અમદાવાદમાં કોરોના વિસ્ફોટ, માત્ર 14 દિવસમાં જ થયા આટલા બધા મોત, જાણો હાલની પરિસ્થિતિ વિશે

અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના સંક્રમણે ઘણો હાહાકાર મચાવી રહ્યો છે. અમદાવાદમાં છેલ્લા બે અઠવાડિયામાં જ કોરોના વાયરસથી અંદાજીત ૧૪૫ વ્યક્તિઓના મૃત્યુ થઈ ગયા છે તેમજ હજી પણ કોરોના વાયરસનું સંક્રમણ વધતું જ જઈ રહ્યું છે જેનાથી કોરોના વોરીયર્સ પણ પોતાને કોરોના વાયરસના સંક્રમણથી બચાવી શક્યા નથી.

image source

-અમદાવાદ શહેરમાં છેલ્લા બે અઠવાડિયાથી સતત ૩૦૦ કરતા વધારે કોરોના વાયરસથી સંક્રમિત કેસો સામે આવ્યા છે.

-ગઈકાલના રોજ અમદાવાદ શહેરમાં ૨૯૮ વ્યક્તિઓના રીપોર્ટ પોઝેટીવ કેસ નોંધવામાં આવ્યા છે.

image source

-અમદાવાદ જીલ્લામાં ૩૪ પોઝેટીવ કેસ નોંધવામાં આવ્યા છે.

image source

અમદાવાદ શહેરમાં છેલ્લા ૧૫ દિવસથી પ્રતિદિન ૩૦૦ કરતા વધારે કોરોના વાયરસથી સંક્રમિત વ્યક્તિઓના કેસ નોંધવામાં આવ્યા છે. ગઈકાલના તા. ૪ ડીસેમ્બર, ૨૦૨૦ના રોજ અમદાવાદ શહેરમાં ૨૯૮ દર્દીઓ કોરોના વાયરસથી સંક્રમિત કેસ નોંધવામાં આવ્યા હતા. જયારે અમદાવાદ જીલ્લામાં ૩૪ દર્દીઓ કોરોના વાયરસથી સંક્રમિત કેસ સામે આવ્યા હતા. એકાએક અમદાવાદ શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી જતા તંત્રની પણ ચિંતા વધતી જઈ રહી છે. રાત્રિ સમય દરમિયાન કર્ફ્યું હોવા છતાં પણ કોરોના વાયરસના સંક્રમણમાં કોઈપણ પ્રકારનો ઘટાડો નોંધાયો છે નહી. કોરોના વાયરસના સંક્રમણના લીધે મૃત્યુ થયાનો આંકડો પણ ઘણો ભયાનક છે. અમદાવાદ શહેરમાં ગઈકાલના રોજ ૧૩ વ્યક્તિઓના મૃત્યુ થઈ ગયા છે. જયારે અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં કોરોના વાયરસથી સંક્રમિત થઈ જવાના લીધે કુલ ૨૦૮૭ વ્યક્તિઓના મૃત્યુ થઈ ગયા છે. એટલું જ નહી છેલ્લા બે અઠવાડિયાના સમયગાળામાં જ ૧૪૫ વ્યક્તિઓના મોત થયા છે.

સિવિલ હોસ્પિટલના ૩૩૦ હેલ્થ વર્કર્સ કોરોના વાયરસથી સંક્રમિત.

image source

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સારવાર કરી રહેલ કોરોના વોરીયર્સ પણ હવે કોરોના વાયરસથી સંક્રમિત થવા લાગ્યા છે. અમદાવાદમાં ૯ મહિના દરમિયાન ૪૮૦ ડોક્ટર્સ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. જયારે દિવાળીના તહેવાર પછી સિવિલ હોસ્પિટલના જ ૫૦ ડોક્ટર્સ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે અને ૩૩૦ જેટલા કર્મચારીઓ પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા.

image source

બે અઠવાડિયામાં કોરોના વાયરસ સંક્રમણના કેટલા કેસ સામે આવ્યા?

તા. ૨૧ નવેમ્બર, ૨૦૨૦. ૩૭૩.

તા. ૨૨ નવેમ્બર, ૨૦૨૦. ૩૪૧.

તા. ૨૩ નવેમ્બર, ૨૦૨૦. ૩૪૪.

તા. ૨૪ નવેમ્બર, ૨૦૨૦. ૩૪૭.

તા. ૨૫ નવેમ્બર, ૨૦૨૦. ૩૪૯.

તા. ૨૬ નવેમ્બર, ૨૦૨૦. ૩૬૧.

તા. ૨૭ નવેમ્બર, ૨૦૨૦. ૩૫૩.

તા. ૨૮ નવેમ્બર, ૨૦૨૦. ૩૫૭.

તા. ૨૯ નવેમ્બર, ૨૦૨૦. ૩૪૫.

તા. ૩૦ નવેમ્બર, ૨૦૨૦. ૩૧૨.

image source

તા. ૧ ડીસેમ્બર, ૨૦૨૦. ૩૩૨.

તા. ૨ ડીસેમ્બર, ૨૦૨૦. ૩૨૫.

તા. ૩ ડીસેમ્બર, ૨૦૨૦. ૩૩૬.

તા. ૪ ડીસેમ્બર, ૨૦૨૦. ૩૨૨.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત