25000ની કીલો આ મીઠાઈ અમદાવાદીઓ શોખથી ખાઈ રહ્યા છે

ગુજરાતી આમં જ કંઈ ખાવા પીવાના શોખીન ગણાતા નથી એમાંયે જો મીઠાઈની વાત આવે તો ગુજરાતને ભાગ્યે જ કોઈ ટક્કર આપી શકે. દિવાળી આવતાની સાથે મીઠાઈના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે એટલું જ નહીં અવનવી મીઠાઈઓ પણ બજારમાં જોવા મળી રહી છે. અમદાવાદમાં 25,000 રુપિયાની કીલો એવી એક મીઠાઈ પણ વેંચાતી જોવા મળી છે જેમુ 40 કિલો જેટલું એડવાન્સ બુકીંગ પણ થઈ ચુક્યું છે.આ દસ લાખ રુપિયાની માત્ર 40 કિલો મીઠાઈનુ નામ ગોલ્ડન પિસ્તા ડિલાઈટ અને ગોલ્ડન પિસ્તા બોલ છે.

Image Source

 

કેમ મોઘી છે આ મીઠાઈ

આ મીઠાઈમાં 6000 રુપિયાના કિલો એવા નૌજા ડ્રાય ફ્રુટ્સ તથા ગોલ્ડન વરખનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવ્યો છે સાથે સાથે તેમાં મામરા બાદામનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે.આ ઉપરાંત આ મીઠાઈને રાખવા એક ખાલ જ્વેલરી બોક્સ બનાવવામાં આવ્યુ છે.

રસોઈયાની ખાસિયત
આ મીઠાઈ બનાવવા માટે કોઈ દેશનો નહીં પણ ખાસ ટર્ફીથી સ્પેશિયાલિસ્ટને બોલાવાયો છે.

ઉપયોગમાં લીધેલ ગોલ્ડન વરખ પણ સામાન્ય નથી

ગોલ્ડન વરખ પણ 24 કેરેટ સોનાનુ વપરાય છે બજારમાં મળતુ સામાન્ય મીઠાઈ માટેનુ વરખ આ મીઠાઈમાં ઉપયોગમાં લેવામાં આવતુ નથી.

નૌજા ડ્રાયફ્રૂટ
નૌજા ડ્રાયફ્રૂટ ઇરાન, ઇરાક, કાબુલ અને અફઘાનિસ્તાનથી ખાસ મંગાવવામાં આવે છે. જેનો પ્રતિકિલો ભાવ રૂ. 6 હજાર હોય છે. એક ગોલ્ડન પિસ્તાં નોજા ડિલાઇટનું વજન અંદાજે 20 ગ્રામ હોય છે.