અમદાવાદમાં કોરોના બેકાબુ બનતા કેન્દ્રીય આરોગ્ય ટીમ આવી પહોંચી, વધતા સંક્રમણને લઇ કરશે સમીક્ષા

દિવાળી બાદ અચાનક જ ગુજરાતમાં કોરોનાનો કહેર વધી ગયો છે. ગુજરાતમાં વધતા જતા કોરોના કેસોને ગંભીરતાને ધ્યાનમાં લઈને કેન્દ્રની એક ટીમ આજે ગુજરાત આવી પહોંચી હતી. ટીમે અમદાવાદની SVP હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ કોરોનાના દર્દીઓની સારવાર પદ્ધતિ અને ડૉક્ટરોની કામગીરીનું ચેકીંગ કર્યું હતું. આ અંગે કેન્દ્રની ટીમના સભ્ય ડૉ. સુજિત કુમારે કહ્યું હતું કે અમે SVP હોસ્પિટલની મુલાકાત માટે આવ્યા છીએ. અને મુલાકાત બાદ હવે અધિકારીઓ સાથે મળીને કોરોનાની પરિસ્થિતિ અંગે ચર્ચાઓ કરીશું.

image source

તેમને આગળ જણાવ્યું છે કે અમે બે દિવસ સુધી ગુજરાતમાં જ રહીશું. તેમજ વડોદરા અને ગુજરાતના અન્ય જિલ્લામાં પણ કોરોનાની પરિસ્થિતિ અંગે આરોગ્ય અધિકારીઓ સાથે ચર્ચા કરીશું. તેમણે એમ પણ કહ્યું હતું કે દેશમાં ઠેર ઠેર થયેલી લોકોની ભીડને કારણે કોરોના વકર્યો છે. જેથી પ્રશાસનને દોષ ના આપી શકાય.લોકો દિવાળીમાં બેફામ બહાર નિકળ્યા જેને પરિણામે કોરોના આવા ગંભીર સ્ટેજ પર પહોંચ્યો છે.

કેન્દ્રની ટીમે ઓગસ્ટ મહિનામાં વિડિયો-કોન્ફરન્સથી કોવિડ કામગીરીની સમીક્ષા કરી હતી

ઓગસ્ટ મહિનામાં કેન્દ્ર સરકારની ખાસ ટીમે વિડિયો-કોન્ફરન્સ દ્વારા વડોદરા સહિત ગુજરાત રાજ્યના બધા જ જિલ્લાઓમાં કોવિડનાં નિયંત્રણ માટે કરવામાં આવેલી કામગીરી અને તેના પરિણામની ઓનલાઇન સમીક્ષા કરી હતી.

image source

વડોદરાના ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે આ ટીમ સમક્ષ છેલ્લા 4 મહિના દરમિયાન કોવિડને નાથવા માટે વડોદરામાં કરવામાં આવેલા અગ્રીમ આયોજન અને અસરકારક અમલીકરણનું નિદર્શન રજૂ કર્યું હતું.

કેન્દ્રની ટીમે જુલાઈ મહિનામાં અમદાવાદ અને સુરતની સમીક્ષા કરી હતી

image source

શહેરમાં વધતા જતા કોરોનાના કેસની સાથે સાથે દર્દીનાં ફેફસાં તેમજ હૃદયમાં બ્લડ ક્લોટ થવાના કારણે પણ મોત થઈ રહ્યા હોવાનું ગંભીર તારણ બહાર આવતા એઈમ્સની ટીમ દોડી આવી હતી.

image source

AIIMS નવી દિલ્હીના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયા અને ડો. મનીષ સુનેજાની ટીમે જુલાઈ મહિનામાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને અન્ય હોસ્પિટલોની મુલાકાત લઈને સારવાર આપી રહેલા ડોકટરો સાથે કોરોના અને તેના સંક્રમણ અંગે ચર્ચાઓ કરી હતી. આ ટીમે જુલાઈ મહિનામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી અને ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્ત્વની બેઠક યોજી હતી. આ બન્ને ડોકટરો ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સારવાર કરતા ડોકટરો, પેરામેડિકલ સ્ટાફ તેમજ દર્દીઓ સાથે વાતચીત કરીને જરૂરી સલાહ અને માર્ગદર્શન આપ્યું હતું.

સુરત અને અમદાવાદની ઓગસ્ટ મહિનામાં સમીક્ષા કરી હતી

જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમે કોરોનાના કેસ અંગેની સમીક્ષા કરવા ગુજરાતની મુલાકાત લીધી હતી.

image source

એ દરમિયાન દિલ્હીથી 4 સભ્યની ટીમ ગુજરાતમાં આવી હતી અને એમને સુરત અને અમદાવાદની કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. નીતિ આયોગના સભ્ય વિનોદ પોલ, ICMRના ડાયરેકટર જનરલ બલરામ ભાર્ગવ, એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયા અને આર.પી. આહુજા એડિશનલ સેક્રેટરી હેલ્થ એન્ડ ફેમિલી ડિપાર્ટમેન્ટ ગુજરાત આવ્યા હતા.

image source

તે સમય દરમિયાન કેન્દ્રની આ ટીમે અમદાવાદ અને સુરત શહેરની કોરોનાની સ્થિતિ અંગે કેન્દ્રની સમીક્ષા કરી હતી. ચારેય સભ્યોની ટીમ સુરત અને અમદાવાદ શહેરના કન્ટેન્મેન્ટ વિસ્તારોની પણ મુલાકાત લીધી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત