અહિં જતા પહેલા વિચારી લેજો સો વાર, જ્યાં એક જ દિવસમાં આટલા બધા કોરોનાના કેસ વધતા ચિંતા, જાણો જલદી

આ રાજ્યમાં કોરોનાની બીજી લહેરનો કહેર: એક જ દિવસમાં આટલા કેસથી વધી ચિંતા

મહારાષ્ટ્રમાં કોરોના દર્દીઓના આંકડા ઝડપથી વધતો જઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોનાના નવા દર્દીઓની સંખ્યા 9 હજારને પાર થઈ ગઈ છે. આનાથી દિલ્હી સહિત પડોશી રાજ્યોની ચિંતા વધી ગઈ છે.

image source

કોરોનાની બીજી લહેર ધીરે ધીરે પ્રચંડ થઈ રહી છે

મહારાષ્ટ્રમાં કોરોની બીજી લહેર ધીરે ધીરે પ્રચંડ થઈ રહી છે. મહારાષ્ટ્રમાં બુધવારે 8807 લોકો કોરોના ગ્રસ્ત જોવા મળ્યા છે. 2772 દર્દીઓ સાજા થયા અને 80 ના મોત થયા. જે ગત 56 દિવસોમાં સૌથી વધારે છે. અત્યાર સુધી 9060 દર્દીઓની ઓળખ થઈ ચૂકી છે. અત્યાર સુધી 21.21 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાં 20. 08 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે. 51, 937 ના મોત થયા છે.

દેશભરમાં બુધવારે કોરોનાથી 16 હજાર 41 લોકો સંક્રમિત મળ્યા

image source

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુંસાર દેશભરમાં બુધવારે કોરોનાથી 16 હજાર 41 લોકો સંક્રમિત મળ્યા. ગત દિવસે 11 હજાર 130 લોકોની રિકવરી થઈ. 24 કલાક દરમિયાન 128 દર્દીઓના મોત થયા છે. કોરોનાથી અત્યાર સુધીમાં 1.10 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. 1.07 કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 1 લાખ 56 હજાર 729 દર્દીઓને આ વાયરસથી જીવ ગુમાવવો પડ્યો છે. 1 લાખ 48 હજાર 705 દર્દી એવા છે જેમની સારવાર ચાલી રહી છે.

કોરોનાના રોજ આવતા મામલામાં ભારત ચોથા નંબર પર પહોંચી ગયું .એક્ટિવ કેસ મામલામાં દુનિયામાં ભારત હવે 15માં સ્થાન પર આવી ગયું છે. કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબથી ભારત દુનિયાનો બીજો સૌથી અસરકારક દેશ છે. રિકવરી દુનિયામાં અમેરિકા બાદ સૌથી વધારે ભારતમાં થઈ છે. મોતના મામલામાં અમેરિકા, બ્રાઝિલ અને મેક્સિકો બાદ ભારતનો નંબર છે.

image source

મહારાષ્ટ્રના લાતૂરમાં 27 અને 28 ફેબ્રુઆરીએ જનતા કર્ફ્યૂ

કોરોનાના વધતા કેસના પગલે 27થી 28 ફેબ્રુઆરીએ જનતા કર્ફ્યૂ રહેશે. લાતૂરમાં 7થી 15 ફેબ્રુઆરીની વચ્ચે કોરોનાના 261 મામલા રેકોર્ડ કરવામાં આવ્યા હતા. ગત અઠવાડિયામાં આ 300થી વધારે મામલા આવી ચૂક્યા છે. આ બાદ પ્રશાસને જનતા કર્ફ્યૂનો નિર્ણય લીધો.

બંગાળમાં એર પેસેન્જર્સ માટે નવી ગાઈડલાઈન

image source

બંગાળ સરકારમાં મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક અને તેલંગાણાથી આવનારા લોકો માટે નેગેટિવ RT-PCR રિપોર્ટ લાવવો ફરજિયાત છે. આ રિપોર્ટ ફ્લાઈટ ડિપાર્ચરથી 72 કલાક પહેલાની ન હોવી જોઈએ.

કોરોનાથી અસરગ્રસ્ત પ્રમુખ રાજ્યોની સ્થિતિ

• મહારાષ્ટ્રમાં બુધવારે 8807 લોકો કોરોના ગ્રસ્ત જોવા મળ્યા છે. 2772 દર્દીઓ સાજા થયા અને 80 ના મોત થયા. આ 18 ઓક્ટોબર પછી સૌથી મોટો આંકડો છે. અત્યાર સુધી 9060 દર્દીઓની ઓળખ થઈ ચૂકી છે. અત્યાર સુધી 21.21 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાં 20. 08 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે. 51, 937 ના મોત થયા છે.

image source

• દિલ્હીમાં બુધવારે 200 નવા દર્દી મળ્યા છે અને 115 લોકો સાજા થયા છે. અહીં અત્યાર સુધી 6 લાખ 38 હજાર 373 લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. જેમાં 6 લાખ 26 હજાર 331 લોકો સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 10 હજાર 905 દર્દીઓના મોત થયા છે. 1137નો સારવાર ચાલી રહી છે.

• કેરળમાં બુધવારે 4106 નવા દર્દીઓ આવ્યા છે. 5885 દર્દીઓ સાજા થયા છે. કોરોનાને લીધે 17 લોકોના જીવ ગયા. રાજ્યમાં કોરોનાના અત્યાર સુધીમાં 10, લાખ 45 હજાર 10 મામલા આવી ચૂક્યા છે. આમાંથી 9 લાખ 87 હજાર 720 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. 4137ના જીવ ગયા છે. જ્યારે 52865ની સારવાર ચાલી રહી છે.

image source

• ગુજરાતમાં બુધવારે 380 લોકો કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. 296 લોકો સાજા થયા અને એકનું મોત થયું. જ્યારે અત્યાર સુધીમાં 2 લાખ 68 હજાર 147 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાં 2 લાખ 61 હજાર 871 લોકો સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 4407 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે. 1869 લોકોની સારવાર ચાલી રહી છે.

• કેટલો છે ડેથ રેટ અને રિકવરી રેટ?

• દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.42 ટકા છે. જ્યારે રિકવરી રેટ 97.25 ટકા છે. એક્ટિવ કેસ 1.33 ટકા છે. કોરોના એક્ટિવ કેસ મામલામાં દુનિયામાં ભારત 15માં સ્થાન પર છે.

image source

• દુનિયામાં કેટલા છે કોરોનાના કેસ

• દુનિયામાં કોરોનાના દર્દીઓનો આંકડો 11. 30 કરોડથી વધારે થઈ ગયો છે. 8 કરોડ 86 લાખથી વધારે લોકો સાજા થઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં 25 લાખ 06 હજારથી વધારે લોકોના જીવ ગયા છે. આ આંકડા www.worldometers.info/coronavirus અનુસાર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!