની બીમારીથી લઇને આ તમામ દોષો થઇ જશે દૂર

ઘણા લોકોના ઘરની અગાસી પર તમે ધ્વજ લગાવેલો જોયો હશે. આ જોઈ વિચાર આવતો પણ હશે કે આમ શા માટે કરવું જોઈએ. તો આજે આ વિચારનો જવાબ તમને મળી જશે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની અગાસી પર ધ્વજ લગાવવાથી ઘરની અંદરની નકારાત્મક શક્તિઓથી મુક્તિ મળે છે. પરંતુ ધ્વજ ક્યારે અને કેવી રીતે લગાવવું તેના પર લાભ થવાનો આધાર છે.

હિંદૂ ધર્મ અનુસાર ઘર પર ધ્વજ લગાવવો શુભ અને લાભકારી છે. ધ્વજ લગાવવાના ઘણા કારણ હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અલગ અલગ પ્રકારના ધ્વજથી અલગ અલગ લાભ થાય છે. આદિકાળથી વૈદિક સંસ્કૃતિ, આર્ય સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિ, હિંદૂ સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ એકબીજાની પર્યાય છે.

image source

આ સંસ્કૃતિઓમાં બધા જ પ્રકારના માંગલિક કાર્યો કરતી વખતે, ઉત્સવમાં, તહેવારમાં ઘર, મંદિર, વૃક્ષ, વાહન પર અલગ અલગ પ્રકારના ધ્વજ લગાવવામાં આવે છે. આ ધ્વજને વિવિધ રીતે લગાવવાથી તેનો પ્રભાવ પણ બદલી જાય છે.

ભગવા રંગની ધજામાં ત્રણ તત્વ ધ્વજા, પતાકા અને દંડ હોય છે. જેને ઈશ્વરીય સ્વરૂપ માનવામાં આવે છે. જે આદિભૌતિક, આધ્યાત્મિક, આદિદૈવિક છે. અહીં સ્પષ્ટ કરી દેવું જરૂરી છે કે ધ્વજ અને પતાકા બંને અલગ અલગ વસ્તુઓ છે. પતાકા ત્રિકોણાકાર હોય છે જ્યારે ધ્વજ ચતુર્ભુજ આકાર હોય છે. પ્રત્યેક દેવી, દેવતા પોતાની સાથે અસ્ત્ર-શસ્ત્ર સાથે એક ધ્વજ પણ રાખે છે જે તેમની ઓળખ હોય છે. તો ચાલો હવે જાણીએ કે ઘરની અગાસી પર કેવો ધ્વજ લગાવવો જોઈએ અને કઈ દિશામાં ધ્વજ લગાવવાથી લાભ થાય છે.

image source

– જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે ભગવા, ગેરુ કે કેસરી ધ્વજ લગાવો છો તો તે ઘર-પરિવાર માટે લાભકારી હોય છે.

– જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરની ઉપર વાયવ્ય કોણમાં ધ્વજા લગાવવી ખૂબ જ શુભ અને હિતકારી માનવામાં આવે છે. જો દિશાનું આકલન ન કરી શકાય તો કોઈ જ્યોતિષની મદદ લઈ શકાય છે.

image source

– શાસ્ત્રો અનુસાર ઘર માટે સ્વસ્તિકવાળો કે ઓમ લખેલો કેસરી ધ્વજ ઉત્તમ રહે છે. ઘરની અગાસી પર આ ધ્વજ લગાવવો શુભ માનવામાં આવે છે. આ ધ્વજ એક ત્રિભુજાકાર અને બે ત્રિભુજાકાર હોય શકે છે.

ઘરની અગાસી પર ધ્વજ લગાવવાથી અનેક લાભ થાય છે. ધ્વજા જો યોગ્ય દિશામાં લગાવેલો હોય તો યશ અને કિર્તી વધે છે. દુશ્મનો પર વિજય પ્રાપ્ત થાય છે અને ઘરમાં રહેતા લોકોના રોગ અને શોકનો નાશ થાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