આ છોકરીઓના લગ્ન ન થવા પાછળ છે ખાસ કારણ, જાણીને તમે પણ ચોંકી જશો

એક રીતે જોઈએ તો ભારત દેશ ઘણી તરક્કી કરી ચૂક્યો છે. પરંતુ અનેક જગ્યાઓ એવી છે જ્યાં આધુનિકતા તો દૂરની વાત પણ લોકો પછાત સમાજમાં જીવી રહ્યા છે. તેમના વિચારો જાણીને તમને પણ નવાઈ લાગશે કે આ સદીમાં પણ આવું તો હોતું હશે. તમે દીકરીઓને કેટલી પણ ભણાવી લો પણ વાત જ્યારે તેમના લગ્નની આવે છે તો તેઓ આજે પણ જૂના વિચારો ધરાવે છે. એક તરફ તો દીકરીઓને ભણાવવાની અને તેમના લગ્નની ખાસ વાતો કરાય છે પણ આ વાત જાણીને તમને વિશ્વાસ નહીં થઈ શકે કે આવું પણ બને છે.

image source

એક તરફ દેશમાં છોકરીઓ નામ કમાઈ રહી છે અને સાથે જ આગળ વધી રહી છે પણ વાત જ્યારે એરેન્જ મેરેજની આવે છે તો તેઓએ કોમ્પ્રોમાઈઝ કરવો જ પડે છે. જ્યારે લગ્નને માટે દીકરીઓની પસંદગી કરાય છે તો તેમનો અભ્યાસ અને કમાણી બંનેને જોવામાં આવે છે. યુવતી કેટલું પણ કેમ ન કમાતી હોય પણ લગ્ન માટે કેટલીક ચીજોને ખાસ મહત્વ આપવામાં આવે છે. જેના વિના યુવતીઓના લગ્ન થઈ શકતા નથી. તો તમે પણ જાણો આ કયા કારણો છે જે દીકરીઓના લગ્નમાં આજે પણ બાધા રૂપ છે.

ગોરો રંગ

image source

લગ્ન માટે સૌથી પહેલાં યુવતીનો ગોરો રંગ જોવામાં આવે છે. દરેકને ગોરા રંગની યુવતીની શોધ રહે છે. સૌથી પહેલાં યુવતીનો રંગ જોવાય છે. જો એરેન્જ મેરેજ હોય તો પણ આ ડિમાન્ડ પ્રથમ રહે છે. આ કારણ છે કે આપણા દેશમાં બ્યુટી પ્રોડક્ટ્સની ડિમાન્ડ અને વેચાણ બંને વધારે રહે છે.

યુવતીનું વજન

image source

તમને માનવામાં નહીં આવે પણ લગ્ન માટે ખાસ કરીને એવી યુવતીઓને પસંદ કરાય છે જેઓ શરીરથી ફિટ હોય અને સાથે જ ફૂર્તિલી હોય. જો યુવતીઓ સામાન્યથી વધારે હેલ્ધી હોય છે તો પણ તેમના લગ્નમાં સમસ્યા આવે છે. એટલે કે લગ્ન માટે યુવતીના ફિગરને પણ ખાસ મહત્વ આપવામાં આવે છે.

યુવતીની ઉઁમર

આપણા દેશમાં યુવતી યુવકથી નાની હોય તે જરૂરી છે. લગ્ન સમયે આ વાતને અને સાથે જ કુંડળીને પણ મહત્વ આજે પણ આપવામાં આવે છે. આજના સમયમાં લોકો પોતાના ઘરે તેમના દીકરાની ઉંમરથી નાની ઉંમરની વહુની શોધમાં રહે છે.

image source

તમને પણ જાણીને નવાઈ લાગી હશે કે આજના સમયમાં ઉંમર, વજન, રંગને મહત્વ આપીને લગ્ન કરાવવામાં આવે છે. યુવતીની આવડત, ગુણ વગેરેનું કોઈ મહત્વ જ રાખવામાં આવતું નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત