આ ટ્યુબવેલમાંથી આવતો હતો અજીબો ગરીબ અવાજ, અને પછી પાણીની જગ્યાએ અચાનક ફાટી નિકળી આગ, જોઇ લો ડરામણી તસવીરો

પશ્ચિમ બંગાળના ઉત્તર ચોવીસ પરગણામાં એક વિચિત્ર ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં એક ટ્યુબવેલની અંદરથી સ્થાનિકોને વિચિત્ર અવાજો શંભળાઈ રહ્યા હતા. જેના પર લોકોએ ટ્યુબવેલ નજીક જેવી માચિસ સળગાવી તો ટ્યુબવેલે આગ પકડી લીધી અને પાણીને બદલે તેમાથી આગ નિકળવાની શરૂ થઈ ગઈ. નળમાંથી આગ બહાર આવતાં જોઇને સ્થાનિકો ભયભીત થઈ ગયા અને ડરીને ટ્યુબવેલથી દૂર ભાગવા લાગ્યા.

લોકોએ તે ટ્યુબવેલમાંથી પાણી કાઢવાનું જ બંધ કરી દીધું

image source

નળમાંથી ભયંકર આગ નીકળતા જોઈને આ વિસ્તારના લોકો ભયભીત થઈ ગયા હતા કેમ કે લોકો એ સમજી નહોતા શકતા કે નળમાંથી આગ કેવી રીતે બહાર આવી રહી છે. આ ઘટના ઉત્તર 24 પરગણાના દેગંગાચાકલા પંચાયતની છે. જ્યાં ડરી ગયેલા લોકોએ તે ટ્યુબવેલમાંથી પાણી કાઢવાનું જ બંધ કરી દીધું છે. અહીંના લોકો જે ટ્યુબવેલમાંથી પાણી લઈને ખોરાક રાંધતા હતા, હવે તેઓ તેની નજીક જવાની પણ ઇચ્છા રાખતા નથી. હવે આ લોકો બજારમાંથી પાણી ખરીદીને પોતાનું કામ ચલાવી રહ્યા છે. આ પ્રકારની રહસ્યમય આગને કારણે કોઈ મોટો અકસ્માત ન થાય તે માટે આ વિસ્તારના લોકો રાત્રે પહેરો ભરી રહ્યા છે. તો બીજી તરફ આ ટ્યુબવેલની આગને જોવા માટે દૂર-દૂરના વિસ્તારોમાંથી લોકો આવી રહ્યા છે.

કુદરતી ગેસને કારણે આવું થયું

image source

ગ્રામજનોની માંગ છે કે સરકાર વહેલી તકે તેની તપાસ કરી પહેલાની જેમ તેને ઠીક કરીને ગામમાં પાણીની સેવા ફરી શરૂ કરાવી દે. આ સમાચાર મળતાની સાથે જ પોલીસ, બીડીઓ અધિકારી અને ઇજનેર ત્યાં પહોંચ્યા અને તેમનું પ્રાથમિક અનુમાન છે કે કોઈક કુદરતી ગેસને કારણે આવું થયું છે અને તે તમામ ટ્યુબવેલ પર લોક મારી દીધો છે. ભીડ એટલી વધી ગઈ છે કે ટ્યુબવેલને તાળા મારી દેવાયા છે. લગભગ 12 મકાનોમાં ટ્યુબવેલમાંથી આગ નીકળવાની ઘટનાને પગલે આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોની ઉંઘ હરામ થઈ ગઈ છે.

પાણીના બદલે લોહી, માંસ નીકળતા લોકો થયા ભયભીત

image source

તો બીજી તરફ ગયા વર્ષે હમીરપુર જિલ્લામાં એક ચોંકવનારો કિસ્સો સામે આવ્યો હતો. કે જ્યાં એક સરકારી હેંડપંપમાંથી અચાનક પાણીની જગ્યાએ લોહી, માંસના ટૂકડા અને હાડકાઓ નીકળવા લાગ્યા છે. જેને લઈને ગામમાં ભારે કુતુહલતા સર્જાઈ હતી. લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. હમીરપુરના રાઠ તાલુકામાં જાખેડી ગામમાં 100 જેટલા ઘરોની વચ્ચે પીવાના પાણી માટે એકમાત્ર હેંડપંપનો સહારો હતો. પરંતુ દિવાળી બાદથી તે હેંડપંપમાં પાણીની જગ્યાએ લોહી અને સડેલા માંસના ટૂકડા નિકળવા લાગ્યા હતા. જેને લઈને લોકોમાં ડરનો માહોલ સર્જાયો હતો.

image source

જ્યારે ગ્રામીણોને આ અંગે જિલ્લા કલેક્ટરને જણાવ્યું તો તેમણે તપાસના આદેશ આપ્યા. હેંડપંપને ખોલ્યા બાદ કોઈ વિશેષ કારણ ન જણાતા તેને બંધ કરવામાં આવ્યો. એસડીએમે કહ્યું કે હેડપંપમાં કોઈ સાપ કે તેના જેવું કંઈક હશે જે સડીને બહાર નીકળી હશે. જો કે ગ્રામીણો તેમની વાત માનવા તૈયાર ન હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત