અમદાવાદમાં કોરોનાનો કકળાટ વધ્યો, સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો ઘટ્યા, થથરાવી મૂકે એવી હાલત થઈ ગઈ

દિવાળી બાદની વાત કરીએ તો ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. હવે ગુજરાતી પ્રજાને કોરોના મહામારીનો અસલ ચહેરો જોવા મળી રહ્યો છે એવું કહીએ તો પણ કહી શકાય એમ છે. અમદાવાદ સહિતનાં ચાર શહેરોમાં નાઈટ કરફ્યૂ લાગુ કરવા છતાં પણ રાજ્યમાં કોરોનાનાં કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. રોજથી રોજ ગુજરાતમાં કોરોના મહામારીની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. પરંતુ એ વચ્ચે સમાચાર આવ્યા છે કે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોના પ્રકોપ વધી ગયો છે. જેના કારણે સુરત, જામનગર, વડોદરા અને ભાવનગરથી ડોકટરો બોલાવાઇ રહ્યા છે.

image source

હાલની પરિસ્થિતિની જો વિગતે વાત કરવામાં આવે તો કોરોના દર્દીઓ વધતા સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર અને ઓક્સિજન ટેન્ક પણ મંગાવાઇ રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં 39 ડોકટર ગઈ કાલે આવ્યા હતા જ્યારે અન્ય 31 ડોકટર આવતીકાલે આવશે. અત્યાર સુધીમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 70 જેટલા સિનિયર ડોકટર બોલાવવામાં આવ્યા છે. આ તમામ ડોકટરોને ડેપ્યુટેશન ઉપર બોલાવવામાં આવ્યા છે. આ દરમિયાન સિવિલ હોસ્પિટલમાંથી સુરતમાં આપવામાં આવેલા 50 વેન્ટિલેટર પરત આવ્યા છે. સાથે જ બે ઓકિસજન ટેન્ક પણ કેન્સર હોસ્પિટલમાં વધારી દેવામાં આવ્યા છે.

image source

એક બીજી પણ માહિતી સામે આવી રહી છે એના વિશે જાણીએ તો 1200 બેડ હોસ્પિટલમા પણ આગામી દિવસોમાં નવી 20 હજાર લિટરની ઓકિસજન ટેન્ક મૂકવામાં આવશે. પહેલાંથી એક 20 હજાર લિટરની ઓક્સિજન ટેન્ક છે હવે બીજી ઓક્સિજન ટેન્ક આવતા 40 હજાર લિટર ઓકિસજનની વ્યવસ્થા થશે. સિવિલ હોસ્પિટલમાં ગંભીર દર્દીઓ વધતા ઓક્સિજનની માંગમાં દોઢ ગણો વધારો થયો છે. અત્યારે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં 1256 કોરોના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આ સાથે જ કોરોનાને લઈને સુરતથી અમદાવાદ માટે સ્ટાફ રવાના કરાયો છે. સાથે જ 30 વેન્ટિલેટર, 2 ઓક્સિજન ટેન્ક અમદાવાદ મોકલયા છે.

image source

આ પહેલાં પણ વેન્ટિલેટર અમદાવાદથી સુરત મોકલાયા હતા પરંતુ હવે અમદાવાદમાં કોરોના સંક્રમણ વધતા સુરથી અમદાવાદમાં વેન્ટિલેટર મંગાવવામાં આવી રહ્યા છે. જ્યારથી અમદાવાદમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારથી જ સરકાર એક્શનમાં મોડમાં આવી ગઇ છે અને શહેરની 4 હોટેલમાં 120 આઈસોલેશન બેડનો વધારો કરી દેવામાં આવ્યો છે. ત્યાં જ ખાનગી હોસ્પિટલમાં 32 બેડનો વધારો કરાયો છે.

image source

જો આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં આપેલા આકડાં પ્રમાણે વાત કરીએ તો 24 કલાકમાં ગુજરાતમાં મોતનો આંકડો વધ્યો છે. આજે રાજ્યમાં 16 દર્દીના મોત નિપજ્યા છે. જેમા સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં 11 લોકોને કોરોના ભરખી ગયો છે ત્યાં જ સુરત કોર્પોરેશન 3, ભરૂચ 1, ખેડા 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 16 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3969એ પહોંચ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 1,89,420 નાગરીકો સાજા થઈ ગયા છે. 3969ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 14,889 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 86 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 14,803 સ્ટેબલ છે.

image source

ગુજરાતમાં કુલ કેસની વાત કરીએ તો આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1564 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 2,08,278એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 16 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3969એ પહોંચ્યો છે. જ્યારે 1451 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત