લોહીના સંબંધોમાં લાગ્યો દાગ: અમદાવાદમાં 7 વર્ષની બાળકીને ઘરની આ નજીકની વ્યક્તિએ બનાવ્યો હવસનો શિકાર, પૂરી ઘટના વાંચીને ગુસ્સો આવી જશે તમને પણ

કહેવાત સબ સલામતના દાવાઓ વચ્ચે બાળકીઓ પીંખાઈ રહી છે. રાજ્યમાં દિવસેને દિવસે ગુન્હાખોરી અને બળાત્કારની ઘટના વધી રહી છે. થોડા દિવસ પહેલા રાજકોટની એક યુવતી ગેંગરેપનો ભોગ બની હતી ત્યાં જ અમદાવાદમાં સામે આવેલી એક બળાત્કારની ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે.

image source

વાત છે અમદાવાદના હાથીજણ વિસ્તારની. કે જ્યાં સગા કાકાએ 7 વર્ષની ભત્રીજીને રિક્ષામાં ફરવા લઈ જવાના બહાને પોતાના સાગરિત સાથે મળીને દુષ્કર્મ આચર્યું છે.

બાળકીની માતાની સતકર્તાને લીધે આરોપીઓ પકડાઈ ગયા

image source

આ નરાધમોએ આચરેલા દુષ્કમથી બાળકી બેભાન થઈ ગઈ હતી. દુષ્કર્મ બાદ બેભાન હાલતમાં બાળકીને તેના ઘર પાસે મૂકવા જતાં બાળકીની માતાએ બૂમાબૂમ કરતા લોકોએ ભાગી રહેલા બંને આરોપીને પકડી માર મારી પોલીસને હવાલે કર્યા હતા. આ અંગે વિવેકાનંદનગર પોલીસે બે લોકો સામે દુષ્કર્મ અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી. આરોપીઓની પોલીસે કરેલી પૂછપરછમાં બહાર આવ્યું હતું કે, દુષ્કર્મ આચર્યા બાદ આરોપીઓએ બાળકીનું ગળું દબાવી તેની હત્યા કરવાની કોશિશ કરી હતી. જોકે ત્યારબાદ વિચાર પડતો મૂકી બાળકીને બેભાન હાલતમાં તેના ઘર પાસે મૂકી નાસી જવાનું નક્કી કર્યું હતું. જોકે બાળકીની માતાની સતકર્તાને લીધે આરોપીઓ પકડાઈ ગયા હતા.

7 વર્ષની બાળકી સાથે સગાકાકાએ દુષ્કર્મ આચર્યું

image source

બનાવની વિગત મુજબ વટવા જીઆઇડીસી વિસ્તારમાં રહેતી 7 વર્ષની બાળકીને તેના સગાકાકા અને તેનો રિક્ષા ચાલક મિત્ર શુક્રવારે બપોરે ફરવાના બહાને ઘરેથી લઈ ગયા હતા. બાળકીને આરોપીઓ હાથીજણ વિસ્તારમાં ફરવા લઈ ગયા હતા. જ્યા બાળકી પર હેવાનોએ દુષ્કર્મ આચર્યું હતું. બાળકી આ બાબતે લોકોને જાણ કરી દેશે તો પોતાનો ભાંડો ફૂટી જશે. તેવા ડરથી આરોપીઓએ બાળકીને માથામાં બોથડ પદાર્થ મારતા બેહોશ થઈ ગઈ હતી. બાળકી મરી ગયાનું સમજી આરોપીઓ તેણે રિક્ષામાં લઇ ઘરના કમ્પાઉન્ડમાં મૂકી જઈ રહ્યા હતા. તે સમયે બાળકીની માતા ત્યાં આવી ગઈ હતી.

માતાએ પુત્રીની હાલત જોઈ બુમાબુમ કરી

image source

પુત્રીની હાલત જોઈ બુમાબુમ કરી હતી. ભાગવાનો પ્રયાસ કરતા આરોપીઓને લોકોએ પકડી માર માર્યો હતો. બન્ને આરોપીઓને વટવા પોલીસને સોંપવામાં આવતા તમામ હકીકત બહાર આવી હતી. જોકે બાળકી પાર આરોપીઓએ હાથીજણ પાસેની અવાવરૂ જગ્યાએ દુષ્કર્મ આચર્યાનું બહાર આવતા મામલો વિવેકાનંદનગર પોલીસે સંભાળ્યો હતો.

image source

આ અંગે વિવેકાનંદનગર પોલીસે બન્ને આરોપીઓ વિરૂધ્ધ પોકસો એકટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી આ અંગે અમદાવાદ ગ્રામ્યના એસપી વિરેન્દ્રસિંગ યાદવએ જણાવ્યું હતું કે, માસૂમ બાળકી સાથે નિર્લજ્જ કૃત્ય આચરનાર આરોપીઓ પોલીસ નજર હેઠળ છે. બન્નેનો કોવિડ ટેસ્ટ કરાવવામાં આવ્યો છે. જેના રિપોર્ટ બાદ ધરપકડની કાર્યવાહી કરવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત