GOOD NEWS: અમદાવાદ રેલ્વે સ્ટેશન પરથી હવે તમે ખરીદી શકશો માસ્ક, સેનેટાઈઝર અને PPE કિટ, લગાવવામાં આવ્યા ઓટોમેટિક વેન્ડિંગ મશીન

હવે માસ્ક, સેનેટાઈઝર અને PPE કિટ પણ અમદાવાદ રેલ્વે સ્ટેશન પર મળી જશે

image source

કોરોનાનો કહેર અમદાવાદ જેવા મોટા શહેરોમાં જ્યારે સતત ફેલાઈ રહ્યો છે, ત્યારે એના સંક્રમણને રોકવાના અનેક સાધનો હવે સરળતાથી ઉપલબ્ધ થાય એવા પ્રયત્નો સરકાર કરી રહી છે. એવા સમયે હાલમાં જ રેલવે સ્ટેશનમાં મુસાફરી કરતા લોકોને કોરોના સંક્રમણથી બચાવવા માટે અમદાવાદ રેલવે સ્ટેશન પર ખાસ પ્રકારની વેન્ડિંગ મશીનની સુવિધા ઉભી કરવામા આવી છે.

ઉચ્ચ ગુણવત્તાયુક્ત PPE કિટ બજાર ભાવે મળશે

image source

આમ હવે ટ્રેનમાં મુસાફરી કરતા લોકો પણ રેલ્વે સ્ટેશન પરથી જ માસ્ક અને સેનેટાઈઝર ખરીદી શકાશે. આ સાવચેતીને ધ્યાનમાં રાખીને રેલ્વે સ્ટેશન પર જ સુરક્ષા માટેના સાધનો સરળતાથી મળે એ માટે વેન્ડિંગ મશીન મૂકવામાં આવ્યું છે. આ મશીનમાં ઈ-પેમેન્ટ અને કેશ-પેમેન્ટનો પણ વિકલ્પ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત અહીંથી ઉચ્ચ ગુણવત્તાયુક્ત PPE કિટ પણ બજાર ભાવે જ ખરીદી શકાશે.

ઓટોમેટિક વેન્ડિંગ મશીન લગાવવામાં આવ્યા છે

image source

આ બાબતે પશ્ચિમ રેલવેના પ્રબંધક દિપકકુમાર ઝાએ જણાવ્યું હતું કે પશ્ચિમ રેલવેનો આ પ્રથમ જ પ્રયોગ છે. આ અંતર્ગત અમદાવાદ રેલવે સ્ટેશન પર સુરક્ષા સાધનો મળી શકે એ માટે ઓટોમેટિક વેન્ડિંગ મશીન પણ લગાવવામાં આવ્યું છે. આ મશીન દ્વારા N95 માસ્ક, 3 પ્લાય માસ્ક અને સેનિટાઇઝર પણ સરળતાથી મેળવી શકાશે. આ સુવિધાથી હવે યાત્રીઓ અને રેલ ઉપભોક્તાને પણ લાભ મળી શકશે. પૈસા ચૂકવવા માટે આ મશીનમાં ઇ-પેમેન્ટ અને કેશ-પેમેન્ટનો વિકલ્પ પણ રાખવામાં આવ્યો છે, તેમજ આમાંથી PPE કીટ પણ ઉપલબ્ધ થઇ શકશે. આ PPE કીટ ગુણવત્તાયુક્ત અને બજાર કિંમતે જ મળશે. જો કે આ પ્રોજેક્ટથી રેલવે પ્રશાસને રૂ.12000ની વાર્ષિક આવક પણ થશે.

માત્ર 24 કલાકમાં 330 જેટલા નવા કેસ

image source

અમદાવાદમાં કોરોના વાયરસના કેસ સતત વધતા જઈ રહ્યા છે. ત્યારે સતત બીજા દિવસે પણ અમદાવાદમાં કોરોનાના 300થી વધુ નવા કેસ નોંધાયા છે. જો કે ગુજરાતમાં કોરોનાથી ખરાબ રીતે અસરગ્રસ્ત થયેલા અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોના લગભગ 330 જેટલા નવા કેસ નોંધાયા છે. જ્યારે 25 લોકોના મૃત્યુ પણ થયા છે.

અત્યાર સુધી 10,875 લોકો સાજા થયા છે

image source

અનલોકમાં જેમ જેમ છૂટ આપવામાં આવી છે, તેમ તેમ અમદાવાદ સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં કોવિડ-19ના દર્દીઓની સંખ્યામાં પણ સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કોરોનાના 330 જેટલા નવા કેસ નોંધાયા છે. આ સાથે માત્ર અમદાવાદમાં જ કુલ કેસની સંખ્યા વધીને 15,635 પર પહોંચી ગઈ છે. જો કે 25 લોકોના મૃત્યુ પણ થયા છે, અમદાવાદમાં કુલ મૃત્યુઆંક 1,117 જેટલો થયો છે. જો કે સારી ખબર એ છે કે અમદાવાદમાં અત્યાર સુધીના સમયમાં 10,875 લોકો સાજા પણ થયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત