Site icon News Gujarat

આ દેશમાં કોરોનાના નિયમો તોડવા પર મળે છે મોતની સજા, હજુ સુધી એક પણ કેસ ન નોંધાયો હોવાનો દાવો

સમગ્ર વિશ્વમાં અત્યારે કોરોનાનો કહેર ચાલી રહ્યો છે. કોરોનાનુ સંક્રમણ વધુન ફેલાય તે માટે ઘણા દેશોએ લોકડાઉન પણ જાહેર કર્યું હતું અને બીજી ઘણી ગાઈડલાઈન પણ જાહે કરી હતી. વિવિધ દેશોમાં કોરોનાને લઈને અલગ અલગ નિયમો જાહેર કરાયા હતા. ક્યાંક માસ્ક ન પહેરા પર દંડ તો ક્યાંક જાહેરમાં થુકવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.

image source

જો આપણે ભારતની જ વાત કરીએ તો આપણે ત્યાં માસ્ક ન પહેરવા પર 200 થી લઈને 2000 સુધીનો દંડ વસુલવામાં આવતો હતો. પરંતુ શું તમને ખબર છે આ દુનિયામાં એક એવો પણ દેશ છે કે જ્યાં કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ મોતની સજા મળે છે. તમને જાણીને નવાઈ લાગશે, તમને થશે મોતની સજા? તમે સાચુ જ શાંભળ્યું જિ હા મિત્રો મોતની સજા. આ દેશ છે ઉત્તર કોરિયા. ઉત્તર કોરિયામાં કોરોના માર્ગદર્શિકાનું પાલન ન કરવા બદલ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

કિમ જોંગ ઉને આ ઉચ્ચ સુરક્ષા શિબિરો ખોલવાની મંજૂરી આપી

image source

જે લોકો કોરોનાના નિયમોનું પાલન નથી કરી રહ્યા છે, તેમના માટે અટકાયત શિબિરો અથવા અટકાયત શિબિરો ખોલવામાં આવી છે અને આ લોકોને વિશેષ ફોજદારી કહેવામાં આવે છે. અહેવાલો અનુસાર ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉને આ ઉચ્ચ સુરક્ષા શિબિરો ખોલવાની મંજૂરી આપી હતી. જે લોકો કોરોના માર્ગદર્શિકાનું પાલન કરતા નથી તેઓને આ અટકાયત શિબિરોમાં લાવવામાં આવી રહ્યા છે અને તેમની સાથે અમાનવીય વર્તન કરવામાં આવી રહ્યું છે. હાલમાં કિમ જોંગનો આ આદેશ સમગ્ર વિશ્વ માટે ચર્ચાનો વિષય બન્યો છે.

પોતાની બોર્ડર સીલ કરી દીધી

image source

નોર્થ કોરિયાએ કોરોનાના કારણે પોતાની બોર્ડર સીલ કરી દીધી છે. બોર્ડરથી 0.6 કિલોમીટર વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિ દેખાય તો તેને ઉડાવી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે. જે વ્યક્તિને મોતની સજા અપાઈ છે તે સરહદી વિસ્તારનો જ રહેવાસી હતો. નોર્થ કોરિયાના દાવાઓ પર વિશ્વાસ કરવો તો મુશ્કેલ છે પણ આ દેશ કહી ચુક્યો છે કે, અમારે ત્યાં હાલમાં કોરોનાનો એક પણ કેસ નથી.જોકે બોર્ડરો બંધ થવાથી ઉત્તર કોરિયાના લોકોની હાલત ખરાબ થવા માંડી છે. કારણકે જરુરી વસ્તુઓની તંગી સર્જાવા માંડી છે. આવામાં ઘણા લોકો દેશ છોડીને ચીન તરફ જતા રહેવાની ફીરાકમાં છે.

લોકોની સાથે અમાનવીય વ્યવહાર કરવામાં આવી રહ્યો છે

image source

એક રિપોર્ટ પ્રમાણે મિનિસ્ટ્રી ઓફ સોશિયલ સિક્યોકિટીએ આ કેમ્પનું નિર્માણ કરાવ્યું છે અને આ કેમ્પની લોકેશન કોલસાની ખાણની પાસે છે. તમને જણાવી દઈએ કે, જોકે, નોર્થ કોરિયા સતત દાવા કરતું રહ્યુ છે કે, તેમના દેશમાં કોરોના વાયરસના કેસ નથી. આ કેમ્પમાં લોકોની સાથે અમાનવીય વ્યવહાર કરવામાં આવી રહ્યો છે અને કડક યાતનાઓ પણ આપવામાં આવી રહી છે. લોકોને ટોર્ચર પણ કરવામાં આવી રહ્યા છે. એક રિપોર્ટ પ્રમાણે ડિસેમ્બરમાં એક જ દિવસમાં 53 લોકોને આ કેમ્પમાં લાવવામાં આવ્યા હતા. જેમાંતી 6 લોકોની આગામી દિવસે જ મોત થઈ ગઈ હતી.

એક વ્યક્તિને જાહેરમાં મારી દીધી હતી ગોળી

image source

એક બ્રિટશ અખબારે રેડિયો ફ્રી એશિયાના હવાલાથી અહેવાલ પ્રગટ કર્યો છે કે, 28 નવેમ્બરે નોર્થ કોરિયાની સેનાએ કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરવા બદલ એક વ્યક્તિને ગોળી મારી દીધી હતી. આ વ્યક્તિને જાહેરમાં જ મોતને ઘાટ ઉતારાયો હતો .જેથી લોકોમાં ડર પેસી જાય અને કોરોનાના નિયમનુ લોકો પાલન કરે. આ વ્યક્તિ પર કોરોનાના નિયમો તોડીને ચીન સરહદેથી દાણચોરી કરવાનો આરોપ મુકવામાં આવ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version