ભારતનું એક માત્ર ગામ, જ્યાંના લોકો 300 વર્ષથી બોલે છે પોર્ટુગિઝ ભાષા

ભારત સાથે પોર્ટુગલના લોકોનો સૌથી જૂનો સંબંધ છે. તમને જણાવી દઈએ કે 1498માં પોર્ટુગલના સાહસિક, પ્રવાસી, સાગરખેડૂ વાસ્કો દ ગામાએ ભારતના દરિયા કિનારે પ્રથમ પગ મૂક્યો હતો. આ પહેલો વ્યક્તિ હતો જેમણે આ દરિયાઈ માર્ગ શોધ્યો હોય અને ત્યાર બાદ ભારતમાં વિદેશી લોકોના આગમનની શરૂઆત થઈ. ત્યાર બાદ અનેક વિદેશી પ્રજાએ ભારત પર શાસન કર્યું અને આઝાડીના 14 વર્ષ બાદ ભારત સરકારે ડિસેમ્બર 1961માં પોર્ટુગીઝ સત્તા પાસેથી દીવ-દમણ-ગોવા પાછાં મેળવ્યાં હતાં. પરંતુ આજે આઝાદીના આટલા વર્ષો બાદ પણ ભારતમાં એક એવુ ગામ છે જ્યાના લોકો આજે પણ પોર્ટુગિઝ ભાષા બોલે છે. તો ચાલો જાણીએ એ ગામ વિશેની રસપ્રદ માહિતી.

કોરલાઇના લોકોની બોલીમાં પોર્ટુગિઝ ભાષાના શબ્દોનો પ્રભાવ વધુ

image source

આજે અમે વાત કરવાના છીએ મહારાષ્ટ્રના કોંકણ દરિયાકાંઠે આવેલા કોરલાઇ ગામની કે જ્યાના લોકો આજે પણ પોર્ટુગિઝ ભાષા બોલે છે. આમ તો મોટે ભાગે લોકો પોતાની સ્થાનિક ભાષા બોલતા હોય છે એ રીતે જોવા જઈએ કે કોરલાઇ ગામના લોકોની ભાષા કોંકણી કે મરાઠી ભાષા બોલતા હોવા જોઇએ પરંતુ કોરલાઇના લોકોની બોલીમાં પોર્ટુગિઝ ભાષાના શબ્દોનો પ્રભાવ જણાય છે. આ લોકોની બોલીમાં પોર્ટુગિઝ ભાષાની વચ્ચે વચ્ચે ક્યાં ક્યાંક મરાઠીભાષાના શબ્દો પણ આવી જાય છે પરંતુ આવી બે દેશની મિશ્રણ ભાષા બોલાતું કદાંચ ભારતનું આ એક માત્ર ગામ હશે. તમને જણાવી દઈએ કે પોર્ટુગિઝ અને મરાઠીના મિશ્રણવાળી ભાષાને ક્રિસ્તી કહેવામાં આવે છે.

કોરલાઇ ગામમાં ખ્રિસ્તી સમૂદાયના લોકોની વસ્તી વધારે

image source

તમને જણાવી દઈએ કે 15 મી સદીમાં ગોવા અને તેની નજીકના વિસ્તારમાં પોર્ટુગિઝોએ થાણા સ્થાપ્યા હતા ત્યારે કોરલાઇ ગામના લોકોના સંપર્કમાં આવ્યા હતા. નોંધનિય છે પોર્ટુગિઝોનું શાસન હતું ત્યારે પોર્ટુગિઝ લોકો વેપાર ધંધા માટે નજીકના ચુલ પોર્ટ પાસે અલર જવર કરતા હતા. જેના કારણે પોર્ટુગિઝ લોકોના પ્રભાવમાં આવવાથી આ ગામના લોકોની ભાષામાં પણ પોર્ટુગિઝ શબ્દો ઉમેરાતા ગયા. તમને જણાવી દઈએ કે કોરલાઇ ગામમાં ખ્રિસ્તી સમૂદાયના લોકોની વસ્તી વધારે છે જેમાંના ઘણા એ સમયે ધર્માતરિત થયેલા છે. નોંધનિય છે કે ધર્માતરણ કર્યા બાદ સ્થાનિક અને પોર્ટુગિઝ ભાષાને જોડવામાં ઝડપ આવી હતી.

1000 લોકોને પોર્ટુગિઝ ભાષા હોલતા આવડે છે

image source

તો બીજી તરફ આ સમયની સામાજીક આર્થિક પરીસ્થિતિના કારણે પણ પોર્ટુગલ ભાષા બોલવા માટે મજબૂર કર્યા હોવાની વાત સામે આવે છે. તમને જણાવી દઈએ કે કોરલાઇ ગામમાં 1૦૦૦ લોકોને પોર્ટુગિઝ ભાષા હોલતા આવડે છે. નવાઈની વાત તો એ છે કે આમાના કેટલાક લોકોને તો શુદ્ધ પોર્ટુગલ ભાષા બોલતા આવેડે છે. જો કે હાલમાં પોર્ટુગિઝ ભાષા બોલનારા અને જાણનારા લોકોની સંખ્યા ધીમે ધીમે ઘટી રહી છે. તમને જણાવી દઈએ કે આ ગામ લોકોના લોકસંગીત વારસા પર વિદેશી ભાષાનો પ્રભાવ હવે ધીમે ધીમે જોવા મળી રહ્યો છે.

કોરલાઇનો કિલ્લો દેશભરમાં જાણીતો છે

image source

તમને જણાી દઈએ કે પોર્ટુગિઝમાં ઉન્તા નવા એટલે કે તું કયા જાય છે એવો અર્થ થાય છે. આ ગામમાં ભાષાનું વૈવિધ્ય જોવા મળે છે. તમને જણાવી દઈએ કે કેટલાક લોકો જુદી પડતી ભાષા બોલે છે જે મલેશિયાને પણ મળતી આવે છે. તમને ઈતિહાસ વિશે જણાવી દઈએ કે પોર્ટુગિઝ લોકોએ મહારાષ્ટ્રના દમણથી ગુજરાતના દમણ સુધીના વિસ્તાર પર કબ્જો મેળવ્યો હતો. તો બીજી તરફ પોર્ટુગિઝોએ પોતાના રક્ષણ માટે ઘણા કિલ્લા પણ બાંધ્યા હતા તેમાં કોરલાઇનો કિલ્લો દેશભરમાં જાણીતો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત