અમદાવાદ સિવિલના સુપ્રિટેન્ડેન્ટના પુત્રનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, સુપ્રિટેન્ડેન્ટને કરાયા ક્વોરન્ટાઇન

કોરોના વાયરસને વધતો રોકવા માટે જેમને એ માટેની સૌથી મોટી જવાબદારી આપવામાં આવી છે, તે જ સુપ્રીટેન્ડન્ટના પુત્રનો રિપોર્ટ પોઝિટીવ આવતા, તેમને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે..

image source

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ના સુપ્રીટેન્ડન્ટ ડૉ. જી. એચ. રાઠોડના પુત્રનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા. ડૉ. રાઠોડને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. તેથી ડૉ. જે. પી. મોદી ને સુપ્રીટેન્ડન્ટ નો ચાર્જ સોંપવામાં આવ્યો છે. 1200 બેડની હોસ્પિટલનો ચાર્જ ડૉ. ગજ્જર ને સોંપવામાં આવ્યો છે. અમદાવાદમાં આજે એવા સૌથી મોટા સમાચાર આવ્યા છે કે, કોરોના વાયરસ હવે સરકારી કર્મચારીઓને તેના લપેટમાં લઈ રહ્યો છે. ગઈકાલ સાંજ સુધીમાં 28 કર્મચારીઓ કોરોના વાયરસના લપેટમાં આવ્યા છે ત્યાં આજે પણ હેલ્થ વર્કરોના રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યા છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ના સુપ્રીટેન્ડન્ટ ડૉ. જી. એચ. રાઠોડ ના પુત્રનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે.

image source

ગુજરાત રાજ્યમાં આજે સવારે કુલ 92 કેસ નોંધાયા છે જેમાં અમદાવાદ જિલ્લાના જ 45 કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં કુલ કેસનો આંક 590એ પહોંચ્યો છે. શહેરમાં કોરોના વાયરસને વધતો રોકવાની સૌથી મોટી જવાબદારી હાલમાં સિવિલ હોસ્પિટલની છે. આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. જી. એચ. રાઠોડના પુત્રનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને લઈને ડૉ. રાઠોડને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જેથી ડૉ. જે. પી. મોદી ને સુપ્રીટેન્ડન્ટનો ચાર્જ સોંપવા માં આવ્યો છે. તેમજ 1200 બેડની હોસ્પિટલનો ચાર્જ ડૉ. ગજ્જર ને સોંપાયો છે.

ગઈકાલે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના (AMC) આસિસ્ટન્ટ કમિશનરે દેવેન ભટ્ટનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. બોડકદેવ ખાતે આવેલી ઓફિસમાં આ ઓફિસર ફરજ બજાવે છે અને તેઓ બોપલના રહેવાસી છે. થોડા દિવસ પહેલાં તેમનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. આસિસ્ટન્ટ કમિશનરને કોરોના પોઝિટિવ આવતા સાથી અધિકારી કર્મચારીઓમાં પણ ભય વ્યાપી ગયો છે. ડે.કમિશનર સહિતના અન્ય અધિકારીઓ પણ ત્યાં ઉપસ્થિત હતા. ઉત્તર પશ્ચિમ ઝોનના 4 વોર્ડનો હેલ્થ સ્ટાફ પણ ત્યાં મિટિંગમાં હાજર હતો.

ચાંદલોડિયા અને ઘાટલોડિયા વોર્ડમાં તેમની જવાબદારી છે. અમદાવાદની એલ.જી. હોસ્પિટલમાં વધુ 5 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ ઝડપી ચેતી ગયું છે. એલ.જી. હોસ્પિટલમાં ફરજ બજાવતા 4 ડોક્ટર અને 1 નર્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ એલ.જી. હોસ્પિટલના ડોક્ટર્સ સહિત કુલ 10 કર્મચારીઓ કોરોના વાયરસની ચપેટમાં આવ્યા છે. આ પહેલા ગુરુવારે પણ એક પ્રોફેસર સહિત 5 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ભરૂચ જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા 21 પર પહોંચી ગઈ છે.

image source

ગતરોજ નોંધાયેલ 4 કેસ બાદ નવા 4 પોઝીટીવ કેસ નોંધાયા છે. સિવિલ હોસ્પિટલના 4 કર્મીઓને કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. જેમાં 1 ગાયનેકોલોજિસ્ટ અને 3 ટેક્નિશિયનને કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતાં એ તમામ લોકોને સારવાર અર્થે સ્પેશ્યલ કોવિડ જયા બહેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનો આતંક થોભવનું નામ જ લઇ રહ્યો નથી.

* રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો છે, લોકડાઉનનું પાલન ન કરવામાં આવતા આ નિર્ણય લેવામાં આવ્યો.

* પાટણમાં કોરોના વાયરસના વધતા જતાં કેસ વચ્ચે એક રાહતનાં સમાચાર એ આવ્યા છે કે, કોરોનાગ્રસ્ત એવા 7 દર્દીઓને સાજા થઈ જતા સારવાર બાદ રજા આપવામાં આવી છે.

* સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થતા, બે આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા.

* કોરોના વાયરસ હજી વધતો જ જાય છે. પરંતુ ચીનમાં આ વાયરસ પૂરો થયો ન થયો ત્યાં તો 13 હજાર પ્રાણીઓની ભોજન માટે લાશો મળી આવી છે.

* ભરૂચમાં એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે, કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર અર્થે જોડાયેલા ડૉકટર અને નર્સ સહિતનો સ્ટાફ આ વાયરસની ઝપટમાં આવી ગયો છે.