અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, વતનમાં ભારે આક્રોશ, હત્યારાઓને કડક સજા કરવા માગ

અમેરિકા અને દક્ષિણ આફ્રિકામાં ભારતીય મુળના લોકો પર હુમલાની વાત નવી નથી. સમયે સમયે ભારતીય મૂળના લોકો હુમલાની ઘટના બનતી રહે છે. આ હુમલામાં ઘણા ભારતીયોએ જીવ પણ ગુમાવ્યા છે તેમા ઘણા ગુજરાતી પણ હતા. ક્યારેક રંગ ભેદના કારણે તો ક્યાંરેક લૂંટના ઈરાદે ભારતીયોને ટાર્ગેટ કરવામાં આવે છે. નોંધનિય છે કે ભારત બજારો લોકો હોટેલ અને મોટેલ વ્યવસાય સાથે જોડાયેલા છે ખાસ કરીને ગુજરાતીઓ. આવી જ ઘટના સામે આવી છે અમેરિકાના એટલાન્ટામાં. જ્યાં એક 52 વર્ષીય ગુજરાતીના હત્યા કરવામાં આવી છે.

મેહુલભાઈના પિતા હાઈસ્કૂલના નિવૃત શિક્ષક

image source

આ ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર મેહુલભાઈ વશી નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. તેઓ મુળ ગણદેવીના વતની છે. તેમના પિતા હાઈસ્કૂલના નિવૃત શિક્ષક છે. તેમના પરિવારની વાત કરીએ તો તેમની પત્ની બે દીકરી અને પત્ની સાથે અમેરિકાના જ્યોર્જિયાના ઓગસ્ટા ઇવાન્સમાં રહે છે. મેહુલભાઇ એટલાન્ટામાં રેડ મોટેલમાં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. જ્યાં તેમની હત્યા કરી દેવામાં આવતા સમગ્ર પંથકમાં શોકનો માહોલ સર્જાયો છે. તેમના વતનમાં આ વાતની જાણ થતા જ સૌના આંખો ભીની થઈ ગઈ છે.

અશ્વેત યુવાને મેહુલભાઈની હત્યા કરી

image source

તો બીજી તરફ મૃતક મેહુલભાઇના સસરા ગણદેવી સિનિયર સિટિઝન ગ્રુપના ઉપપ્રમુખ ઠાકોરભાઈ દેસાઈએ અને બીજા અંગત લોકોએ શોક વ્યક્ત કર્યો હતો. અને આરોપીએ સામે કડક પગલાં લઈ સજા કરવા અપીલ કરી છે. આ ઘટના અંગે વાત કરીએ તો મેહુલભાઈ જ્યારે મોટેલ ફરજ બજાવતા હતા ત્યારે દારૂના નશામાં રહેલા એક અશ્વેતે મેહુલબાઈ પર હુમલો કરી તેની હત્યા કરી નાખી હતી. તમને જણાવી દઈએ કે જ્યારે પહેલાં મેહુલ ભાઈની જગ્યાએ રાત્રિની ફરજ પર આવેલા એક કર્મીએ મેહુલને ફોન કરીને એ ક્યાં છે એવું પૂછ્યું ત્યારે તેના જવાબમાં મેસેજમાં મેં તેને મારી નાખ્યો એવો જવાબ આપ્યો હતો. ત્યાર બાદ શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને પોલીસને પણ તુરંત જાણ કરવાામં આવી હતી. હાલમાં પોલીસ આરોપીએને પકડવા માટે તપાસ કરી રહી છે.

મેહુલભાઈના પત્ની એટલાન્ટાની એક ફેક્ટરીમાં જોબ કરે છે

image source

તો બીજી તરફ ગણદેવી નગરના સિનિયર સિટિઝનના હોદ્દેદારો પણ આ બાબતે ખૂબ જ ચિંતિત છે. સમગ્ર શહેરમાં આ ઘટનાની નિંદા કરવામાં આવી છે. નોંધનિય છે કે આ પહેલા પણ ભારતીય મૂળના લોકોને ટાર્ગેટ કરવામા આવ્યા છે. તમને જણાવી દઈએ કે મેહુલભાઈ ગણદેવીના મહેતા અને સિનિયર સિટિઝન ગ્રુપના ઉપપ્રમુખ ઠાકોરભાઈ દેસાઈના જમાઈ થાય છે. મેહુલભાઈની પત્ની હેતલ એટલાન્ટાની એક ફેક્ટરીમાં જોબ કરે છે અને પોતાનું બ્યૂટીપાર્લર પણ ચલાવે છે. મોટી દીકરી આરોહી અને નાની દીકરી બીર્વા અભ્યાસ કરે છે. અચાનક આવી પડેલી આફતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

મોટેલનું રિનોવેશન ચાલી રહ્યું હતું

image source

આ ઘટના અંગે મેહુલભાઈના સસરા ઠાકોરભાઈએ જણાવ્યું કે, મારા જમાઇ મૃતક મેહુલભાઇ એટલાન્ટામાં રેડ મોટેલમાં જનરલ મેનેજર હતા. આ મોટેલ એરપોર્ટની પાસે જ આવેલી છે. હાલમાં મળતી માહિતી પ્રમાણે રિનોવેશનનું કામ ચાલુ છે જેના ફક્ત 5 જ રૂમ મોટેલમાં ચાલુ હતા.

image source

બીજા 100 જેટલા રૂમમાં રિપેરિંગ ચાલુ હતું આ દરમિયાન મેહુલ સાથે કોઈ બાબતે આ યુવકે ઝઘડો થતા યુવાકે એમનું ગળુ દબાવી હત્યા કરી નાખી હોવાની વાત સામે આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત