આ કરોડપતિ ગુજરાતી કરોડોના બંગલામાં રાખે છે વાછરડીઓ, બાળકો કરતા પણ વધારે આપે છે પ્રેમ

આ ગુજરાતીનો ગૌપ્રેમ જુઓ! પોતાના બંગલામાં રાખીને ઉછેરે છે વાછરડીઓ

આ પ્રાણીને ગાય એટલા માટે કહેવાય છે કે તે સૂર્યમાંથી નીકળતા ‘ગો’નામના કિરણને પોતાની ખુંધમાં ધારણ કરે છે અને ખુંધમાં સૂર્યનાડી થકી તે ગલકંબલમાં થઇને સૂર્યની આ શક્તિ તે પ્રાણીની લાળમાં ભળે છે અને પછી તે દૂધ, ગોબર અને મુત્રમાં ભળે છે. આ પ્રાણી ગો કિરણ ધારણ કરતુ હોવાથી તે ગો, ગૌ અથવા તો ગાય છે. વિશ્વમાં એકમાત્ર ગાય જ એવુ પ્રાણી છે જેના મળ અને મૂત્ર પણ પવિત્ર ગણાય છે એટલા માટે કે ગાયના મળ અને મૂત્રથી માનવ સ્વાસ્થ્ય સુદ્રઢ બને છે અસાધ્ય બીમારીઓ થતી નથી…

image source

થાય તો મટે છે. ખેતી અને ગાય આધારિત ભારત દેશમાં હજુ પણ સરકાર અને સમાજ ગૌસેવા પ્રત્યે જાગૃત નથી. દેશ આઝાદ થયો તે પહેલા દેશમાં ગાયોની સ્થિતિ ખુબ સારી હતી. આઝાદી બાદ આજ સુધી ગાય અને ગૌવંશને ખતમ થાય તેવી જ રીતિ નીતિ સરકાર અને સમાજની રહી છે અને એટલે જ દેશમાં ગાય અને ગૌવંશને બચાવવા તથા સમાજમાં જાગૃતિ લાવવા શહેર-શહેર, ગામડે-ગામડે લોકો ફરી રહ્યા છે. પ્રેમ..શબ્દમાં જ ઘણું બધું સમજાઈ જાય છે. પ્રેમના અનેક પ્રકાર છે. પરંતુ ગાયમાતા પ્રત્યેના આ પ્રેમને જોઈને તમને અજીબ લાગશે. અજીબ એટલા માટે કે, એક કરોડપતિ વ્યક્તિ પોતાનો કરોડોનો ધંધો છોડીને નાની વાછરડીઓ વચ્ચે જીવન વિતાવે છે.

image source

આ ગૌ પ્રેમી વ્યક્તિ એટલે કે, અમદાવાદ નજીક મણીપુરવડ પાસે રહેતા વિજયભાઈ પરસણા. જેઓની પાસે પૈસાની કાોઈ કમી નથી. પરંતુ તેમને ગૌમાતા પર અતૂટ વિશ્વાસ છે અને આજ કારણે તેઓ ગાયોની વચ્ચે રહેવાનું પસંદ કરે છે. તેમને નાના બાળકની જેમ વહાલ કરવાનું પસંદ છે. ગાયોને તેમને શણગારવી. તેમને નવડાવવી, તેમની સાથે રમત રમવી અને પોતાની કારમાં તેને ફરવા લઈ જવાનું પસંદ છે. આ વ્યક્તિની આ કામગીરીને તમે શોખ કહો… ગૌપ્રેમ કહો કાંઈપણ. ૫ હજાર વારના બંગલામાં એકલા જ રહે છે

image source

સૌથી મહત્વની વાત તો એ છે કે, વિજયભાઈ ગાયોને સાચવવા માટે ૫ હજાર વારના બંગલામાં એકલા જ રહે છે. વિજયભાઈ ગાયને ભગવાન માને છે.. એટલું જ નહીં તેઓ રોજ ગૌમુત્રનું સેવન કરે છે અને ગાયના છાણથી જ સ્નાન પણ કરે છે. તેમનું કહેવું છે કે,લોકો પોતાના સ્વાર્થ માટે ગાયને રાખે છે અને સ્વાર્થ પૂરો થતા રસ્તા પર રડતી મુકી દે છે. જે હું જોઈ શક્તો નહોતો. તેથી મને આ સેવા યજ્ઞ શરૂ કરવાનું મન થયું. આ યજ્ઞ એટલા માટે કે, લોકો આ સેવાભાવથી પ્રભાવિત થાય અને ગાય પ્રત્યે સંવેદના કેળવાય.

૧૧ ગાયોને ત્રણ પેઢીથી સાચવી રહ્યા છે.

image source

મહત્વનું છે કે, વિજયભાઈએ અગાઉ ગાયના ધામધૂમ પૂર્વક લગ્ન પણ કરાવ્યા હતા. અને આજે તેઓ ૧૧ જેટલી ગાયોને ત્રણ પેઢીથી સાચવી રહ્યા છે. જોકો તેમનો આ ગૌ પ્રેમ લોકોના દીલને સ્પર્શનારો છે. ત્યારે આશા રાખીએ કો, લોકો પણ ગૌમાતાને રડતી ન મૂકીને તેમની આ રીતે સેવા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરશે. પ્રાચીનકાળથી દેશની આઝાદી સુધી ગાયને વિશેષ દરજ્જો અને વિશેષ અધિકાર અપાયો હતો.

image source

પર્વત, વન, નદીના બન્ને કિનારા પર એક એક યોજન વિસ્તાર અને ગામની ગૌચર જમીન ગાયો માટે સુરક્ષિત રખાતી હતી. દેશી ગાય આધારિત કૃષિને, દેશી ગાયના દુધ આધારીત પ્રોડક્ટને, દેશી ગાયના છાણ,ગૌમુત્રના ખાતરમાંથી તૈયાર થયેલ અન્નને યોગ્ય બજાર મળે અને લોકો તેનો ઉપયોગ કરતા થાય તેવી વ્યવસ્થા સરકારે તાત્કાલીક શરૂ કરવી જોઇએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત