અમદાવાદના પતિનો આ રીતે ફૂટ્યો ભાંડો: પતિને કારણે પત્ની બની ગુપ્તરોગનો ભોગ, ડોક્ટર પાસે ટ્રીટમેન્ટ કરાવતાં પતિના….

અમદાવાદના શ્યામલ ચાર રસ્તા નજીક ઇન્ટિરિયર ડિઝાઇનિંગનું કામ કરતા એક યુવાનને તેની પત્ની સિવાય અન્ય એક સ્ત્રી સાથે શારીરિક સબંધ હતા. અને આ સંબધોના કારણે તેને શરીરમાં ચામડી અને ગુપ્તભાગમાં ગંભીર બીમારી થઈ ગઈ હતી. પણ એને આ બાબત જાણ પોતાની પત્નીને નહોતી કરી અને પત્ની સાથે પણ શારીરિક સંબંધ બનાવ્યા જેના કારણે પત્ની પણ ગુપ્તરોગનો ભોગ બની હતી અને જ્યારે પત્ની સારવાર માટે ડોકટર પાસે ગઈ ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો છે.

image source

આ સમગ્ર મામલે પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેના પગલે હાલ પત્નીની ફરિયાદના આધારે વેજલપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

image source

ઈન્ટીરિયર ડિઝાઈનર યુવકને અન્ય સ્ત્રી સાથે શારીરિક સંબંધથી ચામડીનો એક રોગ હર્પીસ થયો હતો. જેના કારણે પત્નીને પણ રોગ થયાનું માનતી પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. એટલું જ નહીં પતિથી ઉંમરમાં 5 વર્ષ મોટી વહુને એના સાસરિયાં કાળી અને અસંસ્કારી હોવાનું કહેતાં, તેમજ પતિ 50 લાખનું દહેજ લાવવા દબાણ કરતો હતો.

image source

સેટેલાઈટના માણેકબાગમા રહેતી યુવતીના લગ્ન 2017માં થયા હતા. લગ્ન બાદ એક મહિનો બધું ખૂબ જ સારું ચાલ્યું પણ એ પછી પતિ, સાસુ અને સસરા આ યુવતી સાથે ઝગડા કરતા હતા. પતિનો સ્વભાવ એકદમ ગુસ્સાવાળો હતો અને એટલું જ નહીં દારૂ અને સિગારેટ પીવાની ટેવ પણ હતી. પતિ પણ અવારનવાર પત્ની સાથે મારઝૂડ કરતો હતો.

image source

પતિ સવારે 10 વાગ્યે ઘરેથી નીકળતો રાત્રે 10 વાગ્યે પરત આવતો હતો. આ યુવકની પત્નીને જાણવા મળ્યું કે, તેનો પતિ તેની ગર્લફ્રેન્ડ સાથે ફરવા જાય છે પણ તે ચૂપ રહી હતી.આ બધું ઓછું હોય એમ ક્યારે પતિ તેની પત્નીના માતા-પિતાને અપશબ્દો બોલતો હતો. સાસુ-સસરા વહુને તું કાળી અને અસંસ્કારી છે તેમ કહેતા હતા. અમારા દિકરાને સમાજમાં લગ્ન કરાવવાના હતા પણ અમારા દીકરાએ તારી સાથે લગ્ન કરી લીધા છે. સાસુ સસરા એમ પણ કહેતા કે હિન્દી બોલનારી વહુ અમને પસંદ નથી.

વર્ષ 2018ના માર્ચ મહિનામાં પતિ ઘરે મોડો આવતા પત્નીએ કારણ પૂછ્યું હતું. ઉશ્કેરાયેલા પતિએ પત્નીને મારમારી કાઢી મૂકતા તે પિયરમાં આવી ગઈ હતી. બાદમા લીગલ નોટીસ મોકલતા બન્ને વચ્ચે સુલેહ થયું હતું અને તેઓ સેલાગામ વિસ્તારમાં સાસુ સસરાથી અલગ રહેવા માટે ગયા હતા.

image source

સેલા ગામમાં રહેવા ગયા પછી પણ પતિનો સ્વભાવ બદલાયો ન હતો. સાસુ સસરા પણ વારંવાર ત્યાં આવીને ઝગડા કરતા હતા. એટલું જ નહીં પતિએ પોતાની ઓફીસ કરવા માટે રૂ.50 લાખ પિયરથી લઈ આવવા પત્નીને દબાણ કર્યું હતું.જેની ના પાડતાં પતિએ મારઝૂડ કરી હતી.

image source

પત્નીને શરીર પર લાલ કલરના ડાઘ થયા તો તેને આ અંગે પતિને જાણ કરી હતી. ત્યારે પતિએ કહ્યું કે મને પણ ડાઘ થયેલા છે અને દવાઓ કબાટમાં છે. આ અગાઉ જ્યારે પત્નીએ આ દવાઓ વિશે પતિને પૂછ્યું હતું તો એને જવાબ નહોતો આપ્યો. પત્નીએ આ અંગે ટ્રીટમેન્ટ કરાવી ત્યારે ડૉકટરે તેના પતિને હર્પીસ થયાનું જણાવ્યું હતું. એ પછી પત્નીએ પતિ અન્ય સ્ત્રીઓ જોડે સબંધ રાખતો હોવાથી હર્પીસ થયાની જાણ સાસુ-સસરાને કરી હતી.

image source

આ બાબતે પત્નીએ તેની માતા અને બહેનની હાજરીમાં વાત કરતા સાસુ સસરા ઉશ્કેરાયા હતા.તેમણે વહુની માતા અને બહેન સાથે ઝઘડો કર્યો હતો. આ અંગે વેજલપુર પોલીસે ફરિયાદ આધારે પતિ સહિતના લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત