આ ગામના કબૂતરોના નામે છે 7 વીઘા જમીન, બધા છે કરોડપતિ, એમનું બેંક બેલેન્સ જાણીને આંખો થઇ જશે પહોળી

રાજસ્થાનમાં એક અનોખું ગામ પણ છે જ્યાં કબૂતર કરોડપતિ છે. કોઈ મનુષ્યનું કરોડપતિ બનવું એ તો સામાન્ય વાત છે પરંતુ પક્ષીઓનું કરોડપતિ હોવું સામાન્ય નથી. વાત થઈ રહી છે ચિત્તોડગઢ નજીક નાનીસાદાડી તાલુકાના બાંભોરી ગામની, જ્યાં કબૂતર કરોડપતિ છે. અહીંના ગ્રામજનો સખાવતી કામગીરીમાં મોટા પાયે દાન આપે છે. હાલમાં આ ગામ સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આ ગામે અન્ય ગામવાસીઓ માટે પ્રેરણાત્મક કાર્ય કર્યું છે. અબોલ પક્ષીઓ માટે આ ગામ લોકોની ભાવના ખરેખર અવિશ્વસનીય છે.

1.72 લાખની રોકડ અને 50 ગુણી દાન એકત્ર થયું

image source

તાજેતરમાં બંમ્બોરીમાં કબૂતર માટે રૂપિયા 1.72 લાખ રોકડ અને 50 ગુણી અનાજ દાનમાં એકત્ર થયું છે. એટલું જ નહીં ગ્રામજનોએ અહીં સ્થિત સ્મશાન માટે 50 ક્વિન્ટલ લાકડા અને 117 યુનિટ રક્તદાન પણ કર્યું છે. તમને જણાવી દઈએ કે, કબૂતરોની મિલકતમાંથી દર વર્ષે લાખો રૂપિયાની આવક થાય છે જે કબૂતર માટેના દાણા ખરીદવામાં જ ખર્ચ કરવામાં આવે છે. ગ્રામજનોએ કબૂતરના નામે બેંક ખાતું પણ ખોલ્યું છે, જેમાં લાખો રૂપિયા જમા થાય છે.

કબૂતરના નામે સાત વિઘા જમીન છે

image source

સદર બજારમાં લક્ષ્મીનારાયણ મંદિરની સામે એક કબૂતર-ઘર છે, જ્યાં કબૂતરખાનાદિવસમાં બે વાર એક ગુણી અનાજ ખાઈ જાય છે. ગ્રામજનોએ અહીં વર્ષો પહેલા કબૂતરકાના સમિતિની રચના પણ કરી હતી. આ ગામના કબૂતરોમાં પાસે પુષ્કળ પ્રમાણમાં અનાજ, ખેતી-વાડી, બેંક બેલેન્સ, નોકરો બધું જ છે. કબૂતરના નામ પર સાત વિઘા જમીન પણ છે.

દર વર્ષે ગ્રામજનો મકરસંક્રાંતિ પર દાન એકત્રિત કરે છે

image source

હકીકતમાં દર વર્ષે મકરસંક્રાંતિ પર સમિતિના અધિકારીઓ અને ગામલોકો ભેગા મળીને આખા ગામમાં જોળી ફેરવી કબૂતરો માટે દાન એકત્રિત કરે છે. તો લોકો તેમની ક્ષમતા અથવા ઇચ્છા અનુસાર દાન પણ કરે છે. આમાં તેઓ રોકડ, ઘઉં, મકાઈ વગેરેનું દાન કરે છે. આ વખતે, મકર સક્રાંતિ પર1,72,000 રૂપિયા રોકડ અને 50 ગુણી અનાજ મળ્યું હતું.

50 ક્વિન્ટલ લાકડું પણ એકત્રિત કર્યું હતું

image source

કબૂતર માટે બરોડા રાજસ્થાન ગ્રામીણ બેંક શાખા બમ્બોરીમાં એક ખાતું પણ છે. ધર્માદાની ભાવના ધરાવતા બમ્ભોરી ગામના રહીશો કેટલીકવાર મકર સક્રાંતિ પર રક્તદાન શિબિરનું આયોજન કરે છે. આ વખતે 117 યુનિટ દાન કર્યું હતું. આ સિવાય સ્મશાનમાં લાકડાની સમસ્યા ખાસ કરીને ગરીબ પરિવારો માટે રહે છે. તો તેની સેવા માટે 50 ક્વિન્ટલ લાકડું પણ એકત્રિત કરાયું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત