અમદાવાદ: ટિકિટ કપાતા ભાજપના મહિલા કાર્યકર અને અગ્રણી વચ્ચેની ખળભળાટ મચાવતી વાતચીત વાયરલ, ‘હું પથારી ગરમ કરવાવાળી નથી સમજી લેજો’

ભાજપમાં ટિકિટ ફાળવણી થઈ ત્યારથી આંતરીક અસંતોષ વધ્યો છે. આ અસંતોષ એટલો વધ્યો છે કે તેની વાત દિલ્હી સુધી પહોંચી ચુકી છે. જેના કારણે ખુદ ગૃહમંત્રી અમિત શાહને અમદાવાદ આવવું પડ્યું હતું. તેવામાં અમદાવાદ ભાજપના એક અગ્રણી અને મહિલા કાર્યકર વચ્ચે થયેલી ઉગ્ર વાતચીતની ચર્ચાઓ જોરશોરથી થવા લાગી છે. દિવ્ય ભાસ્કરના એક અહેવાલથી ટિકિટ મુદ્દે થયેલા રાજકારણને ઉજાગર કરતી મહિલા કાર્યકર અને ભાજપના અગ્રણીની વાતચીત જે ફોનમાં થઈ હતી તેને જાહેર કરવામાં આવી હતી. આ વાતચીતમાં આઈ. કે જાડેજાનું નામ પણ લેવામાં આવ્યું હતું. આ વાતચીત શું હતી વાંચો તમે પણ.

મહિલા – સાહેબ મુક્તાબેન મિસ્ત્રી બોલું છું.

image source

સુરેન્દ્ર પટેલ – બોલો

મહિલા – સાહેબ તમે મારા માટે ખોટું કર્યું ને પણ ભગવાનને જવાબ આપવા માટે તૈયાર રહેજો. રાજેશ્વરીને ટિકિટ તમે અપાવી અને મને કહ્યું કે મારી ટિકિટ તમે નથી કાપી, પણ મારો શ્રાપ છે તમને. એટલું યાદ રાખજો. કાર્યાલય પરથી બોલું છું. તમને કાપવામાં શું રસ હતો કે રાજેશ્વરીને ટિકિટ મળે તેમાં તમને શું રસ હતો ?

સુરેન્દ્ર પટેલ – તમારી પાસેની માહિતી ખોટી છે બેન

image source

મહિલા – માહિતી ખોટી નથી. સાચી માહિતી છે. હું તમારા ઘરે આત્મહત્યા કરવા આવું છું અને નામ તમારું લખીશ, સુરેન્દ્રકાકા.

સુરેન્દ્ર પટેલ – તમારે આ રીતે વાત કરવી નહીં.

મહિલા – સાહેબ હું તમારા ત્યાં આવું છું.

સુરેન્દ્ર પટેલ – મારી વાત સાંભળ બેન હમણાં તો હું બહાર છું. મારી ઓફિસે આવજે.

મહિલા – મારી ટિકિટ તમે જ કાપી છે, યાદ રાખજો મને તમારી બધી ખબર છે.

image source

સુરેન્દ્ર પટેલ – મારી વાત સાંભળ તું શાંતિથી આવજે તને સમજાવીશ.

મહિલા – મને અત્યારે મારી ટિકિટ જોઇએ. તમે મને ઓળખો છો, તમે મારા વિસ્તારમાં આવ્યા હતા. તમે મારી ટિકિટ કઈ રીતે કાપી. હું અત્યારે ખાનપુર કાર્યાલય પર જ ઊભી છું. મારું નામ છેક સુધી હતું. તમને રાજેશ્વરી એટલી બધી કેવી રીતે વહાલી લાગી ગઇ કે તેને ટિકિટ અપાવી દીધી.

સુરેન્દ્ર પટેલ – મેં ટિકિટ કાપી જ નથી તું ખોટી વાત કરે છે.

મહિલા – તમે કઇ રીતે કહી શકો કે નથી કાપી. સાહેબ હું પથારી ગરમ કરવાવાળી વ્યક્તિ નથી એટલું સમજી લેજો

image source

સુરેન્દ્ર પટેલ – ટિકિટ મેં નહીં પ્રમુખે કાપી છે.

મહિલા – કયા પ્રમુખે.

સુરેન્દ્ર પટેલ – શહેર પ્રમુખે.

મહિલા – શહેર પ્રમુખ જગદીશ પંચાલ કહે છે મેં નથી કાપી.

સુરેન્દ્ર પટેલ – શહેર પ્રમુખ જગદીશ પંચાલ અને આઇ કે જાડેજાએ કાપી છે. મારું નામ ન દેશો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત