અમદાવાદના આ વિસ્તારોમાં કોરોનાએ માથું ઉંચક્યું, હોટલમાં તૈયાર કરાયા કોરોના દર્દીઓ માટે બેડ

દેશ અને દુનિયામાં કોરોના માથું ઉંચકી રહ્યો છે ત્યારે ગુજરાતના અમદાવાદમાં પણ કોરોના વેગ પકડી રહ્યો છે. શિયાળો અને તહેવારની સીઝનમાં અહીં કોરોના વકર્યો છે. સરકાર અને તંત્ર પણ કોરોનાના સતત વધી રહેલા કેસને લઈને ચિંતામાં છે. શનિવારે નવા 18 વિસ્તારોને માઈક્રોકન્ટેનમેન્ટ ઝોનમાં જાહેર કરાયા છે. આ સાથે જ હવે કુલ માઈક્રોકન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા 293 થઈ છે.

image source

અમદાવાદમાં લગભગ દરેક વિસ્તારમાં કોરોના ફેલાઈ ચૂક્યો છે ત્યારે ખાસ કરીને પાલડી વિસ્કારમાં દેવ અર્ચન ફ્લેટના 54 ઘરના 448 લોકો માઈક્રોકન્ટેનમેન્ટ ઝોનમાં મૂકાયા છે.

image source

આ સાથે નોર્થ વેસ્ટ ઝોનના બોડકદેવમાં આવેલા કસ્તુરી કોમ્પલેક્સમાં પણ લગભગ 170 લોકો, ચાંદલોડિયા વિસ્તારના શાંતિ પૂજ્ય હોમ્સમાં 240 લોકો અને અલકનંદા રેસિડેન્સીમાં 200 લોકો, શુકન રેસિડન્સીમાં 200 લોકો અને ઘાટલોડિયા વિસ્તારના એક જ એપાર્ટમેન્ટના 210 લોકો માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં જાહેર કરાયા છે.

હોસ્પિટલોમાં આવી જોવા મળી રહી છે સ્થિતિ

image source

સરકારે વણસી રહેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને હોસ્પિટલમાં બેડની સંખ્યાને વધારવાનું નક્કી કર્યું છે. શનિવારે શહેરની 4 હોટલમાં કોવિડ કેર સેન્ટરના 120 બેડ વધારાયા છે. જ્યારે પૂર્વની 2 હોસ્પિટલમાં કોરોનાની સારવાર મામટે લગભગ 32 જેટલા બેડની સંખ્યા વધારવામાં આવી છે. આ સાથે શહેરના વસ્ત્રાલમાં નારાયણ મેડિકલ હોસ્પિટલને નવી હોસ્પિટલ બનાવી છે અને તેમાં 24 પ્રાઈવેટ બેડનો વધારો કરવામાં આવ્યો છે. ઓઢવની હોસ્પિટલમાં નવા કેસને ધ્યાનમાં રાખીને કુલ 8 બેડ વધારાયા છે.

image source

તો મીઠાખળી વિસ્તારની લેમન ટ્રી હોસ્પિટલમાં 2 કોવિડ સેન્ટર તૈયાર કરાયા છે. જેમાં 20 અને 40 એટલે કે કુલ 60 બેડની વ્યવસ્થા કરાઈ છે. દરેક વિસ્તારમાં લોકોને સુવિધા મળી રહે તે માટે બોડકદેવની એવલોન હોટલમાં પણ 40 બેડની અને એસજી હાઈવેની હોટલ તુલિપ ઈનમાં પણ 20 બેડને વધારાયા છે. એટલે કે કુલ મળીને કોરોનાની વકરતી સ્થિતિને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપાલટીએ કુલ 152 બેડનો વધારો કર્યો છે.

હાલમાં ગુજરાતમાં આવી છે કોરોનાની સ્થિતિ

image source

ગુજરાતમાં કોરોનાની વકરતી સ્થિતિ યથાવત જોવા મળી રહી છે. ગુજરાતમાં કોરોનાના એક દિવસના કેસ 1 હજાર 598 કેસ આવ્યા છે. જ્યારે ગુજરાતમાં કોરોનાથી એક દિવસમાં 1 હજાર 523 દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યા છે. ગુજરાતમાં કોરોનાથી એક દિવસમાં 15 લોકોના મૃત્યુ થયા છે તો ગુજરાતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 3 હજાર 953 પહોંચી ચૂક્યો છે. ગુજરાતમાં કોરોનાના એક્ટીવ કેસ 14 હજાર 792 પહોંચ્યા છે. જ્યારે ગુજરાતમાં કોરોનાના કુલ કેસ 2 લાખ 6 હજાર 714 થઈ ચૂક્યા છે. તો અમદાવાદના ગોતા, ચાંદલોડિયા વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. આ સિવાય ગોતાના સેવન્થ પરિસરમાં કોરોનાનો પગપેસારો થતાં અહીં એક જ દિવસમાં 20થી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત