અમદાવાદના કોરોના પોઝિટિવ આંકડા ભયજનક, છેલ્લા એક અઠવાડિયામાં પોઝીટીવ આંકડો વધ્યો ચોંકાવનારા સ્તરે

કહેવાઈ રહ્યું છે કે સમગ્ર દેશમાં મોટા ભાગના રાજ્યોમા કોરોનાની બીજી લહેર શરૂ થઈ ગઈ છે. અને આ બીજું મોજું ગુજરાત પર પણ ફરી વળ્યું છે. દિવાળી બાદ જે રીતે કોરોના સંક્રમિતોની સંખ્યા વધી રહી છે તે ઘણી જ ભયજનક છે. અમદાવાદમાં સંક્રમણ જાણે બમણી ગતિએ વધી રહ્યું હોય તેવુ લાગી રહ્યું. છેલ્લા આંઠ દિવસથી માત્ર અમદાવાદમાં જ એકધારા નવા સંક્રમિતોની સંખ્યા રોજની 300થી ઉપર પહોંચી રહી છે. ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે અમદાવાદમાં નવા 353 કેસ નેંદાયા છે. અમદાવાદ શહેરના છેલ્લા એક અઠવાડિયાનો સંક્રમિતોનો આંકડો જોઈએ તો તે 2977 ઉપર પહોંચી ગયો છે. અને અત્યાર સુધીમાં અમદાવાદમાં કોરોનાના કારણે 2026 લોકો મૃત્યુ પામ્યા છે. માત્ર છેલ્લા સાત દિવસમાં જ કોરોનાથી સંક્રમિત થયેલા 68 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.

જાણી લો અમદાવાદ શહેરના છેલ્લા દસ દિવસના આંકડાઓ

image source

18મી નવેમ્બરે 220 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા, 19મી નવેમ્બરે 246, 20મી નવેમ્બરે 327, 21મી નવેમ્બરે 341, 23મી નવેમ્બરે 344, 24મી નવેમ્બરે 347, 25મી નવેમ્બરે 349, 26મી નવેમ્બરે 361, અને 27મી નવેમ્બરે 353 નવા કેસ નોંધાયા છે. આમ સતત આંકડામાં વધારો જોવા મળી રહ્યો છે.

માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા પણ વધી રહી છે.

image source

કોરોનાના પહેલા મોજાંમાં પૂર્વ અમદાવાદમાં વધારે કેસો નોંધાયા હતા પણ આ બીજા વેવમાં કોરોનાનું પશ્ચિમ વિસ્તારો તેમજ પૉશ વિસ્તારોમાં વધારે સંક્રમણ નોંધાયું છે. અને જેમ જેમ કેસ વધી રહ્યા છે તેમ તેમ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા પણ વધી રહી છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા 279 થઈ ગઈ છે. નવા જે ઝોન ઉમેરાયા છે તેમાં સાઉથ ઝોનમાં, 2, નોર્થ
ઝોનમાં 2, સાઉથ વેસ્ટ ઝોનમાં 1, ઇસ્ટ ઝોનમાં 9, વેસ્ટ ઝોનમાં 7, નોર્થ વેસ્ટ ઝોનમાં 7 વિસ્તારો માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન બન્યા છે.

અમદાવાદના આ વિસ્તારો બન્યા કોરોનાના હોટ સ્પોટ

image source

હાલ અમદાવાદના બોડકદેવ, થલતેજ તેમજ ગોતામાં કોરોનાના હોટ સ્પોટ બન્યા છે. અહીંની મોટા ભાગની સોસાયટીઓમાં ઘણા બધા કેસ પોઝિટીવ આવ્યા છે. ક્યાંક આખું કુટુંબ કોરોનાગ્રસ્ત છે તો ક્યાંક કુટુંબમાંના મોટા ભાગના સભ્યો સંક્રમીત છે. તો વળી કેટલીક સોસાયટીઓમાં બે ઘર છોડી એક ઘરમાં કોરોના છે. માટે સ્થાનિક લોકોમાં ભારે ઉચાટનો માહોલ બની ગયો છે.

કોરોના વાયરસના આંકડા પર એક નજર નાખીએ

image source

ગુજરાતની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધીમા કોરોના સંક્રમિતોની સંખ્યા 2.04 લાખ નોંધાઈ ચુકી છે. જેમાંથી 1.85 લાખ લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. પણ 3922 લોકો મૃત્યુ પામ્યા છે. ભારતમાં કોરોના સંક્રમિતોનો આંકડો 93.5 લાખ સુધી પહોંચી ગયો છે. જ્યારે 1.36 લાખ લોકોના મૃત્યુ થયા છે. ધીમે ધીમે રીકવરી રેટમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. વૈશ્વિક આંકડા પર નજર કરીએ તો વિશ્વમાં અત્યાર સુધીમાં 6.16 કરોડ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે જેમાંથી 3.94 કરોડ લોકો રીકવર થયા છે. અને 14.4 લાખ લોકોના દુઃખદ મૃત્યુ થયા છે.

image source

પણ હવે કોરોનાની રસીને લઈને લોકોમાં એક નવી આશા દેખાઈ રહી છે. વિશ્વની કેટલીક લેબોરેટરીને રસી શોધવામં મહદઅંશે સફળતા મળી છે તેમાંની એક રસી તો 94 ટકા અસરકારક હોવાનો દાવો કરી રહી છે.

image source

અને હાલ મોદી પણ ગુજરાત, હૈદરાબાદ તેમજ પૂના ખાતે કોરોના વેક્સિનની સમિક્ષા માટે જ પ્રવાસ કરી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે ભારતના લોકોને રસી ક્યારે મળી રહેશે. એક અહેવાલ પ્રમાણે અમેરિકામાં ડિસેમ્બર મહિનાના બીજા અઠવાડિયામાં રસી આપવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત