OMG! અહીં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન મળી આવતા હાહાકાર, બ્રિટન અને સાઉથ આફ્રિકામાં મળેલા સ્ટ્રેન કરતાં અલગ

ચીનના વુહાન શહેરથી ઉદભવેલો કોરોના વાયરસ તેના નવા સ્વરૂપો લઈને વધુને વધુ ચેપી થઈ ગયો છે. બ્રિટન, દક્ષિણ આફ્રિકા પછી હવે જાપાનમાં કોરોના વાયરસથી નવો સ્ટ્રેન ( corona new strain ) જોવા મળતા ફફડાટ ફેલાઈ ગયો છે.

નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે કોરોના વાયરસનો આ નવો સ્ટ્રેન ( corona new strain ) બ્રિટનમાં જોવા મળતા સ્ટ્રેન કરતા પણ વધુ ચેપી હોઈ શકે છે. કોરોના વાયરસનો આ નવો સ્ટ્રેન હજી સુધી જાપાનમાં જોવા મળ્યો ન હતો અને પણ 4 લોકોમાં તે મળી આવ્યો છે જે લોકો તાજેતરમાં જ બ્રાઝિલથી પાછા ફર્યા છે

image source

નિક્કી એશિયાના અહેવાલ મુજબ ચેપગ્રસ્ત મુસાફરો જાપાનથી 2 જાન્યુઆરીએ બ્રાઝિલના હનેડા એરપોર્ટ પર ઉતર્યા હતા. આ લોકોમાં મહિલાઓ અને પુરુષો બંનેનો સમાવેશ છે. આ તમામ લોકોનું એરપોર્ટ પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને હવે જેમાં કોરોના પોઝિટિવની પુષ્ટી થઈ છે. જેમાંથી 3 લોકોમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન મળી આવ્યો છે. આ ત્રણ લોકોને શ્વાસ લેવામાં તકલીફ, તાવ અને ગળાની તકલીફ જોવા મળી છે.

જાપાન સરકારના જણાવ્યા પ્રમાણે, ચાર લોકોમાં નવો સ્ટ્રેન મળ્યો છે, જેમાં 40 વર્ષનો પુરુષ, 30 વર્ષની સ્ત્રી અને 2 કિશોરોનો સમાવેશ છે. અગાઉ જાપાનમાં બ્રિટન અને દક્ષિણ આફ્રિકાના સ્ટ્રેનના લગભગ 30 કેસ સામે આવી ચૂક્યા છે.

image source

ચેપ અટકાવવા માટે કટોકટીની જાહેરાત

બ્લૂમબર્ગના અહેવાલમાં જણાવ્યા મુજબ, જાપાન પરત ફરતાં આશરે 40 વર્ષના વ્યક્તિને કોઈ લક્ષણો જોવા મળ્યા ન હતા પરંતુ બાદમાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમને હાલ પીડિતાને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. પરત ફરેલા આ બધા લોકોની તપાસ કરવામાં આવી હતી જેમાં હવે કોરોના વાયરસનો નવો સ્ટ્રેન મળી આવ્યો છે. દેશના આરોગ્ય મંત્રાલયે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ( WHO )ને કોરોનાના આ કોરોનાના નવા સ્ટ્રેન વિશે માહિતગાર કર્યા છે.

અત્યાર સુધીની ઉપલબ્ધ માહિતી અનુસાર, જાપાનમાં જોવા મળતા કોરોનાનો આ નવો સ્ટ્રેન ઝડપથી વિકસી રહ્યો છે એટલે હજુ સુધી તે કેટલો ચેપી છે તે શોધી શકાયો નથી. . હજી સુધી જાણી શકાયું નથી કે આખા વિશ્વમાં લાગુ થતી રસીઓ કોરોનાના આ નવા સ્ટ્રેન સામે રક્ષણ કરશે કે કેમ તે પણ શોધી શકાયું નથી.

image source

જાપાનમાં હાલ દરરોજના 7000 થી પણ વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાય છે. અત્યાર સુધીમાં 3900 લોકોના કોરોનાને કારણે મોત થઈ ચુક્યા છે.

જાપાનના PM સુગાએ લોકોને સહયોગ આપવા અપીલ કરી

જાપાનનામાં કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે. આ કટોકટી શુક્રવારથી અમલમાં આવી છે, જે 7 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. આ સમય દરમિયાન લોકોએ માસ્ક પહેરીને સામાજિક અંતર જાળવવા જેવા કોરોના ચેપને રોકવા માટે પગલાં ભરવા પડશે. આરોગ્ય અધિકારીઓ અને પોલીસ કર્મચારીના સ્વાસ્થ્યની પણ તપાસ કરવામાં આવી રહી છે.

image source

કટોકટીની ઘોષણાના પહેલા દિવસે જિંદગી સામાન્ય હતી અને ટ્રેનોમાં માસ્ક પહેરેલા લોકોની ભીડ જોવા મળી હતી. વડા પ્રધાન યોશીહિદ સુગાએ લોકોને હોટેલ-રેસ્ટોરામાં કામના કલાકો કાપવાની અને ઘરેથી કામ કરવાની અપીલનો પુનરોચ્ચાર કર્યો. સુગાએ કહ્યું કે કોરોનાના આ નવા સ્ટ્રેનને ગંભીરતાથી લેવો પજશે. . લોકોના સમર્થનથી આપણે આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી દરેક કિંમતે બહાર નીકળવું પડશે. ‘

image source

વિશ્વમાં કોરોના વાયરસના કેસની સ્થિતિ

  • વિશ્વમાં કોરોનાના દૈનિક કેસ 7 લાખથી ઓછા થયા
  • વૈશ્વિક સ્તરે કોરોનાના એક દિવસના કેસ 6 લાખ 12 હજાર 214 કેસ નોંધાયા
  • વિશ્વમાં કોરોનાથી એક દિવસમાં 8 હજાર 833ના મૃત્યુ થયું
  • વિશ્વમાં કોરોનાના એક્ટીવ કેસ 2 કરોડ 39 લાખ 36 હજાર 150 છે.
  • વિશ્વમાં કોરોનાના કુલ કેસ 9 કરોડ 67 લાખ 63 હજાર 14ને પાર પહોંચ્યો છે.
  • વિશ્વમાં કોરોનાથી કુલ મૃત્યુ 19 લાખ 42 હજાર 545 થયા.
  • વૈશ્વિક સ્તરે કોરોનાથી રિકવર દર્દીની કુલ સંખ્યા 6 કરોડ 47 લાખ 97 હજાર 619 પર પહોંચી

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત