દુનિયામાં અહીં 10 વાગે નીકળે છે સૂરજ અને સૌથી ઠંડું રહે છે આ ગામ, જાણો વિશેષતાઓ

દેશ અને દુનિયામાં ઠંડીએ જોર પકડયું છે ત્યારે રશિયાના ઓમમ્યાકોન ગામને એન્ટાર્કટિકાની બહારની સૌથી ઠંડી જગ્યા માનવામાં આવે છે. ગયા અઠવાડિયાની ઠંડીએ લોકોને ઘરમાં બંધ કરી દીધા હતા. હજુ પણ ઠંડી વધવાની આગાહીની સાથે દિલ્હીમાં પણ 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો હતો અને 2 દિવસ પહેલાં તાપમાન 3 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. ભારત સહિતની અનેક જગ્યાઓએ તાપમાન માઈનસમાં જતું રહે છે. આજે વાત કરીશું એવા ગામની જ્યાં ન્યુનતમ તાપમાન -71 ડિગ્રી સુધી પહોંચી જાય છે. અહીં સૂરજ સવારના 10 વાગે નીકળે છે.

image source

જી હા આ ગામ રશિયામાં આવેલું છે. રશિયાના સાઈબેરિયામાં આવેલું ઓમ્યાકોન ગામની વાત થઈ રહી છે. તેને એન્ટાર્કટિકાની બહારની દુનિયાની સૌથી ઠંડી જગ્યા માનવામાં આવી રહી છે. અહીં તાપમાન સામાન્ય રીતે જ -50 ડિગ્રીની આસપાસ રહે છે.

image source

વર્ષ 1924માં આ જ્ગ્યાનું તાપમાન -71.2 ડિગ્રી સેલ્સિયસ પહોંચી ગયું હતું. 2018ના આંકડા અનુસાર અહીં 500થી 900 લોકો રહે છે. આ લોકો પર ફ્રોસ્ટબાઈટ કે પાલા પડવાનો ખતરો હંમેશા રહે છે.

image source

તમને જાણીને નવાઈ લાગશે કે તમે વિચાર્યું પણ નહીં હોય તેવી ઠંડીનો સામનો અહીના લોકો કરે છે. બાળકોને -50 ડિગ્રીની ઠંડીમાં શાળાએ જવું પડે છે. જ્યારે તાપમાનમાં વધારે ઘટાડો આવે છે ત્યારે શાળાઓ બંધ કરી દેવામાં આવે છે. બાળકોને શિયાળાનો સામનો કરવા હેલ્થની બાબતે સ્ટ્રોન્ગ બનાવવામાં આવે છે.

image source

આ ગામની ખાસિયત છે કે ડિસેમ્બર મહિનામાં અહીં વધારે ઠંડી રહેવાના કારણે અહીં સૂરજ પણ સવારે 10 વાગે ઉગે છે. એવામાં ઠંડીના કારણે લોકોના હાલ બેહાલ થઈ જાય છે.સ્થિતિ એવી થાય છે કે ગાડીઓની બેટરીમાં બરફ ન જામે તે માટે ગાડીઓને દરેક સમયે ચાલુ જ રાખવી પડે છે.

image source

શિયાળાના સમયમાં આ ગામમાં કોઈ પાક થી સકતો નથી. લોકો મોટાભાગે નોનવેજ ખાઈને જ જીવન પસાર કરે છે. અહીં રેડિયર અને ઘોડાના માંસ સિવાય લોતો સ્ટ્રોગનનીના માછલીનું પણ વધારે પ્રમાણમાં સેવન કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત