351 કિલોમીટર લાંબા આ કોરિડોર પર 100 કિ.મીની ઝડપે દોડશે માલગાડી, જેમનું PM મોદીએ થોડા સમય પહેલા જ કર્યું હતુ ઉદ્ધાટન

પ્રધાનમંત્રી દ્વારા તાજેતરમાં જ વિડીયો કોન્ફ્રન્સિંગ દ્વારા પૂર્વી ડેડીકેટેડ ફ્રેટ કોરિડોર (EDFC) ના ન્યુ ભાઉપુર – ન્યુ ખુર્જા સેક્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પૂર્વી ડેડીકેટેડ ફ્રેટ કોરિડોર બનવાથી દેશમાં માલની હેરફેરની સુવિધામાં વધારો થશે.

image source

EDFC નો 351 કિલોમીટર લાંબા ન્યુ ભાઉપુર – ન્યુ ખુર્જા સેક્શન પ્રોજેક્ટ 5750 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયો છે. આ સેક્શન હાલના કાનપુર – દિલ્હી મુખ્ય લાઈનથી પણ ભીડ ઓછી કરશે અને ભારતીય રેવેને ઝડપી ટ્રેન ચલાવવામાં સહાયક બનશે.

image source

પૂર્વી ડેડીકેટેડ ફ્રેટ કોરિડોર ટ્રેક પર 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે માલગાડી ચલાવી શકાશે. યાત્રી ટ્રેનનોને કારણે હાલ માલગાડીઓને આટલું અંતર કાપવામાં કેટલીક વાર આખો દિવસ વીતી જાય છે. યાત્રી ટ્રેનોનુ પાસ દેવા માટે માલગાડીને હવે લૂપ લાઈનમાં ઉભી રાખવી નહિ પડે.

image source

પહેલાથી ઉપલબ્ધ ટ્રેક પણ સામાન્ય દિવસોમાં લગભગ 170 થી 200 માલગાડીઓ અને 375 યાત્રી ટ્રેનો દોડતી હતી. માલગાડીઓ સ્થાનાંતરિત થવાથી ટ્રેક યાત્રી ટ્રેનો માટે જ રહેશે જેથી ટ્રેનોને નિયત સમય કરતા મોડું પડવાની સમસ્યા પણ નહિ રહે અને તેની ઝડપ પણ વધશે.

image source

પ્રયાગરાજમાં એક અત્યાધુનિક ઓપરેશન કંટ્રોલ સેન્ટર (OCC) EDFC ના આખા રૂટ માટે કમાન્ડ સેન્ટર તરીકે કામ કરશે. આધનિક આંતરિક સજ્જ, શ્રમ દક્ષતા સંબંધી ડિઝાઇન અને શ્રેષ્ઠ ધ્વનિ વિજ્ઞાન સાથે OCC વિશ્વ સ્તરે આ પ્રકારની સૌથી મોટી સંરચનાઓ પૈકી એક છે.

image source

પૂર્વી ડેડીકેટેડ ફ્રેટ કોરિડોર (EDFC) 1856 માર્ગ કિલોમીટર લમ્બો છે. તે લુધિયાણા પાસેના સાહનેવાલથી શરુ થઇ પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ રાજ્યો થઈને પશ્ચિમ બંગાળના દનકુનીમાં પૂરો થાય છે. કોરિડોરના રૂટ પર પહેલા ડીઝલ એન્જીન ધરાવતી માલગાડીઓ ચાલશે કારણ કે વિદ્યુતકરણનું કામ હજુ પૂરું નથી થયું. અધિકારોના જણાવ્યા મુજબ તેનું કામ પણ જલ્દીથી કરવામાં આવશે ત્યારબાદ ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જીન ધરાવતી માલગાડીઓ પણ આ રૂટ પર ચાલશે.

આ સેક્શન સ્થાનિક ઉદ્યોગો જેવા કે એલ્યુમિનિયમ ઉદ્યોગ (કાનપુર ગ્રામ્ય જિલ્લાનો પુખરાયાં ક્ષેત્ર), ડેરી ક્ષેત્ર (ઓરૈયા જિલ્લો), કપડાં ઉત્પાદન / બ્લોક પ્રિન્ટિંગ (ઇટાવા જિલ્લો), કાંચ સામાનના ઉદ્યોગ (ફિરોઝાબાદ જિલ્લો), પોટરી (બુલંદશહેર જિલ્લાનું ખુર્જા), હિંગ ઉત્પાદન (હાથરસ જિલ્લો) અને તાળા તથા હાર્ડવેર ઉદ્યોગ (અલીગઢ જિલ્લો) માટે નવી તકો ઉભી કરશે.

image source

આ પ્રોજેક્ટનો હેતુ ગલિયારેના માર્ગ સાથે રાજ્યોમાં મૂળભૂત માળખું અને ઉદ્યોગને ગતિશીલ કરવાનો છે. અનેક રાજ્યોમાંથી પસાર થનાર આ કોરિડોરનો લગભગ 57 ટકા ભાગ ઉત્તર પ્રદેશમાં છે. ડેડીકેટેડ ફ્રેટ કોરિડોરથી કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર, એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ, પાવર પ્લાન્ટ્સ, વેયર હાઉસિંગ, મેન્યુફેક્ચરિંગ એન્ડ એક્સપોર્ટ યુનિટ્સ જેવા ઉદ્યોગોને સૌથી વધુ લાભ થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત