LPG ગ્રાહકો માટે વરદાન સમાન છે આ ખાસ ઓફર્સ, મળશે મોટો ફાયદો

જો તમે LPG સિલિન્ડરના ગ્રાહક છો તો આ ન્યૂઝ તમારા માટે છે. નવા વર્ષમાં તમે સિલિન્ડરનું બુકિંગ કરાવવાના છો તો તમારે જાણવું જરૂરી છે કે બુકિંગની રીતોમાં કેટલાક ફેરફાર કરાયા છે. આ પ્રક્રિયાને હવે વધારે સરળ બનાવી દેવામાં આવી છે. હવે તમે LPG રિફિલ કરાવવા માટે ફક્ત એક મિસ્ડ કોલ કરી શકો છો. ઈન્ડિયન ઓઈલે કહ્યું છે કે તેમના એલપીજી ગ્રાહક સિલિન્ડર ભરાવવા માટે દેશમાં ક્યાંયથી પણ એક મિસ્ડ કોલ કરીને સિલિન્ડર ભરાવી શકે છે. ગેસ રિફિલ કરાવવા માટે હવે ગ્રાહકો એક ખાસ નંબર 8454 955555નો ઉપયોગ કરી શકે છે.

LPG સિલિન્ડરની ડિલિવરીમાં પણ નહીં લાગે એકસ્ટ્રા ચાર્જ

image source

એલપીજી ગેસ સિલિન્ડરની ડિલિવરીમાં બિલમાં લખેલી રકમ સિવાય કોઈ એકસ્ટ્રા ચાર્જ આપવાનો રહેતો નથી. આ સુવિધા એ લોકોને મળે છે જેઓ હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના ગ્રાહક છે.

image source

ખરેખર તો હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે એલપીજી સિલિન્ડરના પેમેન્ટને લઈને જાણકારી આપી છે કે તેમના ગ્રાહકોએ ડિલિવરી સમયે કોઈ વધારાના રૂપિયા આપવાના રહેશે નહીં. ગેસ સિલિન્ડર આપવા આવેલા ડિલિવરી બોયને કોઈ વધારાનો ચાર્જ આપવાનો હોતો નથી

પેટીએમથી પણ બુક કરાવી શકાય છે LPG સિલિન્ડર, મળશે આ ઓફર

image source

જો તમે નવા વર્ષમાં ગેસ સિલિન્ડરના બુકિંગ માટે પેટીએમની મદદ લો છો તો તમે ખાસ ફાયદો મેળવી શકો છો. આ ઓફરમા તમને 500 રૂપિયાનું કેશબેક પણ મળી શકે છે. દેશના અનેક ભાગોમાં જ્યાં એલપીજી સિલિન્ડર સબ્સિડી બાદ 700થી 750 રૂપિયાની વ્ચે છે તો પેટીએમનો ફાયદો લીને તમે 200થી 250 રૂપિયા કેશબેકમાં પરત મેળવી શકો છો. એલપીજી સિલિન્ડરના બુકિંગ માટે પેટીએમ એપ 500 રૂપિયા સુધીનું પણ કેશબેક આપે છે.

પેટ્રોલપંપથી પણ ભરાવી શકાય છે 5 કિલોનો સિલિન્ડર

image source

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને હાલમાં 5 કિલોના એલપીજી સિલિન્ડર લોન્ચ કર્યા છે. કંપનીની કોશિશ છે કે ઈન્ડિયન ઓઈલ પેટ્રોલ પંપ પરથી તેને રિફિલ કરાવી શકાય. આ સિલિન્ડરને લેવા માટે કોઈ પણ પ્રકારના પ્રમાણપત્રી આવશ્યકતા રહેશે નહીં. એવામાં તેનો સૌથી વધારે લાભ વિદ્યાર્થીઓને મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત