અમદાવાદ સહિત તમામ જિલ્લાઓમાં પતંગોત્સવ રદ, રાત્રિ કર્ફ્યૂને લઈને થઈ શકે આ મોટી જાહેરાત

કોરોનાના કહેર વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઘણા દિવસથી ચાલતી અફવાનો આજે અંત આવ્યો છે. રાજ્ય સરકારે કોરોનાની મહામારીને કારણે તમામ પતંગોત્સવ રદ કરવાનો નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે આજે મળેલી કેબિનેટની બેઠકમાં વિવિધ શહેર અને જિલ્લામાં યોજાતા પતંગોત્સવ તથા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજાશે નહીં કેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

image source

ઉલ્લેખનીય છે કે અલગ અલગ 8 જગ્યાએ પતંગોત્સવ યોજાતા હતા. આ ઉપરાંત રાત્રિ કર્ફયૂનો સમય પણ ઘટાડીને 9 વાગ્યાને બદલે 11 વાગ્યાથી 6 વાગ્યાનો કરવામાં આવે એવી શક્યતા છે. આ અંગે કેબિનેટમાં ચર્ચા થઈ ગઈ છે, જેના પર ગૃહ વિભાગ નિર્ણય લેશે. નોંધનિય કે દિવાળી બાદ કોરોનાના કેસો વધતા રાજ્યનાં મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો હતો.

કર્ફ્યૂનો સમય 9ને બદલે 11 વાગ્યાથી શરૂ કરવામાં આવી શકે

image source

નોંધનિય છે કે રાજ્યમાં મુખ્યમંત્રીના વડપણ હેઠળ કોરોના સંક્રમણની સ્થિતિ અને નિયંત્રણ પર ધ્યાન રાખવા બનેલી કોર કમિટીની બેઠકમાં આ મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. છેલ્લા પંદર દિવસથી રાજ્યમાં કોરોનાના નવા કેસોની સંખ્યા ઘટી રહી છે અને સાથોસાથ એક્ટિવ કેસોની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે, તેથી હવે કર્ફ્યૂનો સમય ઘટાડવાનો નિર્ણય લેવાશે. તો બીજી તરફ કર્ફ્યૂને કારણે મનોરંજન, હોટલ અને કેટલાક વ્યાપારોને ખૂબ મોટું નુક્સાન સહન કરવું પડી રહ્યું છે. અગાઉ આ સ્થળોને છુટ્ટી આપવામાં આવી હતી, પરંતુ ફરી બંધ થતાં તેમને ખોટ જઇ રહી છે.

image source

નાતાલથી ઇસુના નવા વર્ષની ઉજવણી દરમિયાન આ તમામ વ્યવસાયો માટે પીક સીઝન રહે છે, પરંતુ એ બંધ રહ્યા હતા. હવે તેમને નુક્સાન વધુ સહન ન કરવું પડે એ માટે કર્ફ્યૂનો સમય 9ને બદલે 11 વાગ્યાથી શરૂ કરવામાં આવી શકે છે. જેથી ખાણી પીણીના વ્યવસાય સાથે જોડાયેલા લોકોને જે આર્થિક નુકશાન થઈ રહ્યું છે તેની ભરપાઈ કરી શકાય. મહત્વનું છે કે લોકડાઉનના સમયથી અત્યાર સુધી મનોરંજન અને ખાણી પીણી બજાર સંપૂર્ણ બંધ જ હતું. ખાણી પીણીમાં મોટા ભાગે રાત્રે જ વેપાર થાય છે એવામાં થોડા દિવસની છૂટ બાદ ફરી નાઈટ કર્ફ્યૂ લગાવવામાં આવતા તેમની સ્થિતિ કફોડી બની હતી.

હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઈ હતી

image source

તો બીજી તરફ હાઈકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો હતો કે દિવાળી બાદ રાજ્યમાં જે રીતે કોરોના વકર્યો એવી સ્થિતિ મકરસંક્રાંતિના તહેવાર સમયે અને પછી સર્જાય નહીં એ અંગે ધ્યાન રાખશો. હાઈકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી છે કે આકરા નિર્ણયો લેતા ગભરાશો નહીં. લોકો નિરાશ થાય એની ચિંતા કરશો નહીં. લોકો આ તહેવારની ઉજવણી આવતા વર્ષે પણ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે કરી શકે છે.

image source

હાઈકોર્ટે સરકારી વકીલને નિર્દેશ આપ્યો છે કે સરકાર મકરસંક્રાંતિના તહેવારને લઈને શું નિર્ણય કરવા માગે છે, એ અંગે સૂચના મેળવીને જણાવો. આ કેસની વધુ સુનાવણી આઠ જાન્યુઆરીએ હાથ ધરાશે. મકરસંક્રાંતિને અનુલક્ષીને હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઈ છે

થર્ટી ફસ્ટે રાત્રે ઘરની બહાર નીકળ્યા તો CCTVમાં ઝડપાશો

image source

31 ડિસેમ્બરને લઈને કંટ્રોલ ડીસીપી હર્ષદ પટેલે પ્રેસ કોંફ્રેન્સ કરી હતી. 31મીએ પોલીસ દ્વારા કડક કામગીરી કરવામાં આવશે. અમદાવાદના એન્ટ્રી પોઈન્ટ 28 જગ્યાએ બંદોબસ્ત વધારશે. 31મીએ રાત્રે 100 પીઆઈ 3500 કોન્સ્ટેબલ ઓન ડ્યૂટી રહેશે. સાથે જ કોઈપણ વ્યક્તિ કોઈ બહાર ગામ ગયું હશે તો તેઓએ 9 વાગ્યા પહેલા આવી જવું પડશે. 9 વાગ્યા બાદ કોઈ બહાર દેખાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ હોટલ, ફાર્મ હાઉસ સહિત પર વોચ રાખશે. જો કોઈપણ વ્યક્તિ પીધેલી હાલતમાં ઝડપાશે તો તેની સાથે સીધો કેસ દાખલ કરી દેવામાં આવશે. સાથે જ 9 વાગ્યા પછી જે અમદાવાદ પ્રવેશે અને શંકાસ્પદ જણાશે તો સીધા હોસ્પિટલ ભેગા કરી દેવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત