અમદાવાદમાં વધુ 12 હોસ્પિટલોને કોવિડ-19 હોસ્પિટલો કરાઇ જાહેર, લિસ્ટ પર કરી લો એક વાર નજર

અમદાવાદની નવી કોરોના હોસ્પિટલ

image source

અમદાવાદમાં કોરોના વાયરસ સંક્રમણના હાહાકારના લીધે હાલમાં બીજી ૧૨ હોસ્પિટલને COVID 19 હોસ્પિટલમાં ફેરવી દેવામાં આવી છે. હવે અમદાવાદની આ હોસ્પિટલમાં પણ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીનો ઉપચાર કરવામાં આવશે. ગુજરાત રાજ્યમાં સૌથી વધારે કે અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યા છે. અમદાવાદ શહેરમાં કોરોના વાયરસથી સંક્રમિત હોવાના લીધે ૩૬૩ વ્યક્તિઓને પોતાનો જીવ ગુમાવી દીધો છે.

ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં લોકડાઉન હોવા છતાં પણ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓમાં ખુબ જ વધારો જોવા મળી રહ્યો છે ત્યારે હવે થોડાક દિવસ પહેલા અમદાવાદના મ્યુનિસિપલ વિજય નહેરાને ક્વોરેન્ટાઇનમાં રહેવાનું હોવાથી અમદાવાદમાં નવા મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર અને તેમની સાથે જ નિર્ણાયક પગલાઓ માટે જાણીતા એવા ડૉ.રાજીવ ગુપ્તાને ચાર્જ આપવામાં આવ્યો છે.

image source

ડૉ. રાજીવ ગુપ્તાએ અમદાવાદનો ચાર્જ પોતાના હાથમાં લેતા એકદમ કડક નિર્ણયો લેવાનું શરુ કરી દીધું હતું. જેમાં અમદાવાદમાં હવે ફક્ત દવા અને દૂધની જ દુકાનોને ખોલવાની મંજુરી આપવામાં આવી હતી. આ ઉપરાંત અમદાવાદની પ્રાઈવેટ હોસ્પિટલનો સાથ મેળવવા માટે તેઓને ફરજીયાતપણે હોસ્પિટલ શરુ રાખવાનો આદેશ આપ્યો હતો. જેના પરિણામ સ્વરૂપે હવે અમદાવાદમાં અન્ય ૧૨ હોસ્પિટલને COVID 19 હોસ્પિટલ જાહેર કરી દેવામાં આવી છે. હવે અમે આપને જણાવીશું કે, અમદાવાદની ક્યાં વિસ્તારની કઈ હોસ્પિટલને COVID 19 હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી છે.

image source

નવરંગ પુરાની શ્રેયા હોસ્પિટલ, નિધિ મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલ, સોલર હોસ્પિટલને કોવિડ 19 હોસ્પિટલને જાહેર કરવામાં આવી છે. ત્યાં જ સિંધુ ભવન રોડની ગ્લોબલ હોસ્પિટલ, પાલડી વિસ્તારની AIMS હોસ્પિટલ, નરોડા વિસ્તારની રુદ્રાક્ષ હોસ્પિટલ, સૈજપુર ટાવર નજીક કર્ણાવતી સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ અને ઈસનપુર વિસ્તારની રતન હોસ્પિટલને કોવિડ-19 હોસ્પિટલ તરીકે જાહે કરવામાં આવી છે. ત્યારે જ વસ્ત્રાલ વિસ્તારની સ્પંદન હોસ્પિટલ, ગુજરાત કોલેજ નજીકની સ્તવ્ય સ્પાઈન હોસ્પિટલ, બોપલ વિસ્તારની સરસ્વતી હોસ્પિટલ અને બોપલ ICU અને એન્ડ ટ્રોમા સેન્ટરને કોવિડ-19 હોસ્પિટલ તરીકે જાહેર કરી દેવામાં આવી છે.

અમદાવાદની કઈ હોસ્પિટલને કોવિડ-19 હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી છે.?

image source

૧.નવરંગપુરા વિસ્તારની શ્રેયા હોસ્પિટલ કોવિડ-19 હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી છે.

૨. નવરંગપુરાની નિધિ મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલને કોવિડ-19 હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી છે.

૩.સિંધુભવન રોડની ગ્લોબલ હોસ્પિટલને કોવિડ-19 હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી છે.

૪.પાલડી વિસ્તારની AIMS હોસ્પિટલને કોવિડ-19 હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી છે.

૫.નવરંગપુરા વિસ્તારની સોલર હોસ્પિટલને કોવિડ-19 હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી છે.

image source

૬. નરોડા વિસ્તારની રૂદ્રાક્ષ હોસ્પિટલને કોવિડ-19 હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી છે.

૭.સૈજપુર ટાવર નજીકની કર્ણાવતી સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલને કોવિડ-19 હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી છે.

૮.બોપલ વિસ્તારની સરસ્વતી હોસ્પિટલને કોવિડ-19 હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી છે.

૯. ઈસનપુર વિસ્તારની રતન હોસ્પિટલને કોવિડ-19 હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી છે.

૧૦. વસ્ત્રાલ વિસ્તારની સ્પંદન હોસ્પિટલને કોવિડ-19 હોસ્પિટલ તરીકે જાહેર ક્ર્વામાવી છે.

image source

૧૧. ગુજરાત કોલેજ નજીકની સ્તવ્ય સ્પાઈન હોસ્પિટલને કોવિડ-19 હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી છે.

૧૨. બોપલ વિસ્તારની બોપલ ICU અને ટ્રોમા સેન્ટરને કોવિડ-19 હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી છે.

 

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત