આ દેશના લોકોને લાશને દફનાવવા નથી મળી રહી જમીન, 4 વર્ષનું ચાલી રહ્યું છે વેઈટિંગ

સામાન્ય રીતે લાશને દફનાવવા માટે વિવિધ સ્થળોએ કબ્રસ્તાન બનાવવામાં આવ્યા હોય છે. ભાગ્યે જ કોઈ જગ્યાએ આ માટે પૈસા લેવામાં આવતા હશે. પરંતુ વિશ્વનો એક એવો દેશ પણ છે જ્યાં લાશને દફનાવવા માટે જમીન ખરીદવી પડે છે. આમ તો તમને આ વાત ઘણા વિચિત્ર લાગતી હશે. આટલું જ નહીં, આશ્ચર્યજનકની વાત એ છે કે અહિયા જમીનના એક નાના ટુકડાની કિંમત પણ કરોડોમાં છે.

દફનાવવાને બદલે બાળવાનું શરૂ કરી દીધું

image source

હકિકતમાં હોંગકોંગમાં જમીનની કિંમત વધુ છે. અહીંના લોકોએ લાશને દફનાવવા જમીનના નાના ટુકડા માટે કરોડો રૂપિયા ચૂકવવા પડે છે. મોંઘી જમીન હોવાને કારણે જ અહીંના લોકોએ લાશને દફનાવવાને બદલે બાળવાનું શરૂ કરી દીધું છે. પરંતુ આમાં એક સમસ્યા પણ છે અને તે એ છે કે લોકો શરીરને બાળીને તેની રાખને (અસ્થિ) દફનાવવા માંગે છે.

image source

ચાર લાખથી વધુ લોકોની અસ્થિ દફનાવવાની રાહ જોઈ રહ્યા છે

image source

જમીનના વધતા ભાવોથી પરેશાન લોકો લાશને બાળીને તેની રાખ સરકારી લોકરોમાં રાખી રહ્યા છે. સ્થિતિ એવી છે કે હોંગકોંગમાં હજી પણ ચાર લાખથી વધુ લોકોની અસ્થિ દફનાવવાની રાહ જોઈ રહ્યા છે અને તેમને લોકરમાં રાખવામાં આવી છે. લોકોને આ લોકર માટે ભાડુ ચૂકવવું પડશે.

લોકો અહીં ખાનગી લોકરમાં અસ્થિ રાખવા માંડ્યા

image source

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લોકોને સરકારી લોકરોમાં અસ્થિ રાખવા માટે વર્ષના આશરે 22 રૂપિયા ચૂકવવા પડે છે, પરંતુ અહીં પણ એક મોટી સમસ્યા છે. લોકોને પણ લોકર્સ માટે ચાર વર્ષ રાહ જોવી પડે છે. સરકારી લોકરોમાં જગ્યાના અભાવે લોકો અહીં ખાનગી લોકરમાં અસ્થિ રાખવા માંડ્યા છે. આ લોકર જૂતા બોક્સની સમકક્ષ હોય છે, જેમાં ઓછી જગ્યા હોય છે. હોંગકોંગમાં જમીનના વધતા ભાવને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

image source

હોંગકોંગના લોકો દરરોજ સરેરાશ 6,880 પગલાં ચાલે છે

image source

તો બીજી તરફ તમને જણાવી દઈએ કે હોંગકોંગના લોકો વધુ મહેનતી છે. અમેરિકાની સ્ટેન્ડફોર્ડ યુનિવર્સિટીના સંશોધનકર્તાઓએ વિશ્વનો સૌથી વધુ આળસુ દેશ શોધી કાઢ્યો છે. અભ્યાસ પ્રમાણે ઈન્ડોનેશિયા સૌથી વધુ આળસુ દેશ છે જ્યારે હોંગકોંગ સૌથી ઓછો આળસુ દેશ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે હોંગકોંગના લોકો દરરોજ સરેરાશ 6,880 પગલાં ચાલે છે, જ્યારે ઈન્ડોનેશિયાના લોકો દૈનિક માત્ર 3,513 પગલા ચાલે છે. સંશોધનકર્તાઓ 111 દેશોમાં 7.17 લાખ મોબાઈલ ફોનને ટ્રેક કરી લોકોની હરવા-ફરવાની માહિતી એકઠી કરી હતી. અન્ય દેશોની સરખામણીએ બ્રિટનના લોકો પણ ભારે એક્ટિવ હોવાનું જાણવા મળ્યું છે. તો બીજી તરફ બ્રિટનના લોકો દરરોજ સરેરાશ 5,444 પગલાં ચાલે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત