કોરોનાનો કકળાટ: અહિં ધડાધડ કેસો વધતા 4 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન, માત્ર આ વસ્તુઓ જ મળશે, ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ બંધ

મહારાષ્ટ્રમાં નંદેડ અને બીડમાં આજ રાતથી સંપૂર્ણ લોકડાઉન, ફક્ત જીવન જરૂરિયાતની વસ્તુઓની દુકાન રહેશે ખુલ્લી.

આખા દેશમાં કોરોના વાયરસે ફરી એકવાર પોતાનો પ્રકોપ ફેલાવવાનું શરૂ કર્યું છે એમાં મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં ઝડપથી વધારો નોંધાઇ રહ્યો છે. અને એટલે જ જીવલેણ કોરોના વાયરસના જોખમ વચ્ચે મહારાષ્ટ્રના નંદેડ અને બીડમાં સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે. નાંદેડમાં આજે રાત્રે 12 વાગ્યાથી 4 એપ્રિલ સુધી અને બીડમાં કાલે રાત્રે 12 વાગ્યાથી 4 એપ્રિલ સુધી લોકડાઉન રહેશે. એ દરમિયાન જીવન જરૂરિયાતની વસ્તુઓની દુકાન જ ખુલ્લી રહેશે. સાથે જ દૂધ, શાકભાજી, ફળની દુકાન સવારે 7થી બપોરે 12 વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે.

image source

તમને જણાવી દઈએ કે આપણા દેશમાં અત્યાર સુધીમાં 1, 17, 33, 594 લોકો આ કોરોના વાયરસ મહામારીથી સંક્રમિત થઈ ચૂક્યા છે તેમાંથી 1, 12, 03, 016 દર્દી સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 1.60 લાખ લોકોને આ કોરોના વાયરસ ભરખી ગયો છે. જ્યારે 3.65 લાખ લોકોની હજી પણ સારવાર ચાલી રહી છે. .

image source

કોરોના કેસનો આંકડો દિવસે ને દિવસે વધી રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 47, 239 નવા દર્દી મળ્યા છે અને 23,913 દર્દીઓ સાજા થયા છે જ્યારે 227 લોકોના મોત થયાં છે. આ સતત પાંચમો દિવસ હતો, જ્યારે કોરોનાના નવા કેસ 40 હજારથી વધુ રહ્યા.

એટલું જ નહીં મોતનો આંકડો પણ આ વર્ષે સૌથી વધુ છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય ઉડાનો પર લાગેલા પ્રતિબંધોને 30 એપ્રિલ સુધી વધારી દીધા છે.

image source

જો મહારાષ્ટ્રની વાત કરીએ તો અહીં 23 માર્ચ એટલે કે મંગળવારે 28, 699 નવા દર્દીઓ મળ્યા હતા, ને 13, 165 દર્દીઓ સાજા થયા, જ્યારે 132નાં મોત થયાં. રાજ્યમાં અત્યારસુધીમાં 25.33 લાખ લોકો આ જીવલેણ મહામારીનો ભોગ બની ચૂક્યા છે, તેમાંથી 22.47 લાખ સાજા થયા છે, જ્યારે 53,589નાં મૃત્યુ થયાં છે. સોમવારની સરખામણીમાં મહારાષ્ટ્રમાં ફરી એક વખત કેસમાં વધારો નોંધાયો છે. સોમવારે 24, 645 કેસ આવ્યા હતા, જે મંગળવારે વધીને 28, 699 થયા છે.

હવે વાત ગુજરાતની કરીએ તો અહીં મંગળવારે 1730 નવા કોરોના દર્દીઓ મળી આવ્યા છે અને 1255 દર્દી સાજા થયા છે જ્યારે 4નાં મોત થયાં. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં 2.9 લાખ લોકો કોરોના જેવી મહામારીનો ભોગ બની ચુક્યા છે, તેમાંથી 2.77 લાખ સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 4458 દર્દીનાં મોત થયાં છે.

image source

કોરોનાના કેસમાં સતત વધારો તો થઈ જ રહ્યો છે એની સામે કોરોના વેકસીનેશનનું કામકાજ પણ પુરજોશમાં ચાલી રહ્યું છે.તમને જણાવી દઈએ કે સરકારી સેન્ટરો પર વેક્સિન ફ્રીમાં આપવામાં આવી રહી છે, જ્યારે પ્રાઈવેટ સેન્ટરો પર રુ. 250 પ્રતિ ડોઝના ચાર્જ લઈ રસીકરણ કરવામાં આવી રહ્યું છે.

એવામાં ગઈ કાલે કેન્દ્ર સરકારે વેકસીનને લઈને એક અગત્યનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે મંગળવારે એ નિર્ણય કર્યો છે કે 1 એપ્રિલથી 45 વર્ષથી મોટી ઉંમરની દરેક વ્યક્તિ વેક્સિન લગાવી શકશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *