વિશ્વના 9 એવા દેશો જ્યાંના લોકો ખાવા પાછળ વિતાવે છે કલાકોનો સમય, જાણો આમાં કયા સ્થાને છે ભારત

આ વર્ષે ભલે કોરોના મહામારીને લીધે લગ્ન પ્રસંગે કે અન્ય પ્રસંગોમાં તમને ગરમા ગરમ ભાવતા ભોજનીયા ન મળ્યા હોય પણ આપણા ઘરમાં તો આપણે પરિવાર સાથે બેસીને ફેવરિટ ડિશ જમતા જ હોઈએ છીએ. ખાવા પીવાની આ મર્યાદાઓ કદાચ હજુ થોડો લાંબો સમય ચાલશે. જો કે આ મામલે ફ્રાન્સના લોકો ક્યાંય આગળ છે. ફ્રાન્સના લોકો રોજનાં સરેરાશ 2 કલાક 13 મિનિટનો સમય જમવા પાછળ વ્યતીત કરે છે. એ સિવાય પણ આ લિસ્ટમાં અન્ય દેશોનું પણ નામ છે કે જ્યાંના નાગરિકો જમવા પાછળ કલાકોનો સમય ખર્ચે છે.

image source

તાજેતરમાં જ ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટએ વિશ્વના અનેક દેશોના નાગરિકોની દૈનિક ચર્યા અને જીવનશૈલી વિશે સંબંધિત આંકડાઓ જાહેર કર્યા હતા. આ આંકડાઓ અનુસાર ફ્રાંસની ડાયટ લાંબા સમયથી હેલ્ધી ડાયટ મોડલ રહી છે. અહીંના લોકો બેલેન્સ ડાયટ લે છે. જેમાં લીલા શાકભાજી અને ફળોની સાથે ટમેટા અને ઓલિવ જેવા ખોરાકનું પણ સેવન કરવામા આવે છે. સામાન્ય રીતે ફ્રાન્સમાં પરિવારના દરેક સભ્યની ડાયટ અલગ અલગ હોય છે. જે તેની શારીરિક અને માનસિક જરૂરતના આધારે બનાવવામાં આવે છે.

image source

ફ્રાન્સ બાદ બીજા નંબરે આવે છે ઇટાલી. યુરોપિયન દેશ ઈટાલીના ખાવાની પેટર્ન પણ ફ્રાન્સની પેટર્ન સાથે ઘણીખરી રીતે મેળ ખાય છે. ઈટાલીના લોકો ખાવાપીવાના શોખીન હોય છે. અહીં આખું વર્ષ દેશના કોઈક ને કોઈક ભાગમાં ખાસ પ્રકારના ફૂડ ફેસ્ટિવલ યોજાતા જ રહે છે. ઈટાલીના લોકો દરરોજ લગભગ 2 કલાક 7 મિનિટનો સમય જમવા પાછળ ખર્ચે છે.

image source

સ્પેન આ લિસ્ટમાં ત્રીજા નંબરે છે. અહીં ખોરાકને ઉપરવાળાનો ખાસ ઉપકાર માનવામાં આવે છે અને તે ખરેખર વાસ્તવિકતાની વાત છે. અહીંના લોકો ક્યારેય ખાવાનું અધૂરું છોડીને ઉભા નથી થઈ જતા અને આ કારણે સ્પેન દેશ ફૂડ વેસ્ટ મામલે અન્ય દેશો કરતા ક્યાંય પાછળ છે.

image source

ચોથા નંબર દક્ષિણ કોરિયા છે. જ્યાંના લોકો 1 કલાક 45 મિનિટનો સમય જમવા પાછળ ખર્ચે છે. ઉલ્લેખનીય છે કે કોરિયામાં જમવા અને ઊંઘવાને ઘણી પ્રાથમિકતા આપવામાં આવે છે. તાજેતરમાં જ આ દેશે ચીન પર પોતાની એક પારંપરિક ડિશ કિમચી ચોરી કરવાનો આરોપ લગાવ્યો હતો. દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયાની ડિશ લગભગ એક્સરખી જ છે. આ કારણે જ્યારે પણ આ બન્ને દેશો વચ્ચે શાંતિની કોઈક પહેલ કરવામાં આવી તો ત્યારે મેનુ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું જે બન્ને દેશોના સંબંધ વચ્ચે પુલનું કામ કરે.

ચીન આ લિસ્ટમાં પાંચમા નંબરે છે. અહીંનું ખાવાનું કોરિયાઈ દેશોથી ઘણું સામ્યતા ધરાવે છે. પરંતુ ચીનમાં પશ્ચિમી શૈલી સાથે સ્થાનીય પ્રયોગ પણ કરાય છે જેથી ત્યાંનો અસલી સ્વાદ ખોવાઈ જાય છે. ઉલ્લેખનીય છે કે ચીનમાં ખાવાનું પકવવાની પ્રક્રિયામાં ઓછો સમય આપવો ઠીક ગણાય છે. ચીનના લોકો રોજ લગભગ 1 કલાક 40 મિનિટનો સમય જમવામાં વ્યતીત કરે છે.

image source

લગભગ 1 કલાક 35 મિનિટના સમય સાથે જર્મની ખાવાના સમય બાબતના લિસ્ટમાં છઠ્ઠા નંબરે આવે છે. અને તેના બાદ જાપાન સાતમા નંબરે છે. આ દેશનું ખાવાનું સ્વાસ્થ્યવર્ધક મનાય છે. બીજા વિકસિત દેશોથી વિપરીત અહીંના લોકો બહારનું ખાવાનું બહુ ઓછું પસંદ કરે છે. અહીંના મોટાભાગના લોકો ઘરમાં વરાળથી પકવવામાં આવેલા અથવા ગ્રીલ્ડ ફૂડ ખાય છે. સાથે બેસીને આરામથી ખાવું અને ખૂબ ચાલવું એ અહીંના લોકોની સ્વસ્થતાનું રહસ્ય છે.

image source

જાપાન બાદ આઠમા નંબરે ઓસ્ટ્રેલિયા અને નવમા નંબરે આપણો દેશ ભારત આવે છે. ભારતના લોકો દરરોજ સરેરાશ 1 કલાક 24 મિનિટનો સમય જમવા પાછળ વ્યતીત કરે છે. જો કે ખાવાની તૈયારી કરવામાં જ ભારતમાં સૌથી વધુ સમય વ્યતીત કરવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત