કોરોનાના કેસો વધતા અહિં કરાયો લોકડાઉનનો નિર્ણય, શિક્ષકોને ઘરેથી કામ કરવાની છૂટ, જાણી લો નવા નિયમો નહિં તો….

ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસના ચેપની સતત વધી રહેલી ગતિને જોતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેને રોકવા માટે કોરોના કર્ફ્યુ અવધિમાં વધારો કર્યો છે. રાજ્યમાં હવે શુક્રવારે રાત્રે 8 વાગ્યાથી મંગળવારે સવારે 7 વાગ્યા સુધી પ્રતિબંધ રહેશે. ઉત્તર પ્રદેશમાં સાપ્તાહિકના વિસ્તરણની સાથે સરકારે પ્રતિબંધ પણ વધાર્યો છે. આ સમય દરમિયાન બધી જરૂરી સેવાઓ ચાલુ રહેશે. બિનજરૂરી રખડતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

image source

આ ઉપરાંત રાતના કર્ફ્યૂ સમયે વ્યક્તિઓની અવરજવરને અને સાથે જરૂરી ક્રિયાઓને લઈને પગલા લેવાશે. તો બીજી તરફ સામાજિક, રાજકીય, રમત ગમત, મનોરંજન, એકેડમી, સાંસ્કૃતિક, ધાર્મિક ઉત્સવ સંબંધિત કાર્યક્રમોને અને ભીડ તથા સભાઓ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તો બીજી તરફ તમામ શોપિંગ કોમ્પેલેક્સ, સિનેમા હોલ, રેસ્ટોરન્ટ અને બાર, રમત કોમ્પલેક્સ, જિમ, સ્પા, સ્વીમિંગ પુલ અને ધાર્મિક સ્થાનોને પણ બંધ કરાશે જેથી આ જગ્યાઓ પર થતી ભીડ અટલે અને કોરોનાને નિયંત્રણમાં લાવી શકાય.

image source

રાજ્ય સરકારના નિર્ણય મુજબ શુક્રવારની રાતથી (30 એપ્રિલથી લાગુ રહેશે) મંગળવાર સવારના સાત વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે. સરકારે અગાઉ શુક્રવાર રાતથી સોમવાર સવાર સુધી કોરોના કર્ફ્યુ લગાવી દીધો હતો. ઉત્તર પ્રદેશમાં હવે ત્રણ દિવસ માટે લોકડાઉન રહેશે. રાજ્યમાં કોરોના વાયરસના ચેપના સતત વધતા જતા કેસો જોતા યોગી આદિત્યનાથ સરકારે આ મોટો નિર્ણય લીધો છે. હવે વીકએન્ડ લોકડાઉન વધારવામાં આવ્યું છે.

આ અંગે મુખ્ય સચિવે કહ્યું કે એવા વિસ્તાર કે જ્યાં એક સમૂહના રૂપમાં કેસ આવે છે અને જ્યાં વ્યક્તિગત કે પારિવારિક રીતે તેમની મદદ કરી શકાતી નથી. એવા કેસમાં એક નિશ્ચિત સીમા અને ખાસ કડક નિયંત્રણ સહિત કન્ટેનમેન્ટ ઝોન બને છે. આ પ્રકારના વિસ્તારો કે જ્યાં કેસ વધી રહ્યા છે તેને ભૌતિક રીતે કન્ટેન કરાશે અને સાથે સાર્વજનિક પરિવહનના સંચાલનની પરમિશન મળશે. તો બીજી તરફ વિશિષ્ટ ક્ષેત્ર જ્યાં ખાસ કાર્યવાહી તથા સ્થાનિક નિયંત્રણને લાગૂ કરવાનું જરૂરી છે ત્યાં પણ નિયમોનું પાલન કરાવાશે.

image source

શિક્ષકોને 20 મે સુધી ઘરેથી કામ કરવાની છૂટ

ઉત્તર પ્રદેશમાં કોવિડ -19 ના વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને, હાલના શૈક્ષણિક સત્રના અંત(20 मई 2021) સુધીમાં તમામ શિક્ષકો, શિક્ષામિત્રો,પ્રશિક્ષકો અને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની શિક્ષિકાઓને ઘરેથી કામ કરવાની છૂટ આપવામાં આવી છે.

મૂળભૂત શિક્ષણ પ્રધાન સતિષ દ્વિવેદીએ જણાવ્યું હતું કે હવે 20 મે સુધી શિક્ષકોને ઘરેથી કામ કરવાની છૂટ આપવામાં આવી છે. રાજ્યમાં શિક્ષકો, પ્રશિક્ષકો અને શિક્ષા મિત્રો 20 મે સુધી રાજ્યની તમામ પરિષદની માન્યતા પ્રાપ્ત અને સહાયિત શાળાઓમાં ઘરેથી કાર્યરત રહેશે. સેક્રેટરી બેઝિક એજ્યુકેશન કાઉન્સિલ પ્રતાપસિંહ બઘેલે જણાવ્યું કે અગાઉ આ પરવાનગી 30 એપ્રિલ સુધી હતી, તેમાં વધારો કરવામાં આવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *