Site icon News Gujarat

અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડૉક્ટરોએ કરી બતાવ્યું, ગર્ભાશયના બદલે બાળકનો વિકાસ આવી રીતે હોવા છતાં પ્રસૂતિ કરાવી

અમદાવાદ સિવિલ હોસ્પિટલ હંમેશા જટિલ જટિલ સર્જરી કરવા માટે જાણીતું છે. કારણ કે એવા ઘણા કેસ સામે આવ્યા છે કે જ્યારે પ્રાઈવેટ હોસ્પિટલ ઉંચા હાથ કરી નાંખે ત્યારે સિવિલ તેમના વ્હારે આવી છે અને હાલમાં પણ એક એવો જ કિસ્સો સામે આવ્યો છે. ત્યારે આવો વિગતે વાત કરીએ કે શું છે આ કેસ. કોરોનાકાળમાં અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા 32 વર્ષીય પાર્વતીબેન કે જેઓ અગાઉ ટી.બી.ની બિમારીથી પીડાતા હતા. ગર્ભાવસ્થા દરમિયાન 8માં માસે તેઓને તકલીફ જણાઇ આવતા સામાન્ય તપાસ અર્થે હોસ્પિટલમાં ગયા.

image source

પણ ત્યાં જઈને બધા ચોંકી ગયા, કારણ કે હોસ્પિટલમાં સોનોગ્રાફી કરાવવામાં આવતા કંઇક ગંભીર અને પહેલા ક્યારેય ન જોયુ હોય તેવી પરિસ્થિતિ જણાઇ આવી હતી. જેથી ત્યાંના તબીબોએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે જવા કહ્યુ. પાર્વતીબેન સોનોગ્રાફીના રિપોર્ટ સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવી પહોંચ્યા. અહીં ગાયનેક વિભાગના વડા ડૉ. અમિય મહેતાની ટીમ દ્વારા તેમની પ્રાથમિક તપાસ કરવામાં આવી. તેઓનો કોરોના રિપોર્ટ પણ કરવામાં આવ્યો જે નેગેટિવ આવ્યો પરંતુ તેઓને ન્યૂમોનિયાની અસર હતી.

image source

ત્યારબાદની પરિસ્તિની જો વાત કરવામાં આવે તો અન્ય તબીબી તપાસ દરમિયાન પાર્વતીબેનનો ગર્ભ ગર્ભાશયની બહાર બન્યો હોવાનું જણાઇ આવ્યુ. જે જોઇ તમામ તબીબો આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા. પરિવારમાં પણ ચિંતા પેઠી કે અરે બાપ રે હવે શું. પણ આ પરિવારની ચિંતા વધારે સમય ન રહી અને ડોક્ટરો ફરિસ્તો બનીને આવ્યો અને બાળકને બહાર લાવ્યા. આ જોતા તબીબો પાર્વતીબેનની સોનોગ્રાફી, MRI તેમજ અન્ય રીપોર્ટ કરાવવામાં આવતા જાણવા મળ્યુ કે પાર્વતીબેનના પ્લેસેન્ટા અને ગર્ભ બંને ગર્ભાશયની બહાર પેટના ભાગમાં વિકસિત છે. તેમના પ્લેસેન્ટાનો ભાગ પેટના વિવિધ અંગો જેવા કે આંતરડા, કિડની સાથે જોડાયેલો હોવાથી આ તમામ પરિસ્થિતી સાથે પ્રસુતિ ખૂબ જ પડકારજનક બની રહી હતી.

image source

આ સર્જરી દુર્લભ છે એવું શા માટે કહેવામા આવી રહ્યું છે એની જો વાત કરવામાં આવે તો આવા પ્રકારના પ્રાઇમરી એબ્ડોમિનલ પ્રેગન્નસીના કિસ્સામાં ગર્ભનો વિકાસ ગર્ભાશયને બદલે અન્ય અંગ પર થતો હોય છે. તે દરમિયાન માતાને ધ્યાને ન આવે અને મેલી છૂટી પડી જાય તો માતાને હેમરેજ થવાની સંભાવના પ્રબળ રહેલી હોય છે. જે કારણોસર માતાનું મૃત્યુ પણ નિપજી શકે છે.મેલીને ઓગાળવાના પણ પ્રયત્ન કરવામાં આવે ત્યારે પણ માતાને નુકસાન પહોંચી શકે તેમ હોય છે.

