અહીં જોઈ લો લગ્નની ખરીદી માટેનો સૌથી સારો સમય અને મુહૂર્ત, પછી પછવાતો થાય તો કહેતા નહીં, રોકાણ પણ આ રીતે જ કરજો

દિવાળી પછી આ મહિનામાં ફરીથી ખરીદી માટે પુષ્ય નક્ષત્રનો સંયોગ બની રહ્યો છે. 25 નવેમ્બરે વર્ષનો છેલ્લો ગુરુ પુષ્ય યોગ બની રહ્યો છે. આ દિવસે અમૃતસિદ્ધિ અને સર્વાર્થસિદ્ધિ યોગ પણ રહેશે. આ શુભ યોગમાં કરવામાં આવતું રોકાણ ફાયદો આપે છે, સાથે જ આ દરમિયાન કરવામાં આવતી ખરીદી સ્થાયી અને શુભફળ આપનારી હોય છે. ત્રણ મોટા શુભ યોગ બનવાને કારણે આ દિવસ રિયલ એસ્ટેટમાં રોકાણ, નવા કામની શરૂઆત, વાહન, ઘરેણાં, કપડાં અને અન્ય વસ્તુની ખરીદી માટે શુભ રહેશે.

ગુરુવારે પુષ્ય નક્ષત્રમાં કરવામાં આવતી ખરીદી સમૃદ્ધિ આપનારી હોય છે. આ નક્ષત્રની ધાતુ સોનું છે. બૃહસ્પતિ દેવનો વાર હોવાના કારણે આ યોગમાં લગ્ન માટે સોનું અને ઘરેણાં ખરીદવાથી સમૃદ્ધિ બની રહે છે. વિદ્વાનો પ્રમાણે ગુરુ પુષ્ય યોગમાં વર-કન્યા માટે ઘરેણાં ખરીદવાથી ગુરુ ગ્રહનો શુભ પ્રભાવ રહે છે. એનાથી લગ્નજીવનના દોષમાં ઘટાડો આવે છે અને લગ્નસુખ વધે છે.

image source

પુષ્ય નક્ષત્રમાં રિયલ અસ્ટેટ સાથે જ વાહન, મશીન અને અન્ય સ્થાયી સંપત્તિમાં કરવામાં આવતું રોકાણ લાંબા સમય સુધી ફાયદો આપે છે. આ દિવસે ચાંદી, કપડાં, વાસણ, ઇલેક્ટ્રોનિક્સ ​વસ્તુની ખરીદી પણ શુભ રહે છે. આ શુભ મુહૂર્તમાં વાહન ખરીદવાથી તેનો ફાયદો લાંબા સમયગાળા સુધી મળી શકે છે. આ શુભ સંયોગમાં નવો બિઝનેસ અને નોકરીની શરૂઆત કરવી પણ ફળદાયી માનવામાં આવે છે.

બધા 27 નક્ષત્રમાં પુષ્યને રાજા માનવામાં આવે છે. આ નક્ષત્રને શાસ્ત્રોમાં અમરેજ્ય પણ કહેવામાં આવે છે. એટલે તે નક્ષત્ર જે જીવનમાં સ્થિરતા અને અમરતા લઈને આવે છે. આ નક્ષત્રમાં લગ્ન માટે કરવામાં આવતી ખરીદીથી સંબંધોમાં મિઠાસ અને મજબૂતી આવે છે. પુષ્ય નક્ષત્રનો સ્વામી શનિ હોય છે, પરંતુ પ્રકૃતિ ગુરુ ગ્રહ સમાન હોય છે. જ્યારે પણ ગુરુવારે પુષ્ય નક્ષત્ર આવે છે ત્યારે તેનાથી બનતો ગુરુ પુષ્ય યોગ સુખ-સમૃદ્ધિ અને સફળતા આપનાર હોય છે. એટલે પુષ્ય નક્ષત્રમાં લગ્ન માટે ખરીદી કરવાની પરંપરા છે.

image source

ગુરુ પુષ્ય નક્ષત્રના સંયોગમાં જમીન માટે રજિસ્ટ્રેશન કરવાથી ખૂબ જ ફાયદો મળે છે. નવા કામની શરૂઆત પણ આ શુભ યોગમાં કરવી જોઈએ. આ ગુરુવારે શુક્લ, શુભ અને બ્રહ્મ નામનો યોગ બનવાની સાથે વદ પક્ષની છઠ્ઠ તિથિ હોવાથી આ દિવસ વધારે પ્રભાવશાળી થઈ ગયો છે. આ શુભ સંયોગના કારણે શેરબજાર, રિયલ એસ્ટેટ અને અન્ય જગ્યાઓમાં રોકાણ કરવાથી ફાયદો મળશે, સાથે જ વાહન ખરીદીનું ખાસ મુહૂર્ત બની રહ્યું છે. ત્યાં જ ગુરુવારે ઘરેણાં, ફર્નિચર અને અન્ય જરૂરી સામગ્રીની ખરીદી સાથે જ નવા કામની શરૂઆત કરવી પણ શુભ રહેશે.

ગુરુવારે સૂર્યોદય સાથે જ પુષ્ય નક્ષત્ર શરૂ થશે જે સાંજે લગભગ 6.50 સુધી રહેશે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ અને અમૃત સિદ્ધિ યોગ પણ પુષ્ય નક્ષત્ર સાથે શરૂ અને પૂર્ણ થશે. એટલે દરેક પ્રકારની ખરીદી, રોકાણ અને નવા કામની શરૂઆત માટે આખો દિવસ શુભ રહેશે. તે પછી આવતાં વર્ષે એટલે 28 જુલાઈ 2022ના રોજ આખો દિવસ અને રાત પુષ્ય નક્ષત્ર રહેવાથી ફરીથી ગુરુ-પુષ્ય યોગ બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *