આગરામાં ઘરે ઘરે શાક પહોંચાડતો શાકવાળો કોરોનાગ્રસ્ત , 2000 લોકોને કરાયા કોરોન્ટાઈન

ઉત્તર પ્રદેશ કોરોના વાયરસનું સૌથી મોટું કેન્દ્ર છે. તેમાં પણ આગરામાંથી ચિંતાજનક કેસ તાજેતરમાં સામે આવ્યો છે.

હરીપર્વતના ફ્રીગંજ વિસ્તારના ચિમન લાલ બાડા વિસ્તારમાં શાક વેંચતો હતો અને તેનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સમાચારથી આ વિસ્તારમાં જાણે ભૂકંપ આવી ગયો છે. તાજેતરમાં લખનઉથી આવેલા 24 શંકાસ્પદ કેસમાંથી તેનો પણ એક રીપોર્ટ છે. તેની જાણકારી મળતાં જ આ શાકવાળાના સંપર્કમાં આવેલા 2000 લોકો હોમ કોન્ટાઈન થયા છે.

image source

સ્વાસ્થ વિભાગની ટીમએ શાકવાળાના સંપર્કમાં આવેલા લોકોની તપાસ શરુ કરી છે. તે આસપાસની કોલોનીમાં પણ શાક વેંચવા જતો હતો આ તમામ કોલોનીના લોકોમાં ડર પેસી ગયો છે. આ વિસ્તારમાં તૈનાત પોલીસ અધિકારીઓનું કહેવું છે કે અહીં શરુઆતમાં લોકો લોકડાઉનનું પાલન કરતાં ન હતા. વારંવાર બહાર આવતા જેથી તેમને રોકવા પડતા હતા. પરંતું જ્યારથી આ શાકવાળાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે ત્યારથી જાણે લોકોમાં સોપો પડી ગયો છે અને કોઈ ઘરની બહાર નીકળતું નથી.

લોકડાઉન શરુ થયું ત્યારથી આ વ્યક્તિ શાક વેંચવા ઘરે ઘરે જતો. આ પહેલા તે ઓટો ચલાવતો હતો. લોકડાઉનમાં રીક્ષાથી આવક બંધ થઈ તો ગુજરાન ચલાવવા તેણે શાક વેંચવાનું શરુ કર્યું. આ દરમિયાન તેને લક્ષણો જણાતા તેના ટેસ્ટ કરવામાં આવ્યા અને તે પોઝીટીવ આવ્યા. શાકવાળાને 5 દિવસ તબીયત ખરાબ જણાઈ હતી. ત્યારબાદ તે હોસ્પિટલ ટેસ્ટ માટે પહોંચ્યો હતો.