image source

આ કોઈ સામાન્ય કેસ ન હતો. બધા જ કરતાં અલગ પ્રકારના આ કેસ માટે હાલમાં ચર્ચા કરવામાં આવી રહી છે. આવા પ્રકારની પ્રસુતિમાં નિષ્ણાંત અને અનુભવી તબીબોના માર્ગદર્શન અને સંકલનની ખાસ જરૂર પડતી હોય છે. તેમજ આવા પ્રકારના કેસમાં ગહન અભ્યાસ પણ જરૂરી બની રહે છે. આ તમામ પરિબળોને ધ્યાનમાં રાખીને પૂરી સાવચેતી સાથે ગાયનેક વિભાગના વડા ડૉ. અમિય મહેતા અને તેમની ટીમના નિષ્ણાંત તબીબો મદદનીશ પ્રધાયપક ડૉ. પ્રેરક મોદી અને ડૉ. રિંકી અગ્રવાલ , અન્ય રેસીડેન્ટ તબીબોએ અનેસ્થેસ્થિયા વિભાગના તબીબોના સંકલન સાથે આ પડકારજનક પ્રસુતિ કરવાનું બીંડુ ઉપાંડ્યુ.

image source

જો સમય અને બાળકની પરિસ્થિતિની વાત કરીએ તો અંદાજે 2 કલાક ચાલેલી સર્જરી બાદ પાર્વતીબેને 1.8. કિલો ગ્રામના સ્વસ્થ, તંદુરસ્ત સમીરને જન્મ આપ્યો. પ્રસુતિ બાદ પાર્વતીબેનની પીડાનો અંત આવ્યો ન હતો. પ્રસુતિ બાદ મેલીનો ભાગ પેટમાં યથાવત રાખવામાં આવ્યો કારણ કે તેને નીકાળવામાં આવે તો અત્યંત રક્તસ્ત્રાવ થવાનો ભય રહેતો હોય છે જે કારણોસર પેટના ભાગના અન્ય અવયવોને પણ નુકસાન પહોંચી શકે તેવી સંભાવનાઓ પ્રબળ રહેલી હોય છે. જે કારણોસર મેલીને પેટમાં જ રાખવામાં આવી.

image source

કઈ રીતે તેઓની સારવાર કરાઈ એ વિશે જો વાત કરીએ તો સારવાર માટે દાખલ થયા તે પહેલા પાર્વતીબેન સેપ્ટીસેમીયા (રૂધિરમાં ઇન્ફેકશ ફેલાઇ જવુ)ની પરિસ્થિતિ સર્જાતા અને સ્વાસ્થય સ્થિતિ પણ અતિગંભીર અવસ્થામાં પહોંચી જતા તેઓને ત્વરીત સારવાર અર્થે ICUમાં ખસેડવામાં આવ્યા. જ્યા તેઓને 4 દિવસ સુધી બાયપેપ પર રાખવામાં આવ્યા. આ દરમિયાન ભારે એન્ટીબાયોટીક અને મોંધી દવાઓ, તબીબોના સતત નિરીક્ષણ અને અન્ય સ્ટાફની દેખરેખ હેઠળ દોઢ મહીનાની સારવાર બાદ પાર્વતીબેન સંપૂર્ણપણે સ્વસ્થ થઇને પોતાના ઘરે પરત ફર્યા.

image source

એ જ રીતે પરિવારના નિવેદન વિશે મળતી માહિતી મુજબ પાર્વતીબેનના પતિ વિનોદભાઇ આ સમગ્ર કેસ બાબતે કહે છે કે હું લોડીંગ રીક્શા હાંકીને મારા પરિવારનું ગુજરાન ચલવું છું. મારી પત્નિના ગર્ભાવસ્થા દરમિયાન એકાએક આવી પડેલી મુશકેલી જોઇને અમારો સમગ્ર પરિવાર ખૂબ જ ચિંતીત બન્યુ હતુ. પરંતુ અમે જ્યારે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવ્યા ત્યારે સારવારની સાથે સાથે અહીં અમને સાંતવ્ના , પ્રોત્સાહન પણ નિયમિત મળતુ રહ્યુ. આગળ વાત કરતાં તેમના પતિનું કહેવું છે કે અહીંના તબીબોએ ખરા અર્થમાં દેવદૂત બનીને જ મારા બાળક સમીરની સાથે સાથે મારી પત્નીને નવજીવન બક્ષ્યુ છે. હું કદાચ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ગયો હોય તો મારૂ બાળક કે પત્ની બચી શક્યા ન હોત જે માટે હું સિવિલ હોસ્પિટલ અને રાજ્ય સરકારનો આજીવન ઋણી રહીશ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version