અમદાવાદની 22 લિકર શોપમાં પરમિટધારકોની હોડ લાગી, થર્ટીફર્સ્ટ માટે પડાપડી થઈ, જોઈ લો કેટલું વેચાણ થયું

ક્રિસમસ ગયું એના 4 દિવસ વીતી ગયા અને હવે 31 ડિસેમ્બર આવવાના 2 દિવસ જ બાકી રહ્યા છે. જો કે આ વખતે કોરોનાના કારણે બધી ઉજવણી પર તો રોક છે તેમ છતાં ગુજરાતમાંથી અવાર નવાર દારુ પકડાતો રહે છે, પણ આજે વાત કરવી છે અમદાવાદની 22 લિકર શોપની કે જેમાં દર વખતની સાપેક્ષમાં કેવી કમાણી છે અને શું માહોલ છે. તો આવો વાત કરીએ કે ઉજવણી પર રોકના કારણે પરિસ્થિતિ બદલાઈ છે. આંકડાકીય વાત કરીએ તો ક્રિસમસ અને થર્ટીફર્સ્ટની ઉજવણી માટે માત્ર પાંચ જ દિવસમાં અમદાવાદની લિકર શોપ્સમાંથી 500 જેટલી શેમ્પેનની અને 2 હજાર સિંગલ માલ્ટ વ્હિસ્કીની બોટલોનું વેચાણ થયું છે.

image source

આ સાથે જ પ્રાપ્ય માહિતી અનુસાર જો વાત કરીએ તો નવા વર્ષની ઉજવણીમાં અમદાવાદના પરમિટધારકો શેમ્પેન પાછળ રૂ. 10 હજાર સુધીનો ખર્ચ કરી રહ્યા છે. અમદાવાદમાં અંદાજિત સાત હજારથી વધુ પરમિટધારકો છે. આ વખતે થર્ટીફર્સ્ટના સેલિબ્રેશન માટે પરમિટધારકો શહેરની કુલ 22 લિકર શોપમાંથી શેમ્પેન ઉપરાંત રમ, બ્રાન્ડી, વાઇન, વોડકા અને બિયર માટે નંગદીઠ હજારો રૂપિયા ખર્ચી રહ્યા છે. આંકડા સાથે અત્યાર સુધીના વેચાણની વાત કરવામાં આવે તો થર્ટીફર્સ્ટની ઉજવણી માટે અમદાવાદની લિકર શોપ્સમાંથી 500 જેટલી શેમ્પેનની બોટલની ખરીદી અત્યારસુધીમાં કરવામાં આવી છે. પણ સારી વાત એ છે કે ગત વર્ષ કરતાં આ વર્ષે 10 ટકા વધારે શેમ્પેનની બોટલોનું વેચાણ થયું છે. કોની ડિમાન્ડ વધારે છે એના વિશે માહિતી મળી રહી છે કે લિકર શોપમાંથી ખરીદી કરી રહેલા પરમિટધારકોમાં રમ, શેમ્પેન, બ્રાન્ડી, વ્હિસ્કીની ડિમાન્ડ વધુ છે.

image source

એ જ રીતે વાત કરીએ તો ઇમ્પોર્ટેડ વ્હિસ્કીમાં મિક્સ સ્કોચની જગ્યાએ સિંગલ માલ્ટ વ્હિસ્કીનું વેચાણ વધ્યું છે, જ્યારે ઠંડીમાં બિયરના વેચાણમાં ઘટાડો થયો છે. જો કે એક વાત એવી પણ સામે આવી છે કે અમદાવાદમાં બિયર બોટલની જગ્યાએ ટિનનો ઉપાડ વધારે થાય છે. અત્યારસુધીમાં બિયરમાં 1200 ટિન વેચાયાં છે. ફ્રાન્સમાં બનતી સ્પાર્કલિંગ વાઇનની ડિમાન્ડ અમદાવાદમાં વધવાની સાથે ભાવમાં પણ વધારો થયો છે. પણ એક ખરાબ સમાચાર એ પણ ચે કે હાલમાં કોરોનાને કારણે લિકરના ઓલઓવર વેચાણમાં ગત વર્ષ કરતાં 30 ટકા ઘટાડો થયો હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.

image source

શેમ્પેન એ લોકોમાં ભારે પ્રખ્યાત છે અને તેનું વેચાણ પણ વધારે થતું જોવા મળતું હોય છે. એ જ રીતે નવા વર્ષની ઉજવણી માટે લિકર શોપમાં શેમ્પેનનું વેચાણ વધ્યું છે. જો કે કેટલાક પરમિટધારકો શેમ્પેન લેતી વખતે એ કેવી રીતે ખોલવી અને તેને કેવી રીતે ઠંડી કરવી એવા પ્રશ્નો પૂછે છે. આ અંગે એક્સપર્ટે જણાવ્યું હતું કે શેમ્પેનની બોટલ પર આપવામાં આવેલી ચેનને ધીરે ધીરે ખોલવાથી શેમ્પેન સેલિબ્રેશન માટે ફોગ સ્વરૂપે ઊછળીને બહાર આવે છે. જ્યારે શેમ્પેનના ઓરિજિનલ ટેસ્ટ માટે એને ફ્રિજની જગ્યાએ ડોલમાં બરફ સાથે મૂકીને ઠંડી કરવી જોઈએ.

image source

પણ એક વાત એવી પણ બહાર આવી છે કે સૂત્રોના જણાવ્યા મુજબ, સિનિયર સિટિઝન, એનઆરઆઈ અને ફોરેન ટૂરિસ્ટ આવતા ન હોવાથી તેમની 10 ટકા જેટલી ઘરાકી પણ તૂટી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ગત વર્ષે કુલ 54 હજારને પરમિટ અપાઈ હતી. રાજ્યમાં 2012થી 2019ના 7 વર્ષમાં 4 લાખ લિટર દારૂની ખરીદી કરાઈ હતી. રાજ્યમાં સૌથી વધારે પરમિટધારકો સુરત, અમદાવાદ, વડોદરા, કચ્છ અને રાજકોટમાં છે.

image source

લિકરશોપમાં આ વખતે વેચાણ નંગ કેટલું છે અને તેના અંદાજિત ભાવ વિશે જો આપણે વાત કરીએ તો શેમ્પેનની 500 બોટલ વેચાઈ છે અને 7000થી 10000 તેનો ભાવ છે. એ જ રીતે સિંગલ માલ્ટનું વેચાણ 2000 અને તેનો ભાવ 10,000 રૂપિયા છે. વાઇનની વાત કરીએ તો 1000 વેચાણ અને 1000થી 3000 તેનો ભાવ છે. રમનું પણ કઈક એવું છે કે રમનું વેચાણ 2000 અને ભાવ 1000થી 1200 છે. બ્રાન્ડીનું વેચાણ 500 અને તેનો ભાવ 1000થી 1500 છે. વોડકાનું વેચાણ 500 અને ભાવે 1500થી 3000 રૂપિયા છે. બિયર ટિનની જો વાત કરવામાં આવે તો 1200 વેચાણ અને ભાવ 200થી 500 રૂપિયા છે. બર્બનનું વેચાણ 200 અને તેનો ભાવ છે 7,000થી 10,000 રૂપિયા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત